
ઈસરોનું ગગનયાન મિશન અને પૃથ્વી પર પુનઃપ્રવેશ માટેની ટેકનોલોજી
#GS-3 #સાયન્સ અને ટેકનોલોજી #સ્પેસ #વર્તમાન ઘટનાઓ #રાષ્ટ્રીય #ગગનયાન મિશન #ઈસરો
શા માટે ચર્ચામાં છે?
- ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ભારતના પ્રથમ માનવ અવકાશ મિશન ગગનયાન ની તૈયારી કરી રહી છે.
- આ તૈયારીના ભાગરૂપે વૈજ્ઞાનિકો ક્રૂ મોડ્યુલ નું પરીક્ષણ કરી રહ્યા છે જેથી અવકાશયાત્રીઓ વાતાવરણની ગરમી વચ્ચે સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા આવી શકે.
ગગનયાન મિશન શું છે?
- સરકારે 2018 માં ભારતના આ સ્વદેશી માનવ અવકાશ કાર્યક્રમ ગગનયાન ની જાહેરાત કરી હતી.
- આ મિશનનો મુખ્ય હેતુ ત્રણ અવકાશયાત્રીઓ ને 400 કિમી ની લો અર્થ ઓર્બિટ (LEO) માં ત્રણ દિવસ માટે મોકલવાનો અને દરિયામાં સુરક્ષિત પાછા લાવવાનો છે.
- આ મિશન સફળ થતાં જ અમેરિકા, રશિયા અને ચીન પછી ભારત વિશ્વનો ચોથો દેશ બની જશે.
- રોકેટ HLVM3 આ અવકાશયાનને નક્કી કરેલી ભ્રમણકક્ષામાં મૂકશે.
- માણસોને મોકલતા પહેલા ઈસરો માનવરહિત ટેસ્ટ ફ્લાઇટ કરીને ક્રૂ મોડ્યુલ, ક્રૂ એસ્કેપ સિસ્ટમ અને HLVM3 રોકેટની સુરક્ષા ચકાસી રહ્યું છે.
- આ મિશન માટે ભારતના ચાર અવકાશયાત્રીઓ પસંદ થયા છે: ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયર, ગ્રુપ કેપ્ટન અજિત કૃષ્ણન, ગ્રુપ કેપ્ટન અંગદ પ્રતાપ અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લા.
- આ મિશનથી દવાઓ અને વિજ્ઞાનના ક્ષેત્રમાં સંશોધન થશે અને સાથે જ લાઈફ સપોર્ટ તથા રેડિયેશન રક્ષણ જેવી ટેકનોલોજી પણ ચકાસાશે.
- આ સફળતાના આધારે ઈસરો 2035 સુધીમાં ભારતીય અંતરિક્ષ સ્ટેશન બનાવશે અને 2040 સુધીમાં ચાંદ પર માનવ મોકલશે.
- આ આખા અવકાશયાનને ઓર્બિટલ મોડ્યુલ (OM) કહેવાય છે જેના મુખ્ય બે ભાગ છે.
- ક્રૂ મોડ્યુલ (CM) એ અવકાશયાત્રીઓ માટેનું ખાસ કેબિન છે જેમાં ECLSS સિસ્ટમ વડે પૃથ્વી જેવું વાતાવરણ ઊભું કરાયું છે.
- આ ક્રૂ મોડ્યુલ માં ગરમી સામે રક્ષણ આપતી TPS સિસ્ટમ, ઈલેક્ટ્રોનિક્સ અને પેરાશૂટ મુકાયા છે.
- સર્વિસ મોડ્યુલ (SM) અવકાશમાં પાવર અને એન્જિન સપોર્ટ આપે છે અને પૃથ્વી પર પાછા ફરતી વખતે વાતાવરણમાં બળીને નષ્ટ થઈ જાય છે.
- રશિયા ના સોયુઝ અને ચીન ના શુનઝોઉ માં ત્રણ ભાગ હોય છે, પરંતુ ગગનયાન માં બે ભાગ હોવાથી તે વજનમાં હલકું અને વધુ સક્ષમ છે.
પૃથ્વી પર સુરક્ષિત પુનઃપ્રવેશ માટેની તકનીક
- પૃથ્વી પર પાછા આવતા પહેલા CS-CDS સિસ્ટમ વડે સર્વિસ મોડ્યુલ ને ક્રૂ મોડ્યુલ થી અલગ કરવામાં આવે છે.
- કેપ્સ્યુલનો આકાર ગોળાકાર અને શંકુ જેવો રખાયો છે જેથી ઘર્ષણથી પેદા થતી ગરમી અને બળ ઘટી જાય.
- આવી જ ટેકનોલોજી 1961 માં સોવિયેત યુનિયન ના વોસ્તોક યાનમાં વપરાઈ હતી જેમાં યુરી ગાગરીન અવકાશમાં ગયા હતા.
- યાન પર લગાવેલું ખાસ થર્મલ પ્રોટેક્શન સિસ્ટમ (TPS) રક્ષણ આપે છે અને વાતાવરણની ગરમીને સોંસી લે છે.
- આરસીએસ (RCS) થ્રસ્ટર્સ યાનની દિશા સરખી રાખે છે જેથી હીટ શીલ્ડ યોગ્ય સ્થિતિમાં રહે.
- ઉતરાણ વખતે પહેલા નાના પેરાશૂટ અને પછી મુખ્ય પેરાશૂટ ખુલશે જેથી યાનની સ્પીડ ઘટી જાય અને તે સુરક્ષિત દરિયામાં ઉતરી શકે.
- જો દરિયામાં યાન ઊંધું થઈ જાય તો CMUS સિસ્ટમ એરબેગ ફુલાવીને તેને સીધું કરી દે છે.
- યાન સીધું થવાથી અવકાશયાત્રીઓ સુરક્ષિત રહે છે અને ભારતીય નૌકાદળ ને સિગ્નલ સરળતાથી મળી રહે છે.
મુખ્ય વિગતો અને માનવરહિત ટેસ્ટિંગ
- અવકાશયાત્રીઓને મોકલતા પહેલા G1 મિશન માં વ્યોમમિત્ર રોબોટ ને અવકાશમાં મોકલીને લાઈફ સપોર્ટ સિસ્ટમનું પરીક્ષણ કરવામાં આવશે.