વિક્રમ-1: ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ મિશન

વિક્રમ-1: ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ મિશન

#GS-3 #વિજ્ઞાન અને ટેકનોલોજી #અવકાશ #વર્તમાન ઘટનાઓ #રાષ્ટ્રીય

શા માટે ચર્ચામાં છે?

  • હૈદરાબાદમાં આવેલી સ્પેસ સ્ટાર્ટઅપ કંપની Skyroot Aerospace એ તેના Vikram-1 રોકેટની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ માટેની તારીખ જાહેર કરી છે, જેનું નામ Mission Aagaman રાખવામાં આવ્યું છે.

વિક્રમ-1 વિશે

  • Vikram-1 એ સાત માળ ઊંચું અને મલ્ટી-સ્ટેજ ઓર્બિટલ લોન્ચ વ્હીકલ છે, જે નાના સેટેલાઇટને Low Earth Orbit (LEO) માં પહોંચાડવા માટે બનાવવામાં આવ્યું છે. ભારતીય સ્પેસ પ્રોગ્રામના પિતા Dr. Vikram Sarabhai ના નામ પરથી બનેલું આ રોકેટ હવે ભારતના ખાનગી ક્ષેત્રને કમાર્શિયલ સેટેલાઇટ લોન્ચિંગ ક્ષેત્રે આગળ લઈ જશે.
  • આ રોકેટ સંપૂર્ણપણે ભારતમાં જ Skyroot Aerospace કંપની દ્વારા ડિઝાઇન અને તૈયાર કરવામાં આવ્યું છે, જેની સ્થાપના ISRO ના ભૂતપૂર્વ વિજ્ઞાનીઓએ કરી હતી. તાજેતરમાં જ આ કંપની $1.1 billion થી વધુ મૂલ્યાંકન સાથે યુનિકોર્ન બની છે.

મિશન આગમનનો હેતુ

  • સંસ્કૃત શબ્દ આગમન પરથી નામ મેળવનાર Mission Aagaman દર્શાવે છે કે ભારતનું પ્રાઇવેટ સેક્ટર હવે વિશ્વના ઓર્બિટલ લોન્ચ માર્કેટમાં પ્રવેશી ચૂક્યું છે.
  • આ મિશન હેઠળ 350 kg સુધીના પેલોડને 60-degree ના ઝુકાવ સાથે 450 km ની ઊંચાઈ ધરાવતી Low Earth Orbit માં મુકવામાં આવશે.

મુખ્ય વિશેષતાઓ

  • આ આખું રોકેટ હલકા પણ મજબૂત કાર્બન કોમ્પોઝિટ મટિરિયલમાંથી બનાવવામાં આવ્યું છે. આનાથી લોન્ચ દરમિયાન રોકેટ મજબૂત રહેશે અને ઓછું વજન હોવાને કારણે વધારે પેલોડ લઈ જઈ શકશે.
  • આ રોકેટમાં ઉપયોગમાં લેવાતા સોલિડ અને લિક્વિડ બળતણ સિસ્ટમ Skyroot એ પોતે જ તૈયાર કર્યા છે. તેના પહેલા ત્રણ તબક્કામાં Dr. A.P.J. Abdul Kalam ના નામ પરથી બનાવેલા સોલિડ રોકેટ મોટરનો ઉપયોગ થાય છે.
  • રોકેટના એન્જિનમાં 3D-પ્રિન્ટેડ ભાગોનો ઉપયોગ કરાયો છે. આ ટેકનોલોજીના કારણે એન્જિન ઝડપથી બને છે, ખર્ચ ઘટે છે અને તેને બનાવવું સરળ બને છે.
  • આ રોકેટને એવી રીતે ડિઝાઇન કરાયું છે કે તેને ઝડપથી એસેમ્બલ કરીને ટૂંકા સમયમાં ફરી લોન્ચ કરી શકાય. આનાથી વિદેશી સેટેલાઇટ કંપનીઓને ખૂબ ફાયદો થશે.
  • આ રોકેટ November 2022 માં સફળતાપૂર્વક લોન્ચ થયેલા નાના રોકેટ Vikram-S (Mission Prarambh) ની સફળ ટેકનોલોજી પર આધારિત છે.

મહત્ત્વ

  • આ મિશન સફળ થવાથી સાબિત થશે કે ભારતની ખાનગી કંપનીઓ પણ પોતાની રીતે ઓર્બિટલ રોકેટ બનાવીને લોન્ચ કરી શકે છે, જે ભારતના સ્પેસ સેક્ટરના સુધારાઓને મોટો વેગ આપશે.
  • Vikram-1 ના કારણે ગ્લોબલ સ્મોલ સેટેલાઇટ માર્કેટમાં ભારતની પકડ વધુ મજબૂત થશે, કારણ કે તે સસ્તા અને ભરોસાપાત્ર લોન્ચ વિકલ્પો પૂરા પાડે છે.