ભારતીય સેનાના આધુનિકીકરણ માટે VIJAY રોડમેપ

ભારતીય સેનાના આધુનિકીકરણ માટે VIJAY રોડમેપ

#GS-3 #વિજ્ઞાન અને ટેકનોલોજી #સંરક્ષણ #વર્તમાન ઘટનાઓ #રાષ્ટ્રીય #સંરક્ષણ ટેકનોલોજી

શા માટે ચર્ચામાં છે?

  • આર્મી સ્ટાફના વડા જનરલ ધીરજ સેથે 31મા આર્મી ચીફ તરીકેનો પદભાર સંભાળ્યો છે અને ભારતીય સેનાના આધુનિકીકરણ માટે VIJAY રોડમેપ જાહેર કર્યો છે.
  • આ યોજના સંરક્ષણ મંત્રાલયના ડિકેડ ઓફ ટ્રાન્સફોર્મેશન (2023-2032) સાથે જોડાયેલી છે, જેનો હેતુ સેનાને ડિજિટલ અને ટેકનોલોજીથી સજ્જ બનાવવાનો છે.
  • આ રોડમેપ JAI leads to VIJAY ના મંત્ર પર આધારિત છે, જેમાં જય હિંદ અને જય ભારત ના ભાવને મુખ્ય પ્રેરણા બનાવવામાં આવ્યા છે.

VIJAY રોડમેપના મુખ્ય સ્તંભો

  • વિજિલન્સ (V): ભારતની સરહદો પર સતત નજર રાખવી અને કોઈપણ સુરક્ષા પડકાર સામે સૈન્યને હંમેશા તૈયાર રાખવું.
  • ઈનોવેશન અને ટ્રાન્સફોર્મેશન (I): આધુનિક યુદ્ધ પદ્ધતિઓ, નવી ટેકનોલોજી અને ઝડપી ક્ષમતા વિકાસ દ્વારા સેનાને આધુનિક બનાવવી.
  • જોઈન્ટનેસ અને ઈન્ટીગ્રેશન (J): આર્મી, નેવી અને એરફોર્સ વચ્ચે બહેતર તાલમેળ સાધવો અને વિકસિત ભારત 2047 માટે નાગરિક-સૈન્ય સહયોગ વધારવો.
  • આત્મનિર્ભરતા (A): દેશી ટેકનોલોજી અને સાધનો વડે યુદ્ધ જીતવાના સંકલ્પ સાથે સંરક્ષણ ક્ષેત્રે ભારતને સ્વાયત્ત બનાવવું.
  • યોદ્ધા ફર્સ્ટ (Y): અગ્નિવીર થી લઈને નિવૃત્ત સૈનિકો અને વીર નારીઓ સુધીના તમામ સૈન્ય કર્મચારીઓની તાલીમ, કૌશલ્ય અને કલ્યાણ પર ધ્યાન આપવું.