
ગ્રામીણ મહિલા સાહસિકો માટે SHE-LEAPS પ્લેટફોર્મ શરૂ કરાયું
#GS-2 #ગવર્નન્સ અને સામાજિક ન્યાય #મહિલાઓ #GS-3 #અર્થતંત્ર #રોજગારી #વર્તમાન ઘટનાઓ #રાષ્ટ્રીય #સરકારી નીતિઓ અને હસ્તક્ષેપ #ડિજિટલ માળખાકીય સુવિધા #સ્વસહાય જૂથો
શા માટે ચર્ચામાં છે?
- સરકારે નવી દિલ્હી ખાતે યોજાયેલા રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ સંમેલન માં SHE-LEAPS પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે.
- આ કાર્યક્રમ વિકસિત ગ્રામ - વિકસિત ભારત ના સંકલ્પને પૂરો કરવા માટે ગ્રામોદય થી રાષ્ટ્રોદય થીમ હેઠળ આયોજિત કરવામાં આવ્યો હતો.
SHE-LEAPS પ્લેટફોર્મ વિશે
- SHE-LEAPS નુ પૂરૂ નામ Self-Help Entrepreneur-Livelihoods and Enterprise Application for Prosperity and Sustainability છે.
- આ એક ખાસ ડિજિટલ પ્લેટફોર્મ છે જે ગ્રામીણ ભારતમાં મહિલા સંચાલિત સ્વસહાય જૂથો (SHG) ના સાહસોને મજબૂત બનાવવા માટે બનાવવામાં આવ્યું છે.
વિકાસ અને તકનીકી વ્યવસ્થા
- ડીજિટલ ઇન્ડિયા કોર્પોરેશન (DIC) દ્વારા SHE-LEAPS ની મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે.
- આ પ્લેટફોર્મ LokOS સિસ્ટમ હેઠળ કામ કરે છે, જે SHGs, ગામડાના સંગઠનો અને ક્લસ્ટર લેવલ ફેડરેશન્સ જેવી સમુદાય આધારિત સંસ્થાઓની પ્રવૃત્તિઓનો હિસાબ રાખે છે.
મુખ્ય ઉદ્દેશ્યો
- આ પ્લેટફોર્મનો મુખ્ય હેતુ ગ્રામીણ મહિલા સાહસિકોને ટેકો આપવાનો અને મહિલાઓ દ્વારા ચાલતા વ્યાપારને મજબૂત કરવાનો છે.
- તે ગામડાના ઉત્પાદકોને સીધા મોટા બજારો અને વ્યવસાયિક સાંકળ સાથે જોડે છે અને પરિવારની નાણાકીય સ્થિતિ સુધારે છે.
- તે ગામડાઓમાં ડેટા આધારિત નિર્ણયો લઈને મહિલા સાહસિકતાને યોગ્ય રીતે આગળ વધારવામાં મદદ કરે છે.
અમલીકરણ અને કાર્યપદ્ધતિ
- આ SHE-LEAPS યોજના 34 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માં અમલમાં મુકાશે જેથી રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશન (SRLMs) ને મદદ મળી શકે.
- આ પ્લેટફોર્મ વ્યવસાયની કામગીરી પર લાઈવ નજર રાખે છે અને દરેક મહિલાની આર્થિક પ્રગતિનો રેકોર્ડ રાખે છે.
- તે સરકારી દેખરેખ વ્યવસ્થા સુધારે છે અને ભવિષ્યના આયોજન માટે સાચો ડેટા પૂરો પાડે છે.
લખપતિ દીદી મિશન સાથે જોડાણ
- આ પ્લેટફોર્મ મહિલાઓની આવક અને તેમના વ્યવસાયની વૃદ્ધિ પર નજર રાખીને લખપતિ દીદી યોજનાને સીધો ટેકો આપે છે.
- આ ટ્રેકિંગ સિસ્ટમ 3 કરોડ થી વધારીને 6 કરોડ મહિલાઓ સુધી પહોંચવાના નવા લક્ષ્યાંકને પ્રાપ્ત કરવામાં મદદ કરશે.
ગ્રામીણ અર્થતંત્ર માટે મહત્વ
- આ યોજના ડિજિટલ ટેકનોલોજી અને સાહસિકતાને ભેગી કરીને નાણાકીય સેવાઓનો વ્યાપ વધારે છે અને ગ્રામીણ ઉદ્યોગોનો વિકાસ કરે છે.
- તે મહિલાઓના નેતૃત્વમાં ગ્રામીણ અર્થતંત્રનો સર્વસમાવેશી અને ટકાઉ વિકાસ સાધવામાં મદદરૂપ બનશે.