સેમાગ્લુટાઇડ પેટન્ટની મુદત પૂરી અને ભારતના ફાર્મા ક્ષેત્ર માટે નવી તકો

સેમાગ્લુટાઇડ પેટન્ટની મુદત પૂરી અને ભારતના ફાર્મા ક્ષેત્ર માટે નવી તકો

#GS-2 #GS-3 #આરોગ્ય #અર્થતંત્ર #વિજ્ઞાન અને ટેકનોલોજી #ભારતીય રાજવ્યવસ્થા અને બંધારણ #રાષ્ટ્રીય #બૌદ્ધિક સંપદા અધિકારો

શા માટે ચર્ચામાં છે?

  • ડેનમાર્કની Novo Nordisk કંપનીની દવા Semaglutide પરનો પેટન્ટ અધિકાર ભારતમાં પૂરો થઈ રહ્યો છે. આ નિર્ણયથી ભારતીય કંપનીઓ માટે સસ્તી જેનરિક GLP-1 દવાઓ બનાવવાનો રસ્તો ખુલી ગયો છે.
  • GLP-1 રિસેપ્ટર એગોનિસ્ટ ખરેખર આપણા આંતરડામાં બનતા કુદરતી GLP-1 હોર્મોનની જેમ જ કામ કરે છે.
  • આ દવા શરીરમાં ઇન્સ્યુલિન બનાવવાની પ્રક્રિયા ઝડપી કરે છે અને પાચન ધીમું કરે છે. તેનાથી લોહીમાં સુગર નિયંત્રણમાં રહે છે, ભૂખ ઓછી લાગે છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે.

સેમાગ્લુટાઇડ શું છે અને તેનું મહત્વ

  • Semaglutide એ Novo Nordisk દ્વારા શોધાયેલી ખાસ દવા છે. તે Type-2 Diabetes અને અતિશય વજન અથવા મોટાપાની સારવારમાં વપરાય છે.
  • આ દવા દર્દીના શરીરમાં સુગરનું પ્રમાણ ઘટાડે છે, વજન ઓછું કરે છે અને હૃદયરોગના હુમલાનું જોખમ પણ ઘટાડે છે.
  • બિન-ચેપી રોગોમાં ડાયાબિટીસ અને મેદસ્વીપણું સૌથી મોટા કારણો છે. આ દવાએ વગર સર્જરીએ આ બંને બીમારીઓ પર કાબૂ મેળવવાનો નવો રસ્તો બતાવ્યો છે.
  • પેટન્ટ ચાલુ હતો ત્યાં સુધી મોંઘા ભાવના કારણે સામાન્ય દર્દીઓ આ દવા ખરીદી શકતા ન હતા.
  • હવે પેટન્ટ પૂરો થતાં ભારતમાં સસ્તી જેનરિક દવાઓ મળશે. તેનાથી સામાન્ય લોકોને નવી સારવાર મળશે અને દેશના ફાર્મા ઉદ્યોગને નવો વેગ મળશે.

ભારત માટે તકો

  • ભારતમાં હાલમાં 10 કરોડથી વધુ લોકો ડાયાબિટીસથી પીડાય છે અને મેદસ્વીપણું પણ ઝડપથી વધી રહ્યું છે. સસ્તી જેનરિક દવાઓ આવવાથી આ કરોડો દર્દીઓનો ઈલાજ ખૂબ સસ્તો થઈ જશે.
  • China, Brazil, Canada, South Africa અને Turkey જેવા દેશોમાં પણ આ પેટન્ટ પૂરો થઈ રહ્યો છે. તેથી ભારતીય કંપનીઓ માટે આ દેશોમાં દવા નિકાસ કરવાની મોટી તક ઊભી થશે.
  • Semaglutide જેવી જટિલ પેપ્ટાઇડ દવાઓ બનાવવાથી ભારતીય કંપનીઓ સાદી દવાઓથી આગળ વધીને નવી અને આધુનિક ટેકનોલોજી શીખી શકશે.
  • દેશમાં દવાની વધતી માંગ અને સરકારની Production Linked Incentive (PLI) યોજનાના લીધે સંશોધન, કાચો માલ અને આધુનિક ઉત્પાદનમાં મોટું રોકાણ આવશે.

GLP-1 ઉપચાર અને ત્વચાનું આરોગ્ય

  • GLP-1 દવાઓ માત્ર અર્થતંત્ર કે વજન પર જ નહીં, પણ દર્દીની ત્વચા અને વાળના સ્વાસ્થ્ય પર પણ મોટી અસર કરે છે.
  • ઝડપથી વજન ઘટવાને લીધે મોં પરની ચરબી ઘટી જાય છે જેને સામાન્ય ભાષામાં Ozempic face કહેવાય છે. આ સિવાય લટકતી ચામડીના કારણે ઘર્ષણ થવાથી intertrigo જેવા ફંગલ ઇન્ફેક્શન અને કાળા ડાઘ પડી શકે છે.
  • શરીરનું વજન એકદમ ઘટે ત્યારે પ્રોટીન, આયર્ન અને Vitamin B12 જેવા પોષક તત્વો ઘટી જાય છે. આ શારીરિક તાણને લીધે Telogen Effluvium નામની સમસ્યા થાય છે જેનાથી કામચલાઉ ધોરણે ખૂબ વાળ ખરે છે.
  • ખોરાકના પાચનમાં ફેરફાર થવાથી નખ નબળા પડી જાય છે, તેના પર લીટીઓ પડે છે અને નખનો વિકાસ ધીમો પડી જાય છે.
  • શરૂઆતના સંશોધનો દર્શાવે છે કે આ દવાઓ શરીરમાં સોજો ઘટાડે છે. તેનાથી Psoriasis અને Hidradenitis Suppurativa જેવા ચામડીના જૂના રોગોમાં પણ રાહત મળી શકે છે.

પેટન્ટની વ્યાખ્યા અને કાર્યક્ષેત્ર

  • પેટન્ટ એ સરકાર દ્વારા શોધકને આપવામાં આવતો કાનૂની અધિકાર છે. પોતાની નવી શોધની વિગતો જાહેર કરવાના બદલામાં શોધકને 20 વર્ષ સુધી આ હક મળે છે.
  • આ હક મળવાથી માત્ર પેટન્ટ ધરાવનાર વ્યક્તિ જ તે વસ્તુ બનાવી શકે છે, વેચી શકે છે, નિકાસ કરી શકે છે કે બીજાને લાયસન્સ આપી શકે છે.
  • જ્યારે 20 વર્ષ પૂરા થાય અથવા વાર્ષિક ફી ન ભરાય, ત્યારે આ શોધ જાહેર મિલકત બની જાય છે અને કોઈપણ તેનો ઉપયોગ કરી શકે છે.

ભારતમાં પેટન્ટ વ્યવસ્થાનો વિકાસ

  • ભારતમાં પહેલો પેટન્ટ કાયદો Act VI of 1856 તરીકે આવ્યો હતો. ત્યારબાદ 1859 અને 1872માં ફેરફારો કરીને Indian Patents and Designs Act, 1911 લાવવામાં આવ્યો, જેનાથી Controller of Patentsનું પદ બન્યું.
  • આઝાદી પછી Bakshi Tek Chand Committee (1949) અને Justice N. Rajagopala Ayyangar Committee (1959) ની ભલામણો પરથી Patents Act, 1970 બન્યો. તેણે પ્રોસેસ પેટન્ટ આપીને ભારતીય જેનરિક દવાની કંપનીઓને મોટો ટેકો આપ્યો.
  • વર્ષ 1995માં WTO સાથે જોડાયા પછી ભારત કાયદા બદલ્યા. Patents (Amendment) Act, 1999 દ્વારા મેઈલબોક્સ સિસ્ટમ, Patents (Amendment) Act, 2002 થી ૨૦ વર્ષની મુદત અને Patents (Amendment) Act, 2005 થી પ્રોડક્ટ પેટન્ટ દાખલ કરાઈ.
  • દવાની કંપનીઓ નાનો-મોટો ફેરફાર કરીને જૂનો પેટન્ટ લંબાવી ન લે તે માટે Patents (Amendment) Act, 2005 માં Section 3(d) ઉમેરવામાં આવી. આ કલમ મુજબ નવું રૂપ જો દર્દી માટે વધુ અસરકારક હોય તો જ પેટન્ટ મળે છે.
  • તાજેતરમાં Tribunals Reforms Act, 2021 દ્વારા IPAB બોર્ડ રદ કરીને હાઈકોર્ટને સત્તા અપાઈ. સાથોસાથ Jan Vishwas Act, 2023 અને Patents (Amendment) Rules, 2024 થી અરજી ચકાસવાનો સમય 48 થી ઘટાડીને 31 મહિના કરાયો.

પેટન્ટની મુદત પૂરી થવાથી ભારતનો ફાર્મા ઉદ્યોગ કેવી રીતે વધ્યો

  • વર્ષ 2011 માં જ્યારે Pfizer ની કોલેસ્ટ્રોલની દવા Lipitor (Atorvastatin) ની પેટન્ટ પૂરી થઈ, ત્યારે ભારતીય કંપનીઓએ અમેરિકા અને યુરોપના બજારમાં સસ્તી દવાઓ પૂરી પાડીને મોટું સ્થાન બનાવ્યું.
  • વર્ષ 2012 માં લોહી પાતળું કરવાની દવા Plavix (Clopidogrel) અને Viagra (Sildenafil) ની પેટન્ટ પૂરી થતાં ભારતે વૈશ્વિક સ્તરે મોટો જથ્થો સપ્લાય કર્યો.
  • વર્ષ 2013 માં Supreme Court of India એ Novartis કંપનીની બ્લડ કેન્સરની દવા Imatinib ની પેટન્ટ લંબાવવાની અરજી ફગાવી દીધી. આ ચુકાદાથી USD 25,000 ની વાર્ષિક સારવારનો ખર્ચ ઘટીને ખૂબ સામાન્ય થઈ ગયો.
  • Hepatitis C ની મહત્વની દવા Sofosbuvir ની પેટન્ટ 2025 માં પૂરી થતાં ભારતનું Pharmacy of the Developing World તરીકેનું સ્થાન વધુ મજબૂત થયું છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

  • સેમાગ્લુટાઇડ પેટન્ટની મુદત પૂરી થવી ભારત માટે શા માટે મહત્વપૂર્ણ છે? આનાથી દેશની ફાર્મા કંપનીઓ સસ્તી GLP-1 દવાઓ બનાવી શકશે, જેથી દર્દીઓનો સારવાર ખર્ચ ઘટશે અને નિકાસની નવી તકો મળશે.
  • GLP-1 રિસેપ્ટર એગોનિસ્ટ એટલે શું? આ એવી દવાઓ છે જે ઇન્સ્યુલિન વધારીને, ભૂખ ઓછી કરીને અને હૃદયને સુરક્ષિત રાખીને Type-2 Diabetes અને વજન પર કાબૂ મેળવે છે.
  • સેમાગ્લુટાઇડથી ભારતનો ફાર્મા ઉદ્યોગ કેવી રીતે મજબૂત થશે? જેનરિક Semaglutide નું ઉત્પાદન કરવાથી દવાઓની નિકાસ વધશે, નવી પેપ્ટાઇડ ટેકનોલોજી આવશે અને સંશોધન તથા કાચા માલના નિર્માણમાં મોટું રોકાણ આવશે.