
નિપુણ: ભારતનું પ્રથમ સ્વદેશી ડાઇવિંગ સપોર્ટ વેસલ (DSV)
#GS-3 #સાયન્સ અને ટેકનોલોજી #સંરક્ષણ #વર્તમાન બનાવો #રાષ્ટ્રીય #આત્મનિર્ભર ભારત
શા માટે ચર્ચામાં છે?
- હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ (HSL) દ્વારા વિશાખાપટ્ટનમ ખાતે ભારતીય નૌકાદળને ‘નિપુણ’ સોંપવામાં આવ્યું છે.
- આ ભારતીય નૌકાદળ માટે તૈયાર કરવામાં આવેલું બીજું સ્વદેશી ડાઇવિંગ સપોર્ટ વેસલ (DSV) છે.
નિપુણ DSV નો પરિચય
- આ એક ખાસ પ્રકારનું દરિયાઈ જહાજ છે, જે ઊંડા દરિયામાં ડાઇવિંગ, સબમરીન બચાવ અને શોધ અભિયાન માટે બનાવવામાં આવ્યું છે.
- તે નિસ્તાર-ક્લાસ DSV શ્રેણીનું બીજું જહાજ છે, આ પહેલાં તેનું બહેન-જહાજ INS નિસ્તાર તૈયાર કરાયું હતું.
- આ સમગ્ર જહાજનું ડિઝાઇનિંગ અને બાંધકામ વિશાખાપટ્ટનમ ખાતે હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ (HSL) એ કર્યું છે.
- તેનો મુખ્ય હેતુ ભારતની દરિયાઈ ક્ષમતા મજબૂત કરવાનો છે, જેથી બચાવ કામગીરી માટે બીજા દેશો પર આધાર રાખવો ન પડે.
મુખ્ય વિશેષતાઓ
- આ જહાજની લંબાઈ 4 મીટર છે અને તેનું વજન 8,560 ટન થી વધુ છે.
- તેમાં 75%-80% જેટલો સામાન સ્વદેશી છે અને તેને બનાવવામાં SAIL કંપનીના સ્ટીલનો ઉપયોગ થયો છે.
- તેમાં આધુનિક ડાઇવિંગ સાધનો અને મુનપુલ સિસ્ટમ છે, જેથી ડાઇવર્સ ઊંડા દરિયામાં સુરક્ષિત કામ કરી શકે.
- સબમરીન દુર્ઘટના સમયે તે DSRV રેસ્ક્યુ વાહનોને લોન્ચ કરવા અને પાછા લાવવા માટે મધર શિપ તરીકે કામ કરે છે.
- તેમાં ખાસ પ્રકારના ROVs રોબોટ છે, જે ઊંડા પાણીમાં કામ કરતા ડાઇવર્સ પર નજર રાખે છે અને બચાવમાં મદદ કરે છે.
- આ જહાજ રિફિલિંગ વગર સતત 60 દિવસ સુધી દરિયામાં રહી શકે છે અને તેના પર ભારે હેલિકોપ્ટર ઉતારી શકાય છે.
મહત્વ
- તેનાથી ભારતીય નૌકાદળ ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં કોઈ પણ વિદેશી મદદ વગર સબમરીન બચાવ કામગીરી ઝડપથી કરી શકશે.
- આ જહાજ આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ સંરક્ષણ ક્ષેત્રે ભારતની વધતી તાકાત દર્શાવે છે.