ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઇઝેશન પ્રોગામ 3.0 (2026-2031) ની શરૂઆત

ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઇઝેશન પ્રોગામ 3.0 (2026-2031) ની શરૂઆત

#GS-2 #ગવર્નન્સ અને સામાજિક ન્યાય #ઈ-ગવર્નન્સ #ગુડ ગવર્નન્સ #GS-3 #અર્થતંત્ર #માળખાકીય સુવિધાઓ #કૃષિ #વર્તમાન ઘટનાઓ #રાષ્ટ્રીય

મુખ્ય મુદ્દા

  • કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રીએ 100% કેન્દ્રીય મદદ ધરાવતી DILRMP 3.0 (2026-2031) યોજનાની માર્ગદર્શિકા જાહેર કરી છે.
  • આ યોજનામાં ભારતના દરેક જમીન ધારકને 14-આંકડાનો યુનિક ભૂ-આધાર (ULPIN) નંબર આપવામાં આવશે.
  • જમીન સંસાધન વિભાગ (DoLR) દ્વારા અમલી આ યોજના હેઠળ 75 સબ-રજિસ્ટ્રાર કચેરીઓને રજિસ્ટ્રેશન સેવા કેન્દ્રો તરીકે વિકસાવવામાં આવશે.
  • મહેસૂલી અદાલતો (RCCMS) અને ડિજિટલ નકશાઓનું સંકલન કરીને જમીન વિવાદો ઘટાડવામાં આવશે અને KCC તથા કૃષિ ધિરાણ સરળ બનાવવામાં આવશે.

શા માટે ચર્ચામાં છે?

  • કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રીએ નવી દિલ્હી ખાતે DILRMP 3.0 (2026-2031) યોજના માટેની કામગીરીની માર્ગદર્શિકા જાહેર કરી છે.

DILRMP 3.0 વિશે

  • DILRMP 3.0 એ દેશમાં જમીનના રેકોર્ડ આધુનિક બનાવવાની ત્રીજા તબક્કાની કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે.
  • આ યોજના જૂના કાગળોના ડિજિટાઇઝેશનથી આગળ વધીને GIS આધારિત ડિજિટલ લેન્ડ સ્ટેક તૈયાર કરશે.
  • આ કાર્યક્રમનું સંચાલન કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય નો જમીન સંસાધન વિભાગ (DoLR) કરશે.
  • તેનો મુખ્ય હેતુ દેશમાં પારદર્શક અને વિવાદ વગરની જમીન વહીવટ પ્રણાલી ઊભી કરવાનો છે.
  • સરકારી કચેરીઓના ધક્કા બંધ કરીને આ યોજના ગ્રામીણ ખેડૂતો માટે જીવન સરળ બનાવશે અને વેપાર સુગમ બનાવશે.

મુખ્ય વિશેષતાઓ

  • આ યોજના હેઠળ દરેક જમીનના ટુકડાને 14-આંકડાનો યુનિક નંબર આપવામાં આવશે જેને ભૂ-આધાર (ULPIN) કહે છે.
  • તે જમીનના નકશાઓને ચોક્કસ લોકેશન સાથે ડિજિટલ બનાવશે અને શહેરી વિસ્તારો માટે NAKSHA પ્રોજેક્ટનો વિસ્તાર કરશે.
  • મિલકતની નોંધણી ઓનલાઇન થશે અને 75 સબ-રજિસ્ટ્રાર કચેરીઓને આધુનિક રજિસ્ટ્રેશન સેવા કેન્દ્રો માં બદલવામાં આવશે.
  • યોજના હેઠળ RCCMS સિસ્ટમને જમીનના રેકોર્ડ સાથે જોડાશે, જેથી કોર્ટ કેસની માહિતી તરત દેખાશે અને છેતરપિંડી અટકશે.
  • આ યોજનામાં 100% કેન્દ્રીય ભંડોળ મળશે, જેનું વિતરણ કામગીરી આધારીત રહેશે અને DILRMP-MIS તથા PFMS વડે મોનિટરિંગ થશે.

યોજનાનું મહત્વ

  • નોંધણી રજિસ્ટર, કોર્ટના કેસ અને નકશાઓ એકસાથે જોડાવાથી જમીનની સાચી માલિકી નક્કી થશે અને બોગસ ટ્રાન્સફર અટકશે.
  • જમીનના સ્પષ્ટ ડિજિટલ ટાઇટલ મળવાથી બેંકો ઝડપથી ચકાસણી કરશે, જેથી ખેડૂતોને KCC, પાક વીમો અને કૃષિ ધિરાણ ઝડપથી મળશે.