નાસાના જેમ્સ વેબ ટેલિસ્કોપે નવો એક્સોપ્લેનેટ બીટા પિક્ટોરિસ d શોધ્યો

નાસાના જેમ્સ વેબ ટેલિસ્કોપે નવો એક્સોપ્લેનેટ બીટા પિક્ટોરિસ d શોધ્યો

#GS-3 #સાયન્સ અને ટેકનોલોજી #સ્પેસ #એક્સોપ્લેનેટ #જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ

શા માટે ચર્ચામાં છે?

  • વૈજ્ઞાનિકોએ NASA ના James Webb Space Telescope (JWST) નો ઉપયોગ કરીને Beta Pictoris d નામનો એક નવો મોટો ગ્રહ શોધ્યો છે. આ ગ્રહ પૃથ્વીથી 63 પ્રકાશવર્ષ દૂર Milky Way ગેલેક્સીમાં આવેલા Beta Pictoris તારા મંડળમાં આવેલો છે.

બીટા પિક્ટોરિસ તારા મંડળ વિશે

  • Beta Pictoris એ લગભગ 23 મિલિયન વર્ષ જૂનું નવું તારા મંડળ છે. તે વૈજ્ઞાનિકોને ગ્રહોનું સર્જન અને તેમની આસપાસની ધૂળની રીંગ વચ્ચેના સંબંધો સમજવામાં મદદ કરે છે.
  • આ નવી શોધ પહેલા વૈજ્ઞાનિકો આ સિસ્ટમના બે મોટા ગ્રહો Beta Pictoris b અને Beta Pictoris c વિશે જાણતા હતા.
  • Beta Pictoris d ની શોધ સાથે આ સિસ્ટમ હવે દુનિયાનું એવું બીજું તારા મંડળ બની ગયું છે જેમાં ત્રણ કે તેથી વધુ ગ્રહોના સીધા ફોટા (Directly Imaged) લેવામાં આવ્યા હોય.

બીટા પિક્ટોરિસ d ગ્રહ વિશે

  • આ ગૅસ જાયન્ટ એક્સોપ્લેનેટ નુ વજન ગુરુ ગ્રહ (Jupiter) કરતાં ઓછામાં ઓછું બે ગણું છે, જે આ સિસ્ટમના ત્રણેય મોટા ગ્રહોમાં સૌથી નાનો છે.
  • તે પોતાના તારાથી 30 એસ્ટ્રોનોમિકલ યુનિટ (AU) દૂર ફરે છે, જે આપણા સૂર્યથી નેપ્ચ્યુન જેટલું જ અંતર છે અને આ ત્રણેય ગ્રહોમાં સૌથી મોટો ભ્રમણકક્ષા ધરાવે છે.
  • આ ગ્રહ અત્યાર સુધી ધૂળના ખૂબ ચમકતા પટ્ટા પાછળ છુપાયેલો હતો, તેથી સામાન્ય દૂરબીનથી તે જોઈ શકાતો નહોતો.

શોધ પદ્ધતિ

  • વૈજ્ઞાનિકો Beta Pictoris b નો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે JWST ના Near-Infrared Spectrograph (NIRSpec) સાધન વડે અચાનક આ ગ્રહના રાસાયણિક સંકેતો અને ગતિ મળી આવ્યા હતા.
  • કાર્બન મોનોક્સાઇડ શોષણ રેખાઓ ની મદદથી આ ગ્રહ હોવાની પુષ્ટિ થઈ હતી, અને બાદમાં Mid-Infrared Instrument (MIRI) સાધન વડે તેના વાતાવરણમાં પાણીની વરાળ અને મિથેન શોધાયા હતા.

શોધનું મહત્વ

  • મધ્યમ ક્ષમતાવાળા સ્પેક્ટ્રોસ્કોપી ટેકનિક વડે સીધો ફોટો પાડીને શોધાયેલો આ પહેલો એક્સોપ્લેનેટ છે, જે રાસાયણિક નિશાનીઓની મદદથી છુપાયેલા ગ્રહો શોધવાનો નવો માર્ગ દર્શાવે છે.