લડાખ ગ્લેશિયલ વોટર ઇનિશિયેટિવ: જળ સુરક્ષા માટે સ્થાનિક સ્તરનો સફળ ઉપાય

લડાખ ગ્લેશિયલ વોટર ઇનિશિયેટિવ: જળ સુરક્ષા માટે સ્થાનિક સ્તરનો સફળ ઉપાય

#GS-2 #GS-3 #ગવર્નન્સ અને સામાજિક ન્યાય #સુશાસન #પર્યાવરણ #ટકેઉ વિકાસ #વર્તમાન ઘટનાઓ #રાષ્ટ્રીય #જળ વ્યવસ્થાપન #લડાખ

મુખ્ય મુદ્દા

  • લડાખ વહીવટીતંત્રે સાદા માટીકામ દ્વારા સ્ટોક કાંગરી ગ્લેશિયરમાંથી વહેતા દૈનિક 90 મિલિયન લીટર બરફના પાણીને સિંચાઈની નહેરો તરફ વાળ્યું છે.
  • આ યોજના હેઠળ 80 મિલિયન લીટર પાણી ઈગુ-ફે કેનાલમાં અને 10 મિલિયન લીટર પાણી ચુચોટ ગામ તરફ મોકલવામાં આવ્યું.
  • કોઈ પણ મોટો ખર્ચ કર્યા વગર હાથ ધરાયેલા આ કામથી 12 ગામોની 1,000 એકર કરતાં વધુ જમીનને સિંચાઈનું નિયમિત પાણી મળતું થયું છે.
  • આ પહેલ સ્થાનિક લોકભાગીદારી, વહીવટી સંવેદનશીલતા અને જળ સુરક્ષા ક્ષેત્રે એક ઉત્તમ મોડેલ પૂરું પાડે છે.

શા માટે ચર્ચામાં છે: લડાખ ગ્લેશિયલ વોટર ઇનિશિયેટિવ

  • લડાખના ચુચોટ અને આસપાસના ગામોમાં ખેતરો પાણી વગર સૂકા રહેતા હતા, જ્યારે ગ્લેશિયરનું કરોડો લીટર પાણી સિંધુ નદીમાં નકામું વહી જતું હતું.
  • ગામના પરંપરાગત વડાએ આ પાણીની તંગી દૂર કરવા માટે ઉપરાજ્યપાલને સીધી રજૂઆત કરી હતી.
  • સ્થાનિક વહીવટીતંત્રે તપાસ કરીને સ્ટોક કાંગરી ગ્લેશિયરમાંથી નીકળતી વોટર સ્ટ્રીમ શોધી કાઢી, જેમાં દરરોજ 90 મિલિયન લીટર પાણી વહેતું હતું.
  • નવો મોટો સરકારી ખર્ચ કરવાને બદલે અધિકારીઓએ સાદા માટીકામ વડે આ પાણીને જૂની સિંચાઈ કેનાલો સાથે જોડી દીધું.
  • આયોજન મુજબ 80 મિલિયન લીટર પાણી ઈગુ-ફે કેનાલમાં મોકલાયું અને બીજું 10 મિલિયન લીટર પાણી ચુચોટ ગામ તરફ વાળવામાં આવ્યું.
  • આ નાના ફેરફારથી હવે 12 ગામોની 1,000 એકર કરતાં વધુ જમીનને સિંચાઈનું નિયમિત પાણી મળે છે અને વારાબંધીમાંથી મુક્તિ મળી છે.
  • આ પહેલ દર્શાવે છે કે સ્થાનિક જ્ઞાન, સંવેદનશીલ વહીવટ અને જૂની સુવિધાઓનો ઉપયોગ કરીને પાણીનો મોટો પ્રશ્ન ઉકેલી શકાય છે.

જીપીએસસી અને યુપીએસસી સિલેબસ સાથે સુસંગતતા

  • GS પેપર II માં આ ઉદાહરણ સંવેદનશીલ વહીવટ, વિકેન્દ્રીકરણ અને સ્થાનિક લોકોની ભાગીદારી સમજાવવા માટે ઉપયોગી છે.
  • GS પેપર IV માં વહીવટીતંત્રની સંવેદનશીલતા, જાહેર સેવા પ્રત્યેની નિષ્ઠા અને પ્રજાભિમુખ શાસન માટે આ એક ઉત્તમ કેસ સ્ટડી છે.
  • નિબંધ લેખનમાં વિદ્યાર્થીઓ જળ સુરક્ષા, સ્થાનિક ઉપાયો અને આબોહવા પરિવર્તન સામે ટકાઉ વિકાસ જેવા વિષયો માટે આ ઉદાહરણ ટાંકી શકે છે.