ભારત સેમિકન્ડક્ટર મિશન 2.0 અને ટેકનોલોજીકલ આત્મનિર્ભરતા તરફ કદમ

ભારત સેમિકન્ડક્ટર મિશન 2.0 અને ટેકનોલોજીકલ આત્મનિર્ભરતા તરફ કદમ

#GS-2 #GS-3 #ગુડ ગવર્નન્સ અને સામાજિક ન્યાય #અર્થતંત્ર #વિજ્ઞાન અને ટેકનોલોજી #વર્તમાન બનાવો #સુશાસન #ઇન્ફ્રાસ્ટ્રક્ચર #આઈસીટી #રાષ્ટ્રીય #સેમિકન્ડક્ટર #ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન

શા માટે ચર્ચામાં છે?

  • કેન્દ્રીય કેબિનેટે **₹1.27 લાખ કરોડ**ના બજેટ સાથે **ભારત સેમિકન્ડક્ટર મિશન 2.0 (ISM 2.0)** ને મંજૂરી આપી છે, જે દેશની ટેકનોલોજી નીતિમાં મોટો બદલાવ લાવશે.
  • **₹62,500 કરોડ**ની **મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગ સ્કીમ (MPMS)** સાથે મળીને આ મિશન ભારતને માત્ર ટેકનોલોજી વાપરનાર દેશમાંથી વૈશ્વિક સેમિકન્ડક્ટર ઉત્પાદન કેન્દ્ર બનાવશે.

ભારતના સિલિકોન મિશનનો પરિચય

  • **સેમિકોન 2.0** હેઠળ ભારતનું લક્ષ્ય ચિપ ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ, કાચો માલ અને રિસર્ચ ક્ષેત્રે આત્મનિર્ભર બનવાનું છે, જેથી સપ્લાય ચેઇન સુરક્ષિત રહે અને દેશ ટેક હબ બની શકે.

ISM 2.0 ના છ મુખ્ય સ્તંભો

  • **ડિઝાઇન લિંક્ડ ઇન્સેન્ટિવ (DLI)** યોજના હેઠળ ભારતીય સ્ટાર્ટઅપ્સ પોતાના બૌદ્ધિક સંપદા અધિકારો દેશમાં જ જાળવી શકશે.
  • આ મિશન હેઠળ જૂની અને નવી બંને ટેકનોલોજી પર આધારિત સિલિકોન, કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે બનાવતી ફેક્ટરીઓ સ્થાપવામાં આવશે.
  • એઆઈ અને સુપરકમ્પ્યુટિંગ માટે જરૂરી હાર્ડવેર તૈયાર કરવા **એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ (ATMP/OSAT)** ક્ષમતાઓ વધારવામાં આવશે.
  • ખાસ કેમિકલ્સ, શુદ્ધ ગેસ, સિલિકોન વેફર અને ચોક્કસ મશીનરી દેશમાં જ બને તે માટે સબસિડી આપવામાં આવશે.
  • આ મિશન **7nm** થી નાની ચિપ, 3D ચિપલેટ્સ અને ઓપ્ટિકલ ચિપ્સ જેવા આધુનિક સંશોધનો માટે ભંડોળ પૂરું પાડશે.
  • યુનિવર્સિટીઓ અને ઉદ્યોગો ભેગા મળીને નવા પ્રોસેસ એન્જિનિયર્સ, મટીરીયલ વૈજ્ઞાનિકો અને **VLSI** ડિઝાઇનર્સ તૈયાર કરશે.

આત્મનિર્ભરતાની જરૂરિયાત

  • કોરોના સમયમાં સપ્લાય ચેઇન ખોરવાતા ખબર પડી કે વિદેશી ચિપ્સ પર નિર્ભર રહેવાથી કાર, ઈલેક્ટ્રોનિક્સ અને તબીબી સાધનોનું ઉત્પાદન અટકી જાય છે.
  • તાઈવાન, દક્ષિણ કોરિયા, ચીન, જાપાન અને અમેરિકા જેવા જૂથો પર વધુ પડતી નિર્ભરતા યુદ્ધ કે વિવાદ વખતે આર્થિક જોખમ ઊભું કરે છે.
  • સેટેલાઈટ, સંરક્ષણ સાધનો, **5G/6G** અને એઆઈ ચિપ્સ પર ચાલે છે, તેથી વિદેશી બનાવટ પર આધાર રાખવો સુરક્ષા માટે ખતરનાક છે.
  • **₹62,500 કરોડ**ની મોબાઈલ ઉત્પાદન યોજનાથી દેશમાં બનેલી ચિપ્સ માટે સ્થાનિક સ્તરે જ તુરંત બજાર મળી રહેશે.

આર્થિક પાસું

  • ભારતનું ચિપ બજાર વર્ષ **2024-25** માં **$50 બિલિયન**નું હતું, જે **2030** સુધીમાં **$100 બિલિયન**થી વધી જશે. આનાથી આયાત ઘટશે અને વેપાર ખાધ ઓછી થશે.
  • આ ઉદ્યોગ દેશમાં કેમિકલ ટેકનિશિયન, મટીરીયલ સાયન્ટિસ્ટ અને ચિપ ડિઝાઇનરો માટે ઉચ્ચ કૌશલ્યવાળી રોજગારી ઊભી કરશે.
  • સ્થાનિક સ્તરે ચિપ્સ બનવાથી ઈલેક્ટ્રિક વાહનો, **5G/6G** ટેલિકોમ અને ડેટા સેન્ટરો માટે ઉત્પાદન ખર્ચ ઘટી જશે.

ભૂ-રાજકીય અને વ્યૂહાત્મક પાસું

  • દુનિયાની મોટાભાગની ચિપ્સ પૂર્વ એશિયામાં બને છે, તેથી ભારતમાં પ્લાન્ટ શરૂ કરવાથી યુદ્ધ કે કુદરતી હોનારત સમયે દેશને અસર નહીં થાય.
  • એઆઈ, ઉપગ્રહ અને સંરક્ષણ સાધનો માટે ચિપ્સ ખૂબ જરૂરી છે, તેથી વિદેશી પ્લાન્ટ્સ પર નિર્ભર રહેવાથી કટોકટી વખતે જોખમ રહે છે.
  • આ મિશન **US-India iCET** જેવી ટેકનોલોજી ભાગીદારી તથા જાપાન, યુરોપિયન યુનિયન અને સિંગાપોર સાથેના સંબંધોને મજબૂત કરશે.

ટેકનોલોજીકલ અને ઔદ્યોગિક પાસું

  • ભારત હાલમાં ગાડીઓ અને ઘરગથ્થુ સાધનો માટે **28nm થી 110nm** ની ચિપ્સ બનાવવા પર ધ્યાન આપી રહ્યું છે, અને પાછળથી **7nm** થી નાની ચિપ્સ પર કામ કરશે.
  • અદ્યતન ચિપ પેકેજિંગ ટેકનોલોજીથી મોંઘા પ્લાન્ટ વગર પણ ચિપની ક્ષમતા સસ્તા દરે વધારી શકાય છે.

પડકારો

  • સેમિકન્ડક્ટર પ્લાન્ટ બનાવવા માટે **$5 બિલિયન થી $15 બિલિયન** નો મોટો ખર્ચ થાય છે અને ટેકનોલોજી બદલાતા નવું રોકાણ કરતા રહેવું પડે છે.
  • આ પ્લાન્ટ્સ માટે સતત વીજળી અને લાખો લિટર અતિ-શુદ્ધ પાણી જોઈએ છે, વીજળીમાં નાનો કાપ પણ આખી બેચ બગાડી શકે છે.
  • ભારતમાં ચિપ બનાવવા માટે વપરાતા ખાસ કેમિકલ્સ, ધાતુઓ અને મશીનરી બનાવતા સ્થાનિક સપ્લાયર્સ નથી.
  • ભારતના ઘણા કુશળ ચિપ એન્જિનિયરો ભૂતકાળમાં સારા પ્લાન્ટ્સ અને લેબ્સ ન હોવાના કારણે વિદેશમાં કામ કરી રહ્યા છે.

આગળનો માર્ગ

  • રાજ્ય સરકારોએ પાણીની રિસાયક્લિંગ વ્યવસ્થા અને બેવડી વીજ લાઈન ધરાવતા ખાસ ઔદ્યોગિક પાર્ક તૈયાર કરવા જોઈએ.
  • શરૂઆતમાં ઓાછા રોકાણ અને વધુ સ્થાનિક માંગ ધરાવતા સિલિકોન કાર્બાઇડ અને ગેલિયમ નાઇટ્રાઇડ જેવી ખાસ ચિપ્સ પર ધ્યાન આપવું જોઈએ.
  • બેલ્જિયમના **imec** અથવા તાઈવાનના **ITRI** ની જેમ **ઇન્ડિયા સેમિકન્ડક્ટર રિસર્ચ સેન્ટર (ISRC)** સ્થાપવું જોઈએ જેથી સંશોધનનો સીધો ફાયદો પ્લાન્ટ્સને મળે.
  • **ડિઝાઇન લિંક્ડ ઇન્સેન્ટિવ (DLI)** યોજના વિસ્તારવાથી નવા સાહસિકોને સોફ્ટવેર, ચિપ ટેસ્ટિંગ અને ફંડિંગની સરળ સુવિધા મળશે.

નિષ્કર્ષ

  • **ભારત સેમિકન્ડક્ટર મિશન 2.0** એ દેશની ટેકનોલોજીકલ સુરક્ષા અને ભારતને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં મજબૂત સ્થાન અપાવવા માટે અત્યંત જરૂરી છે.
  • સરકારી આર્થિક મદદ એક સારું સરુઆત છે, પરંતુ ખરી સફળતા સારા વહીવટ, મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંશોધન વાતાવરણ પર નિર્ભર રહેશે.