EIU દ્વારા ગ્લોબલ લિવેબિલિટી ઇન્ડેક્સ 2026 જાહેર કરાયો

EIU દ્વારા ગ્લોબલ લિવેબિલિટી ઇન્ડેક્સ 2026 જાહેર કરાયો

#GS-3 #અર્થતંત્ર #માળખાકીય સુવિધાઓ #પર્યાવરણ #પ્રદૂષણ #ટકેઉ વિકાસ #વર્તમાન બનાવો #આંતરાષ્ટ્રીય #ગ્લોબલ લિવેબિલિટી ઇન્ડેક્સ 2026 #ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ

શા માટે ચર્ચામાં છે?

  • ધ ઇકોનોમિસ્ટ ગ્રુપના સંશોધન વિભાગ ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ (EIU) દ્વારા ગ્લોબલ લિવેબિલિટી ઇન્ડેક્સ 2026 બહાર પાડવામાં આવ્યો છે, જેમાં વિશ્વના 173 શહેરોની જીવનશૈલીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.

ગ્લોબલ લિવેબિલિટી ઇન્ડેક્સ 2026 વિશે

  • આ ઇન્ડેક્સ દુનિયાના મુખ્ય શહેરોમાં રહેવા માટેની પરિસ્થિતિઓની સરખામણી કરતો એક વાર્ષિક અહેવાલ છે.
  • તેમાં શહેરોમાં સુરક્ષા, આરોગ્ય, સંસ્કૃતિ, પર્યાવરણ, શિક્ષણ અને માળખાકીય સુવિધાઓ કેટલી સારી છે તેનો હિસાબ મેળવવામાં આવે છે.
  • આ ઇન્ડેક્સ દર વર્ષે ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ (EIU) દ્વારા જાહેર કરવામાં આવે છે.
  • તેનો મુખ્ય હેતુ શહેરી સુવિધાઓની ગુણવત્તા ચકાસીને રહેવા માટે સૌથી શ્રેષ્ઠ અને સૌથી નબળા શહેરો શોધવાનો છે.

પાંચ મુખ્ય મૂલ્યાંકન માપદંડો

  • સ્થિરતા (25%): આ માપદંડ હેઠળ ગુનાખોરી, આતંકવાદ, સૈન્ય સંઘર્ષ અને આંતરિક અશાંતિ જોઈને શહેરની સુરક્ષા નક્કી થાય છે.
  • સંસ્કૃતિ અને પર્યાવરણ (25%): આમાં હવામાન, ભ્રષ્ટાચાર, સામાજિક નિયંત્રણો, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રમતગમત અને ગ્રાહક વસ્તુઓની ઉપલબ્ધતા ચકાસાય છે.
  • આરોગ્ય સંભાળ (20%): આ વિભાગમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોની સુવિધા, દવાની સરળતા અને એકંદર આરોગ્ય સેવાની સ્થિતિ જોવાય છે.
  • માળખાકીય સુવિધાઓ (20%): આમાં રસ્તાઓ, જાહેર વાહનવ્યવહાર, મકાનો, વીજળી, પીવાનું પાણી અને કમ્યુનિકેશન નેટવર્કનું મૂલ્યાંકન થાય છે.
  • શિક્ષણ (10%): આ માપદંડમાં સરકારી અને ખાનગી શાળા-કોલેજોની ગુણવત્તા અને તેમાં મળતા પ્રવેશની સ્થિતિ જોવાય છે.

ભારતીય શહેરોનું પ્રદર્શન

  • ભારતમાં નવી દિલ્હી પ્રથમ ક્રમે છે, જ્યારે વિશ્વમાં તેનો 120મો રેન્ક છે.
  • મુંબઈ ભારતમાં બીજા સ્થાને અને વિશ્વ સ્તરે 121મા ક્રમે છે.
  • ચેન્નઈ ભારતમાં ત્રીજા ક્રમે અને વિશ્વમાં 123મા ક્રમે આવે છે.
  • બેંગલુરુ ભારતમાં ચોથા ક્રમે છે અને વિશ્વમાં 127મો રેન્ક ધરાવે છે.

ભારતના નીચા રેન્કિંગ પાછળના મુખ્ય કારણો

  • હવાનું ભારે પ્રદૂષણ, વધતું તાપમાન, કચરાના નિકાલની નબળી વ્યવસ્થા અને પર્યાવરણનું ધોવાણ શહેરોનું જીવન ધોરણ બગાડે છે.
  • સરકારી હોસ્પિટલોમાં ઓછી જગ્યાઓ અને સારવાર પાછળ થતો મોટો વ્યક્તિગત ખર્ચ સારી આરોગ્ય સેવાઓ મેળવવામાં મોટી અડચણ છે.
  • અણધારી રીતે વધી રહેલા શહેરીકરણના કારણે ટ્રાફિકની સમસ્યા, મકાનોની અછત, ઝૂંપડપટ્ટીઓનો વિસ્તાર, પાણીની કટોકટી અને ચોમાસામાં પૂર જેવી મુશ્કેલીઓ ઊભી થાય છે.