EPFO 3.0 સુધારા: સામાજિક સુરક્ષાનો નવો યુગ

EPFO 3.0 સુધારા: સામાજિક સુરક્ષાનો નવો યુગ

#GS-2 #શાસન અને સામાજિક ન્યાય #વંચિત વર્ગો #GS-3 #અર્થતંત્ર #રોજગારી #વર્તમાન ઘટનાઓ #રાષ્ટ્રીય #EPFO 3.0 સુધારા #સામાજિક સુરક્ષા #ગિગ વર્કર્સ

શા માટે ચર્ચામાં છે?

  • કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ તેની નવી EPFO 3.0 સુધારણા યોજના જાહેર કરી છે. આ યોજના જૂના EPFO 2.0 માળખાથી આગળ વધીને કામદારોને વધુ સેવાઓ આપશે.

EPFO 3.0 શું છે?

  • EPFO 3.0 એ ભારતમાં પેન્શન અને સામાજિક સુરક્ષા સંભાળવા માટેની આધુનિક સિસ્ટમ છે. તે EPFO ને માત્ર મોટા ઉદ્યોગો પૂરતું સીમિત રાખવાને બદલે અસંગઠિત ક્ષેત્ર અને ડિલિવરી વર્કર્સ સુધી લંબાવશે.

EPFO 3.0 ના હેતુઓ

  • EPFO 3.0 નો મુખ્ય હેતુ દેશના દરેક કામદારને પેન્શનનો લાભ આપવાનો છે. આ યોજના BOCW હેઠળ નોંધાયેલા બાંધકામ કામદારો અને ડિજિટલ એપ પર કામ કરતા ગિગ વર્કર્સને સુરક્ષા આપશે. સાથે જ તે કર્મચારીઓને મોંઘવારી સામે રક્ષણ આપતા નિવૃત્તિ વિકલ્પો આપશે.

EPFO 3.0 ની મુખ્ય લાક્ષણિકતાઓ

  • કોર બેંકિંગ સોલ્યુશન (CBS) ટેકનોલોજી: આ સિસ્ટમ RBI ના નિયમો મુજબ ચાલતા Core Banking Solution (CBS) સોફ્ટવેર પર કામ કરશે. આનાથી 60 કરોડ થી વધુ કર્મચારીઓના નાના-મોટા વ્યવહારો એક જ જગ્યાએથી ઝડપથી થઈ શકશે.
  • ટાર્ગેટ રિટાયરમેન્ટ સમ (TRS) માળખું: આ પદ્ધતિમાં કર્મચારી પોતાની જરૂરિયાત મુજબનું પેન્શન જાતે નક્કી કરી શકશે. સભ્યો પોતાનું Target Retirement Sum (TRS) નક્કી કરીને ઓનલાઈન ડેશબોર્ડ પરથી પોતાનું રોકાણ જોઈ શકશે.
  • બે પ્રકારના ઉપાડ વિકલ્પો: નિવૃત્તિ સમયે ભેગી થયેલી રકમને નિયમિત પેન્શનમાં અથવા Systematic Withdrawal Plan (SWP) માં બદલી શકાશે. આનાથી નિવૃત્ત કર્મચારી પોતાની જરૂરિયાત મુજબ દર મહિને પૈસા ઉપાડી શકશે.
  • ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સનું કવરેજ: આ વ્યવસ્થા Code on Social Security ને અમલમાં મૂકીને ગિગ વર્કર્સને EPFO માં જોડશે. એપ્લિકેશન કંપનીઓના ટર્નઓવરમાંથી 1% થી 2% રકમ સીધી તેમના ખાતામાં જમા થશે.
  • એક UAN સાથે બહુવિધ જોડાણ: હવે એક જ Universal Account Number (UAN) ને એકસાથે અનેક કંપનીઓ અથવા એપ્સ સાથે જોડી શકાશે. આનાથી અલગ-અલગ ખાતા ખોલવાની ઝંઝટ દૂર થશે.
  • વિવિધ સ્ત્રોતોમાંથી જમા રકમ: આ ખાતામાં માત્ર પગારમાંથી જ નહીં, પરંતુ સરકાર, CSR ફંડ, દાન અથવા ડિલિવરી એપમાં મળતી ટીપમાંથી પણ રકમ જમા થઈ શકશે.

મહત્વ

  • તે અસંગઠિત ક્ષેત્ર, બાંધકામ અને ડિલિવરી ક્ષેત્રના કામદારો સુધી સામાજિક સુરક્ષાનો વ્યાપ વધારશે.
  • તે ડિજિટલ સાધનો અને સરળ ઉપાડના વિકલ્પો આપીને નિવૃત્તિ આયોજનને વધુ સરળ અને આધુનિક બનાવશે.