
Eärendil-1 મિશન: અંતરિક્ષમાંથી પૃથ્વી પર સૂર્યપ્રકાશ મોકલવાનો પ્રયોગ
#GS-3 #વિજ્ઞાન અને ટેકનોલોજી #અંતરિક્ષ #ઊર્જા #વર્તમાન બનાવો #આંતરરાષ્ટ્રીય
શા માટે ચર્ચામાં છે?
- યુએસ ફેડરલ કમ્યુનિકેશન્સ કમિશન (FCC) એ સ્પેસ-ટેક સ્ટાર્ટઅપ રિફ્લેક્ટ ઓર્બિટલ ને તેના આગામી Eärendil-1 મિશન માટે બે વર્ષ નું મર્યાદિત ઓપરેટિંગ લાયસન્સ આપ્યું છે.
Eärendil-1 મિશન વિશે
- આ ઉપગ્રહનું નામ Eärendil-1 જે.આર.આર. ટોલ્કિનની વાર્તાના એક પાત્ર પરથી રાખવામાં આવ્યું છે, અને તે અંતરિક્ષમાં અરીસા તરીકે કામ કરીને પૃથ્વી પર સૂર્યપ્રકાશ રિફ્લેક્ટ કરવાની ક્ષમતા ચકાસશે.
- કેલિફોર્નિયા સ્થિત એરોસ્પેસ સ્ટાર્ટઅપ રિફ્લેક્ટ ઓર્બિટલ એ આ સેટેલાઇટ બનાવ્યો છે અને તે જ તેનું સંચાલન કરશે.
- આ મિશનનો મુખ્ય હેતુ સૂર્યાસ્ત પછી પણ ચોક્કસ જગ્યાઓ પર સૂર્યપ્રકાશ પહોંચાડવાનો છે, જેથી સોલાર પાવરનું ઉત્પાદન વધારી શકાય અને આપત્તિ સમયે રાહત કામગીરી માટે અજવાળું આપી શકાય.
મુખ્ય ઓર્બિટલ અને ટેકનિકલ લાક્ષણિકતાઓ
- સેટેલાઇટમાં અત્યંત હળવો અરીસા જેવો રિફ્લેક્ટર લગાવ્યો છે, જે લોન્ચિંગ સમયે વળેલો રહેશે અને સ્પેસમાં પહોંચ્યા પછી આપમેળે ખુલી જશે.
- આ રિફ્લેક્ટરને મોટર સિસ્ટમ વડે ગમે તે દિશામાં ફેરવી શકાશે, જેથી પૃથ્વી પર જ્યાં અંધારું હોય ત્યાં બરાબર માપસર સૂર્યપ્રકાશ ફેંકી શકાય.
- આ સેટેલાઇટ પૃથ્વીથી લગભગ 625 કિમી ની ઊંચાઈ પર LEO ઓર્બિટમાં ફરશે, જેથી પૃથ્વી નજીક હોવાથી પ્રકાશ સારી રીતે પહોંચાડી શકાય.
- આ સેટેલાઇટ 88° ના ઊંચા ઝુકાવ વાળા ઓર્બિટમાં રહેશે, જેના કારણે તે ધ્રુવીય વિસ્તારો નજીક પહોંચી શકશે અને દુનિયાના મોટાભાગના સોલાર પ્લાન્ટ સુધી પ્રકાશ પહોંચાડી શકશે.
વ્યૂહાત્મક મહત્વ અને ચિંતાઓ
- સાંજ પછી પણ સોલાર પ્લાન્ટ પર પ્રકાશ પાડવાથી વીજળીનું ઉત્પાદન વધશે, જેનાથી મોંઘી બેટરીઓ પરની નિર્ભરતા ઘટશે અને કંપનીઓની કમાણી વધશે.
- જોકે વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આવા સ્પેસ મિરરથી રાત્રિનું આકાશ વધુ પડતું અજવાળિયા વાળું થઈ જશે, જે અવકાશશાસ્ત્રીઓના સંશોધનને બગાડી શકે છે અને કુદરતી વાતાવરણને અસર કરી શકે છે.