
નાણાકીય ક્ષેત્ર માટે ડિજિટલ થ્રેટ રિપોર્ટ 2025-26 જાહેર કરાયો
#GS-3 #વિજ્ઞાન અને ટેકનોલોજી #સાયબર સુરક્ષા #અર્થતંત્ર #બેંકિંગ #વર્તમાન ઘટનાઓ #રાષ્ટ્રીય
શા માટે ચર્ચામાં છે?
- ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY) એ ડિજિટલ થ્રેટ રિપોર્ટ 2025-26 ની બીજી આવૃત્તિ બહાર પાડી છે.
- દેશના BFSI અને ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રને સાયબર હુમલાઓ સામે મજબૂત બનાવવા માટે તેમણે CERT-In, CSIRT-Fin અને SISA સાથે મળીને આ રિપોર્ટ તૈયાર કર્યો છે.
ડિજિટલ થ્રેટ રિપોર્ટ 2025-26 ના મુખ્ય મુદ્દા
- આ રિપોર્ટમાં AI Asymmetry ને સૌથી મોટું સાયબર જોખમ ગણાવવામાં આવ્યું છે, કારણ કે AI નો ઉપયોગ કરતા હેકર્સ બચાવ સિસ્ટમ અને સરકારી નિયમો કરતાં વધુ ઝડપથી આગળ વધી રહ્યા છે.
- હવે ઓછા સંસાધનો ધરાવતા ગુનેગારો પણ AI સાધનોની મદદથી ખૂબ ઝડપી હુમલા કરી શકે છે, જેના કારણે બેંકિંગ અને નાણાકીય ક્ષેત્ર માટે જોખમ ઘણું વધી ગયું છે.
- AI Asymmetry એવો અસંતુલન દર્શાવે છે જ્યાં સાયબર ગુનેગારો AI નો ઉપયોગ કરીને એટલી ઝડપે હુમલા કરે છે કે કંપનીઓ તેને સમયસર ઓળખી કે રોકી શકતી નથી.
- સાયબર ખામી શોધવા અને તેનો દુરુપયોગ કરવા વચ્ચેનો સમય હવે ખૂબ ઘટી ગયો છે, જ્યાં પહેલાં જેમાં વર્ષો લાગતા હતા હવે તે હુમલા મહિનાઓ કે અઠવાડિયાઓ માં થઈ જાય છે.
- હવે સાયબર હુમલા માત્ર સીધા કમ્પ્યુટર હેકિંગ પુરતા મર્યાદિત નથી રહ્યા, પરંતુ ગુનેગારો પાસવર્ડ ચોરી, સોશિયલ એન્જિનિયરિંગ, સપ્લાય ચેઇનની ખામીઓ અને બનાવટી યુઝર આઈડીનો ઉપયોગ કરે છે.
- સાયબર સુરક્ષાની નિષ્ફળતા સમજાવવા માટે રિપોર્ટમાં 4-લેયર ગેપ આર્કિ ટાઇપ ફ્રેમવર્ક રજૂ કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે મોટા સાયબર હુમલા કોઈ એક ભૂલથી નહીં પરંતુ અનેક ખામીઓની સાંકળને કારણે થાય છે.
- આ માળખું સંસ્થાઓને તેમની સિસ્ટમમાં રહેલી પાયાની નબળાઈઓ ઓળખવામાં અને સાયબર સુરક્ષામાં સાચું રોકાણ કરવામાં મદદ કરે છે.
- સાયબર સુરક્ષા મજબૂત કરવા માટે રિપોર્ટમાં 18 મહિનાનો રોડમેપ આપવામાં આવ્યો છે, જે સંસ્થાઓને સુરક્ષા નિયંત્રણો સુધારવા, સતત જોખમ તપાસવા અને માહિતીની આપ-લે વધારવામાં મદદ કરશે.
મુખ્ય ભલામણો
- રિપોર્ટમાં અમુક સમયાંતરે થતા ઓડિટના બદલે સતત સાયબર જોખમોનું મૂલ્યાંકન કરવા, સમયસર જોખમની માહિતી શેર કરવા અને Digital Forensics and Incident Response (DFIR) સાથે કલાઉડ સુરક્ષા મજબૂત કરવા જણાવાયું છે.
- નાણાકીય સંસ્થાઓએ AI થી ચાલતી સુરક્ષા સિસ્ટમ અપનાવવી જોઈએ અને ડિજિટલ નાણાકીય વ્યવહારો સુરક્ષિત રાખવા માટે બેંકો, નિયમનકારો તથા સાયબર એજન્સીઓ વચ્ચે સારું સંકલન રાખવું જોઈએ.
CERT-In (સર્ટ-ઇન)
- ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ MeitY હેઠળ સાયબર સુરક્ષા ઘટનાઓ સામે કામ કરતી દેશની મુખ્ય નોડલ એજન્સી છે.
- ઇન્ફોર્મેશન ટેકનોલોજી (એમેન્ડમેન્ટ) એક્ટ, 2008 હેઠળ સ્થાપિત આ એજન્સી સાયબર જોખમોનો ડેટા ભેગો કરે છે, ચેતવણીઓ આપે છે અને દેશમાં સાયબર સુરક્ષા માટે માર્ગદર્શિકા બહાર પાડે છે.
CSIRT-Fin (સીએસઆઇઆરટી-ફિન)
- કમ્પ્યુટર સિક્યુરિટી ઇન્સિડન્ટ રિસ્પોન્સ ટીમ ઇન ફાઇનાન્સ (CSIRT-Fin) એ ભારતના નાણાકીય ક્ષેત્ર માટે ખાસ કામ કરતી સાયબર એજન્સી છે.
- આ એજન્સી બેંકિંગ, શેરબજાર, વીમા અને પેન્શન ક્ષેત્રમાં સાયબર હુમલા રોકવા અને તેના નિવારણનું કામ કરે છે.
- તે સાયબર જોખમોની ચેતવણીઓ આપે છે, કટોકટીમાં મદદ કરે છે અને નાણાકીય સંસ્થાઓમાં સાયબર જાગૃતિ વધારવાનું કામ કરે છે.
SISA (સિસા)
- SISA એ ભારતમાં શરૂ થયેલી વૈશ્વિક સાયબર સિક્યુરિટી કંપની છે, જે નાણાકીય સેવાઓ અને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ માટે કામ કરે છે.
- આ કંપની AI અને સાયબર સુરક્ષાનો ઉપયોગ કરીને ડિજિટલ ફોરેન્સિક્સ અને પેમેન્ટ સિક્યુરિટી સોલ્યુશન્સ આપે છે, તથા 40 થી વધુ દેશો ની બેંકોને સેવા પૂરી પાડે છે.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
- ડિજિટલ થ્રેટ રિપોર્ટ 2025-26 શું છે? આ રિપોર્ટ MeitY, CERT-In, CSIRT-Fin અને SISA દ્વારા બહાર પાડવામાં આવ્યો છે, જે BFSI ક્ષેત્રમાં સાયબર જોખમો તપાસીને ડિજિટલ વ્યવહારો સુરક્ષિત કરવાની સલાહ આપે છે.
- AI Asymmetry શું છે? આ એક એવું જોખમી અસંતુલન છે જ્યાં AI નો ઉપયોગ કરતા હેકર્સ સરકારી નિયમો અને બચાવ સિસ્ટમ કરતાં વધુ ઝડપે નવી ટેકનોલોજી અપનાવી લે છે.
- CERT-In શું છે? તે MeitY હેઠળ ભારતની મુખ્ય સાયબર એજન્સી છે, જેને ઇન્ફોર્મેશન ટેકનોલોજી (એમેન્ડમેન્ટ) એક્ટ, 2008 હેઠળ માન્યતા આપેલી છે.
- CSIRT-Fin શું છે? તે ભારતના બેંકિંગ, વીમા, શેરબજાર અને પેન્શન ક્ષેત્રની સાયબર સુરક્ષા માટે કામ કરતી વિશિષ્ટ એજન્સી છે.
- ડિજિટલ થ્રેટ રિપોર્ટ 2025-26 ની મુખ્ય ભલામણો કઈ છે? આ રિપોર્ટ નાણાકીય ક્ષેત્ર માટે સતત જોખમ તપાસ, AI આધારિત સુરક્ષા, ત્વરિત માહિતી આપ-લે અને મજબૂત કલાઉડ સુરક્ષાની ભલામણ કરે છે.