
ભારતમાં સંરક્ષણ ક્ષેત્રના એક દાયકાના મહત્ત્વપૂર્ણ સુધારા
#જીએસ-૩ #વિજ્ઞાન અને ટેકનોલોજી #સંરક્ષણ #અર્થતંત્ર #વિકાસ #ઇન્ફ્રાસ્ટ્રક્ચર #વર્તમાન ઘટનાઓ #રાષ્ટ્રીય #આત્મનિર્ભર ભારત #સંરક્ષણ ક્ષેત્રના સુધારા
શા માટે ચર્ચામાં છે?
- છેલ્લા એક દાયકામાં ભારતે વધુ રોકાણ, નીતિગત સુધારા, ટેકનોલોજી અને વૈશ્વિક ભાગીદારી દ્વારા પોતાની સૈન્ય તાકાતમાં વધારો કર્યો છે.
- આપણો દેશ હવે વિદેશી હથિયારો પર નિર્ભર રહેવાને બદલે આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત ૨૦૪૭ ની યોજના સાથે દેશમાં જ સૈન્ય સાધનો બનાવી રહ્યો છે.
વધતું સંરક્ષણ બજેટ
- સરકારે દેશની સુરક્ષા મજબૂત કરવા માટે સંરક્ષણ બજેટ નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪ ના ₹૨.૫૩ લાખ કરોડ થી વધારીને નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માં ₹૭.૮૫ લાખ કરોડ કર્યું છે.
- નવા હથિયારો અને મિલિટરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખરીદવા માટેનું કેપિટલ બજેટ ૨૦૧૪-૧૫ ના ₹૯૪,૫૮૭.૯૫ કરોડ થી વધીને ૨૦૨૬-૨૭ માં ₹૨.૧૯ લાખ કરોડ પહોંચી ગયું છે.
R&D દ્વારા સંરક્ષણ ક્ષમતાનું સબળીકરણ
- સંરક્ષણ સંશોધન અને વિકાસ માટેનું બજેટ ૧૧૨% થી વધુ વધીને ૨૦૧૪-૧૫ ના ₹૧૩,૭૧૬.૧૪ કરોડ થી ૨૦૨૬-૨૭ માં ₹૨૯,૧૦૦.૨૫ કરોડ થયું છે.
- વર્ષ ૨૦૨૨-૨૩ થી સરકારે સંરક્ષણ R&D બજેટનો ૨૫% હિસ્સો ખાનગી કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે ખુલ્લો મૂક્યો છે.
- વર્ષ ૨૦૨૪ માં સંરક્ષણ વિભાગે ખાનગી ઉદ્યોગો સાથે મળીને સંશોધન કરવા માટે ₹૧,૭૫૭ કરોડ ખર્ચ્યા હતા.
- DRDO એ પોતાની ૨૪ લેબ્સ ની વિશ્વસ્તરીય સુવિધાઓને ડિફેન્સ ટેસ્ટિંગ પોર્ટલ દ્વારા ખાનગી કંપનીઓ માટે ખુલ્લી મૂકી છે.
સંરક્ષણ ક્ષેત્રે નવતર પ્રયોગો (iDEX)
- iDEX કાર્યક્રમ સ્ટાર્ટઅપ્સ, MSME અને સંશોધકોને જોડીને દેશી સંરક્ષણ ટેકનોલોજી વિકસાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે.
- ડિફેન્સ ઇનોવેશન ઓર્ગેનાઇઝેશન (DIO) દ્વારા iDEX માટે ૨૦૨૧-૨૨ થી ૨૦૨૫-૨૬ દરમિયાન ₹૪૯૮.૭૮ કરોડ અને ADITI યોજના માટે ૨૦૨૩-૨૪ થી ૨૦૨૫-૨૬ માટે ₹૭૫૦ કરોડ ની સહાય આપી છે.
- માર્ચ ૨૦૨૬ સુધીમાં iDEX એ ૬૭૬ સ્ટાર્ટઅપ્સ સાથે મળીને કામ કર્યું છે અને ૫૫૧ કરાર સાઇન કર્યા છે.
ડેવલપમેન્ટ કમ પ્રોડક્શન પાર્ટનર (DcPP) મોડેલ
- DRDO એ સૈન્ય સાધનોના ડિઝાઇનિંગ અને ઉત્પાદન બંનેમાં ભારતીય ઉદ્યોગોને જોડવા માટે DcPP મોડેલ શરૂ કર્યું છે.
- દેશમાં ૨,૨૦૦ થી વધુ ઉદ્યોગો નું નેટવર્ક ઊભું થયું છે જે સૈન્યના સ્પેરપાર્ટ્સ અને મશીનો બનાવે છે.
- માર્ચ ૨૦૨૬ સુધીમાં ૧૩૪ કંપનીઓ ભાગીદાર બની છે, જેમાં ૨,૧૮૦ ટેકનોલોજી ટ્રાન્સફર કરાર અને ૨,૭૮૦ થી વધુ IP ઉદ્યોગો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે.
ટેકનોલોજી ડેવલપમેન્ટ ફંડ (TDF)
- DRDO દ્વારા ચલાવવામાં આવતું ટેકનોલોજી ડેવલપમેન્ટ ફંડ (TDF) ખાસ કરીને નાના ઉદ્યોગો અને MSME ને દેશી સૈન્ય ટેકનોલોજી બનાવવામાં મદદ કરે છે.
- આ યોજના હેઠળ એક પ્રોજેક્ટ માટે ₹૫૦ કરોડ સુધીની ગ્રાન્ટ મળે છે, અને એડવાન્સ ટેકનોલોજી માટે અલગથી ₹૫૦૦ કરોડ નું ભંડોળ રાખવામાં આવ્યું છે.
- જૂન ૨૦૨૬ સુધીમાં ₹૩૩૪ કરોડ ના ૮૦ પ્રોજેક્ટ મંજૂર થયા હતા, જેમાંથી બે સિસ્ટમ PSLV રોકેટ મિશન દ્વારા સ્પેસમાં પણ મોકલવામાં આવી છે.
DRDO ઇન્ડસ્ટ્રી એકેડેમિયા સેન્ટર ઓફ એક્સેલન્સ
- DRDO એ યુનિવર્સિટીઓ અને ઉદ્યોગો સાથે સંશોધન વધારવા માટે ૧૫ DIA-CoE સેન્ટર ની સ્થાપના કરી છે.
- આ કેન્દ્રો ભવિષ્યના સૈન્ય સાધનો બનાવવા માટે ૮૨ નક્કી કરેલા સંશોધન ક્ષેત્રો પર કામ કરે છે.
- ટેકનોલોજી સરળતાથી ખાનગી કંપનીઓને ટ્રાન્સફર કરી શકાય તે માટે લેબ્સ માં ઇન્ડસ્ટ્રી ઇન્ટરેક્શન ગ્રુપ્સ (IIGs) બનાવવામાં આવ્યા છે.
આત્મનિર્ભરતા માટે સંરક્ષણ ખરીદીમાં સુધારા
- સંરક્ષણ અધિગ્રહણ પરિષદ (DAC) એ DAP 2020 નીતિ હેઠળ સ્થાનિક ખરીદીને પ્રાધાન્ય આપવા નિયમો સરળ બનાવ્યા છે.
- સૈન્ય માટે નવી ખરીદી કરતી વખતે દેશી સ્પેરપાર્ટ્સ અને ટેકનોલોજીનો ઉપયોગ વધારે થાય તે ફરજિયાત કરવામાં આવ્યું છે.
- DAC એ ભારતમાં બનેલી સિસ્ટમો માટે ₹૬ લાખ કરોડ થી વધુ રકમના એક્સેપ્ટન્સ ઓફ નેસેસિટી (AoN) ની મંજૂરી આપી છે.
- તેમાં ₹૬૨,૦૦૦ કરોડ ના ૯૭ તેજસ Mk-1A ફાઇટર પ્લેન, ₹૬૨,૭૦૦ કરોડ ના ૧૫૬ પ્રચંડ એલસીએચ હેલિકોપ્ટર અને ૨૬ રાફેલ મરીન પ્લેન મુખ્ય છે.
ટેકનોલોજીકલ આત્મનિર્ભરતા માટે માનવ ક્ષમતાનું નિર્માણ
- યુવા વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપવા માટે DRDO એ ૨૦૨૦ માં પાંચ યુવા વૈજ્ઞાનિક પ્રયોગશાળાઓ (DYSLs) શરૂ કરી અને ૨૦૨૬ માં છઠ્ઠી લેબ નું આયોજન કર્યું છે.
- કામગીરી સરળ બનાવવા માટે DRDO એ પોતાની રચનાને ૩૬ ચોક્કસ ક્ષેત્રની લેબ્સ માં પુનર્ગઠિત કરી છે.
- મોટા પ્રોજેક્ટ્સ માટે ખાસ કૌશલ્ય ધરાવતા નિષ્ણાતોની પ્રોજેક્ટ-આધારિત નિયુક્તિ કરવામાં આવે છે.
- ઉત્તર પ્રદેશના પિલખુવા ખાતેનું સ્કીલ સેન્ટર ફાયર સેફ્ટી અને અગ્નિશામક ટેકનોલોજીમાં તાલીમ આપે છે.
અગ્નિપથ યોજના
- ૧૫ જૂન ૨૦૨૨ ના રોજ શરૂ થયેલી અગ્નિપથ યોજના હેઠળ યુવાનોને ચાર વર્ષ માટે અગ્નિવીર તરીકે લશ્કરમાં જોડવામાં આવે છે.
- તાલીમ ઉપરાંત, અગ્નિવીરોને IGNOU અને NIOS દ્વારા શિક્ષણ અને પ્રમાણપત્રો આપવામાં આવે છે જેથી નોકરી પછી તેમની કારકિર્દી સુરક્ષિત રહે.
સંરક્ષણ ઔદ્યોગિક ઇકોસિસ્ટમનો વિસ્તાર
- ભારતે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં ₹૨,૦૯,૦૫૦ કરોડ ના ૧૯૩ કરાર કર્યા અને ૨૦૨૫-૨૬ માં ₹૧.૮૨ લાખ કરોડ ના કરાર કર્યા છે.
- દેશી સંરક્ષણ ઉત્પાદન ૨૦૨૫-૨૬ માં ₹૧,૭૮,૦૦૦ કરોડ પહોંચ્યું છે, જે ૨૦૨૦-૨૧ ના સરખામણીએ ૧૧૦% નો વધારો દર્શાવે છે.
- વર્ષ ૨૦૨૫-૨૬ માં સંરક્ષણ ઉત્પાદનમાં સરકારી કંપનીઓ (DPSU) નો હિસ્સો ૭૬% અને ખાનગી ક્ષેત્રનો હિસ્સો વધીને ૨૪% થયો છે.
- મેક ઇન ઇન્ડિયા યોજનાથી સૈન્ય નિકાસ ૨૦૧૩-૧૪ ના ₹૬૮૬ કરોડ થી ૫૫૦૦% વધીને ૨૦૨૫-૨૬ માં ₹૩૮,૪૨૪ કરોડ પહોંચી છે.
- ભારત હવે ૮૦ થી વધુ દેશો માં પોતાના સૈન્ય સાધનો નિકાસ કરે છે, જેમાં ૧૪૫ નિકાસકાર કંપનીઓ જોડાયેલી છે.
- સરકારે ૨૦૨૯ સુધીમાં વાર્ષિક ₹૫૦,૦૦૦ કરોડ ની સૈન્ય નિકાસ કરવાનો ધ્યેય રાખ્યો છે.
- દેશમાં હાલ ૧૬ DPSU, આશરે ૫૦૦ લાયસન્સપ્રાપ્ત કંપનીઓ અને ૧૭,૦૦૦ MSME નો સૈન્ય ઇકોસિસ્ટમ બનેલો છે.
- ઓક્ટોબર ૨૦૨૧ માં સરકારે ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ (OFB) ને નાબૂદ કરી તેની ૪૧ ફેક્ટરીઓ ને સાત નવી DPSU કંપનીઓમાં વહેંચી દીધી હતી.
- સંરક્ષણ ઉત્પાદન માટે આપવામાં આવેલા લાયસન્સની સંખ્યા ૨૦૧૫ ના ૨૫૮ થી વધીને ૨૦૨૬ માં ૮૩૪ થઈ ગઈ છે.
- ઉત્તર પ્રદેશ અને તમિલનાડુ ના ડિફેન્સ કોરિડોરમાં અનુક્રમે ₹૪૨,૦૫૭ કરોડ અને ₹૩૨,૬૯૯ કરોડ નું રોકાણ આવ્યું છે.
આત્મનિર્ભર ભારત હેઠળ મુખ્ય સંરક્ષણ સુધારા
- સરકારે ૨૦૧૫ માં ઔદ્યોગિક લાયસન્સની મુદત ૭ વર્ષ થી વધારીને ૧૫ વર્ષ કરી, અને હવે આર્મ્સ એક્ટ હેઠળ લાયસન્સ આજીવન માટે માન્ય રહે છે.
- નવા ડિફેન્સ એકઝિમ પોર્ટલ થી નિકાસ માટેના આવેદન, ટ્રેકિંગ અને મંજૂરીઓ ઓનલાઇન અને ઝડપી બની છે.
- વર્ષ ૨૦૨૦ માં સૃજન પોર્ટલ અને ૨૦૨૧ માં પોઝિટિવ ઇન્ડિજનાઇઝેશન લિસ્ટ બહાર પાડીને કેટલીક વસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
- સૃજન DEEP ડિજિટલ પ્લેટફોર્મ પર ૪૧,૦૦૦ થી વધુ વેપારીઓ અને ૨.૭ લાખ પ્રોડક્ટ્સ રજિસ્ટર્ડ થયા છે.
- વર્ષ ૨૦૨૦ માં સંરક્ષણ ક્ષેત્રમાં FDI ની મર્યાદા ઓટોમેટિક રૂટથી ૭૪% અને સરકારી મંજૂરીથી ૧૦૦% સુધી વધારવામાં આવી છે.
- માર્ચ ૨૦૨૬ સુધીમાં સંરક્ષણ ક્ષેત્રમાં ₹૬,૬૭૦.૫૯ કરોડ નું વિદેશી રોકાણ (FDI) આવ્યું છે.
વૈશ્વિક સૈન્ય ભાગીદારી અને મુખ્ય સિદ્ધિઓ
- અમેરિકા સાથે ભારતે LEMOA (2016), COMCASA (2018) અને BECA (2020) જેવા મહત્વના કરાર કર્યા છે, અને iCET (2023) દ્વારા ટેકનોલોજી સહયોગ વધાર્યો છે.
- રશિયા સાથે S-400 મિસાઇલ સિસ્ટમ, Su-30MKI અપગ્રેડ અને ઇન્દ્રા યુદ્ધાભ્યાસ દ્વારા સંબંધો મજબૂત રહ્યા છે.
- યુરોપિયન યુનિયન (EU) સાથે વર્ષ ૨૦૨૬ માં દરિયાઈ સુરક્ષા અને સાયબર ડિફેન્સ માટે નવી સિક્યુરિટી ભાગીદારી થઈ છે.
- ફ્રાન્સ સાથે રાફેલ-M વિમાનો, સ્કોર્પીન સબમરીન અને હોરાઇઝન ૨૦૪૭ રોડમેપ હેઠળ સંયુક્ત ઉત્પાદન થઈ રહ્યું છે.
- જાપાન સાથે ACSA (2020) લોજિસ્ટિક્સ કરાર અને JIMEX 2025 નૌકાદળ યુદ્ધાભ્યાસ દ્વારા સંબંધો વધ્યા છે.
- યુએઇ (UAE) સાથે વર્ષ ૨૦૨૬ માં સૈન્ય ઉદ્યોગ અને ત્રાસવાદ સામે લડવા માટે વ્યૂહાત્મક કરાર થયા છે.
- ઓસ્ટ્રેલિયા સાથે ૨૦૨૦ ના કરાર હેઠળ દરિયાઈ સુરક્ષા અને સંયુક્ત લશ્કરી સરાવ મજબૂત થયા છે.
- SCO મંચ પર ભારતે ત્રાસવાદ અને આતંકવાદી ફંડિંગ રોકવા પર ભાર મૂક્યો છે.
- આશિયાન (ASEAN) અને ADMM-Plus (2025) દ્વારા વિયેતનામ, ફિલિપાઇન્સ અને ઇન્ડોનેશિયા સાથે બ્રહ્મોસ મિસાઇલ સહિતનો સહયોગ વધ્યો છે.
- ક્વાડ (QUAD) સંગઠનમાં ભારતે મલાબાર યુદ્ધાભ્યાસ અને ક્વાડ-એટ-સી મિશન (૨૦૨૫) દ્વારા ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં સુરક્ષા જાળવી છે.
- સાગર (SAGAR - 2015) અને મહાસાગર (MAHASAGAR - 2025) વિઝન હેઠળ ભારત હિંદ મહાસાગરમાં મુખ્ય સુરક્ષાદાતા તરીકે ઊભરી આવ્યું છે.
નિષ્કર્ષ
- છેલ્લા દાયકામાં ભારતનું સંરક્ષણ ક્ષેત્ર વિદેશી આયાત પર નિર્ભર રહેવાને બદલે વ્યૂહાત્મક રીતે આત્મનિર્ભર બન્યું છે.
- વધતા બજેટ, નવી ટેકનોલોજી અને વૈશ્વિક સંબંધોના કારણે દેશમાં એક મજબૂત સૈન્ય ઉત્પાદન માળખું તૈયાર થયું છે.
- આ ફેરફારો ભારતને વિકસિત ભારત ૨૦૪૭ ના સ્વપ્ન મુજબ વિશ્વમાં એક આત્મનિર્ભર અને શક્તિશાળી દેશ તરીકે સ્થાપિત કરે છે.