23મી કોમનવેલ્થ ગેમ્સ 2026 ગ્લાસગો મુખ્ય વિગતો

23મી કોમનવેલ્થ ગેમ્સ 2026 ગ્લાસગો મુખ્ય વિગતો

#GS-3 #વર્તમાન બનાવો #આંતરરાષ્ટ્રીય #રાષ્ટ્રીય #રમતગમત

શા માટે ચર્ચામાં છે?

  • 23મી કોમનવેલ્થ ગેમ્સ 2026 નું આયોજન સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં 23 જુલાઈથી 2 ઓગસ્ટ 2026 દરમિયાન થશે.
  • આ 10 દિવસના રમતગમતના મહાકુંભમાં 74 દેશો અને પ્રદેશો ની ટીમો ભાગ લેશે.
  • સ્કોટલેન્ડ ચોથી વખત આ ગેમ્સનું આયોજન કરી રહ્યું છે. આ પહેલા તેમણે એડિનબર્ગ (1970, 1986) અને ગ્લાસગો (2014) માં રમોતો યોજી હતી.

યજમાનની પસંદગી અને ઈમરજન્સી હેન્ડઓવર

  • ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યને એપ્રિલ 2022 માં 2026 ની ગેમ્સ નું આયોજન સોંપાયું હતું.
  • પરંતુ જુલાઈ 2023 માં ખર્ચ વધીને 6 થી 7 અબજ ઓસ્ટ્રેલિયન ડોલર થઈ જતાં વિક્ટોરિયાએ આયોજન કરવાની ના પાડી દીધી.
  • ત્યારબાદ 2024 માં કોમનવેલ્થ ગેમ્સ સ્કોટલેન્ડે જૂના સ્ટેડિયમોનો ઉપયોગ કરીને ઓછા ખર્ચે ગેમ્સ યોજવાનો પ્રસ્તાવ મૂક્યો.
  • આ આયોજન માટે વિક્ટોરિયા તરફથી મળેલા 200 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર ના વળતર અને CGF ના સહયોગથી ભંડોળ મેળવાયું છે.
  • સ્કોટલેન્ડ સરકારે સ્થાનિક કરદાતાઓના નાણાં વાપર્યા વગર આ ગેમ્સ યોજવાની જવાબદારી સ્વીકારી લીધી.

ગ્લાસગો 2026 ગેમ્સની મુખ્ય લાક્ષણિકતાઓ

  • 2026 ની રમતો માં માત્ર 10 રમતો નો સમાવેશ કરાયો છે, જે 2022 ની બર્મિંગહામ ગેમ્સ કરતાં નવ રમતો ઓછી છે.
  • આ બધી રમતો ગ્લાસગોમાં 8 માઇલના વિસ્તાર માં આવેલા ચાર જૂના સ્ટેડિયમ માં જ યોજાશે.
  • OVO હાઇડ્રો / SEC માં નેટબોલ, 3x3 બાસ્કેટબોલ, બોક્સિંગ, જુડો, વેઇટલિફ્ટિંગ, બાઉલ્સ અને ઉદ્ઘાટન સમારોહ યોજાશે.
  • સ્કોટ્સટન સ્ટેડિયમ માં એથ્લેટિક્સ અને ટોલક્રોસ ઇન્ટરનેશનલ સ્વિમિંગ સેન્ટર માં સ્વિમિંગની સ્પર્ધાઓ થશે.
  • કોમનવેલ્થ એરેના અને સર ક્રિસ હોય વેલોડ્રોમ માં જિમ્નાસ્ટિક્સ અને ટ્રેક સાયકલિંગની રમતો રમાશે.
  • ઇતિહાસમાં પહેલી વાર 6 પેરા-સ્પોર્ટ્સ ની 47 મેડલ સ્પર્ધાઓ સાથે સૌથી મોટું પેરા-સ્પોર્ટ આયોજન થશે.
  • મોંઘુ ખેલાડી ગામ (એથ્લેટ્સ વિલેજ) બનાવવાને બદલે ખેલાડીઓને સ્થાનિક યુનિવર્સિટીના હોસ્ટેલ અને હોટેલોમાં રખાશે.
  • કિંગ ચાર્લ્સ ત્રીજા ના કોમનવેલ્થ વડા તરીકે અને ડોનાલ્ડ રૂકારે ના CGF પ્રમુખ તરીકેના સમયગાળાની આ પહેલી ગેમ્સ હશે.

ભારતીય ટીમ અને ભાગીદારી

  • ભારત તરફથી 125 ખેલાડીઓનું દળ ભાગ લેશે, જેમાં પેરા-ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે.
  • ભારતીય ખેલાડીઓ એથ્લેટિક્સ, બોક્સિંગ, વેઇટલિફ્ટિંગ, જુડો, જિમ્નાસ્ટિક્સ, સાયકલિંગ, બાઉલ્સ, સ્વિમિંગ અને પેરા-સ્પોર્ટ્સમાં ભાગ લેશે.
  • ભારત આ વખતે 3x3 બાસ્કેટબોલ અને નેટબોલ માં પોતાની ટીમ નહીં મોકલે.

કોમનવેલ્થ ગેમ્સનો ઇતિહાસ અને પરિચય

  • ઓલિમ્પિક્સ પછી કોમનવેલ્થ ગેમ્સ દુનિયાનો બીજો સૌથી મોટો રમતોત્સવ છે.
  • કેનેડાના રમતગમત પત્રકાર મેલવિલે માર્ક્સ રોબિન્સને સૌથી પહેલા આ ગેમ્સ શરૂ કરવાનો વિચાર આપ્યો હતો.
  • ઈ.સ. 1911 માં લંડનમાં કિંગ જ્યોર્જ પાંચમા ના રાજ્યાભિષેક વખતે યોજાયેલી ઇન્ટર-એમ્પાયર ચેમ્પિયનશિપમાંથી આ રમતોનો જન્મ થયો.
  • પહેલી સત્તાવાર રમતો 1930 માં કેનેડાના હેમિલ્ટન માં યોજાઈ હતી, જેને ત્યારે બ્રિટિશ એમ્પાયર ગેમ્સ કહેવાતી.
  • કેનેડાના ગોર્ડન સ્મોલાકોમ્બે ટ્રિપલ જમ્પ સ્પર્ધામાં આ ગેમ્સનો પહેલો ગોલ્ડ મેડલ જીત્યો હતો.
  • આ રમતો દર ચાર વર્ષે યોજાય છે. જોકે બીજા વિશ્વયુદ્ધના કારણે 1942 અને 1946 માં આ ગેમ્સ રદ થઈ હતી.
  • 1978 માં આ સ્પર્ધાનું નામ બદલીને કોમનવેલ્થ ગેમ્સ રખાયું અને તેનું સંચાલન કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન (CGF) કરે છે.

2026 ની ગેમ્સનું મહત્વ

  • ગ્લાસગો 2026 જૂના સ્ટેડિયમોનો ઉપયોગ કરીને ભવિષ્યની રમતો માટે ઓછા ખર્ચનું એક નવું મોડેલ પૂરું પાડે છે.
  • 2028 ની લોસ એન્જલસ ઓલિમ્પિક્સ ની તૈયારી કરી રહેલા ખેલાડીઓ માટે આ ગેમ્સ એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બનશે.

પ્રિલિમ્સ ઇન ફોકસ: CWG માં ભારત અને 2030 ની દાવેદારી

  • ભારતે સૌથી પહેલા 1934 માં કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો હતો.
  • ભારતે 2010 ની દિલ્હી ગેમ્સ માં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરીને કુલ 101 મેડલ જીત્યા હતા.
  • ભારતે 2010 માં નવી દિલ્હી ખાતે આ રમતગમતના મહાકુંભનું આયોજન કર્યું હતું.
  • ભારતે શતાબ્દી 2030 કોમનવેલ્થ ગેમ્સ ની યજમાની મેળવી લીધી છે અને તેના માટે ગુજરાતના અમદાવાદ શહેરની પસંદગી કરાઈ છે.