
ડ્રોન ઇનોવેશન માટે NIDAR 2.0 અને સ્વયાન પહેલ
#GS-3 #વિજ્ઞાન અને ટેકનોલોજી #રોબોટિક્સ #એઆઈ (AI) #અર્થતંત્ર #રોજગારી #વર્તમાન ઘટનાઓ #રાષ્ટ્રીય #ડ્રોન ટેકનોલોજી #MeitY #NIDAR 2.0 #સ્વયાન પહેલ
શા માટે ચર્ચામાં છે?
- ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY) એ 2026-27 માટે નેશનલ ઇનોવેશન ચેલેન્જ ફોર ડ્રોન એપ્લિકેશન એન્ડ રિસર્ચ (NIDAR 2.0) ની બીજી આવૃત્તિ શરૂ કરી છે.
- આ સ્પર્ધા ડ્રોન ફેડરેશન ઓફ ઇન્ડિયા (DFI) ના સહયોગથી યોજવામાં આવી છે.
NIDAR 2.0 વિશે
- NIDAR 2.0 એ દેશભરના એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે એક મોટો હેકાથોન કાર્યક્રમ છે, જેમાં તેઓ ડ્રોનના સોફ્ટવેર અને હાર્ડવેર બનાવે છે.
- તેમાં તૈયાર ડ્રોન બોડી વાપરવાને બદલે ભારતીય ટેકનોલોજીથી બનેલી ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ અને માઇક્રોચિપ પર વધુ ધ્યાન આપવામાં આવે છે.
- આ કાર્યક્રમ સરકારી મંત્રાલય MeitY ના SwaYaan ક્ષમતા નિર્માણ કાર્યક્રમ ના ભાગરૂપે ચલાવવામાં આવે છે.
- તેનો મુખ્ય હેતુ ડ્રોનની મુખ્ય ટેકનોલોજી અને પ્રોસેસર ભારતમાં જ બનાવીને દેશને આ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાનો છે.
NIDAR 2.0 ની મુખ્ય લાક્ષણિકતાઓ
- ટ્રેક 1 માં ડ્રોનની સિસ્ટમ ડિઝાઇન પર કામ થાય છે, જ્યાં વિદ્યાર્થીઓ આપમેળે ચાલતા ડ્રોનથી મુશ્કેલ સમસ્યાઓનો ઉકેલ લાવે છે.
- આ ટ્રેક હેઠળ કુદરતી આપત્તિના સમયે મોબાઈલ નેટવર્ક વગર બચાવ કામગીરી અને દવા પહોંચાડી શકે તેવા ડ્રોન જૂથો બનાવવામાં આવે છે.
- તેમાં GPS વગર પણ અંધારી અને સાંકડી જગ્યાઓમાં ઇન્ડસ્ટ્રિયલ તપાસ કરી શકે તેવા ડ્રોન વિકસાવવાનો પણ સમાવેશ થાય છે.
- ટ્રેક 2 હેઠળ દેશી ઇલેક્ટ્રોનિક ભાગોનો ઉપયોગ કરીને ડ્રોન કંટ્રોલર અને ઓટોપાયલટ સિસ્ટમ જેવા હાર્ડવેર બનાવવાના રહે છે.
- આ હાર્ડવેરમાં ખાસ કરીને C-DAC દ્વારા બનાવાયેલ VEGA માઇક્રોપ્રોસેસર નો ઉપયોગ કરવાનો રહેશે.
- પસંદ થયેલી શ્રેષ્ઠ 100 ટીમોને પ્રોટોટાઇપ ટેસ્ટિંગ માટે સરકાર તરફથી બે VEGA પ્રોસેસર કિટ્સ મફતમાં આપવામાં આવશે.
- સફળ ટીમો માટે બિઝનેસ સપોર્ટ અને ₹65 લાખથી વધુ નું કુલ ઇનામી ભંડોળ રાખવામાં આવ્યું છે.
સ્વયાન (SwaYaan) પહેલ વિશે
- સ્વયાન (SwaYaan) એ કેન્દ્ર સરકારનો એક બહુવર્ષીય તાલીમ અને ક્ષમતા નિર્માણ કાર્યક્રમ છે.
- તેનો મુખ્ય હેતુ અનમેન્ડ એરક્રાફ્ટ સિસ્ટમ્સ (UAS) ક્ષેત્રે કુશળ કારીગરો તૈયાર કરવાનો અને સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે.
- મંત્રાલય MeitY એ જુલાઈ 2022 માં આ યોજનાને મંજૂરી આપી હતી.
- આ યોજના દેશના વધતા ડ્રોન ઉદ્યોગ માટે જરૂરી એન્જિનિયરો, ટેકનિશિયનો અને સંશોધકોને તાલીમ આપે છે.
સ્વયાન પહેલનું સંસ્થાકીય માળખું
- આ કાર્યક્રમ દેશની 30 મુખ્ય શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓ ના નેટવર્ક દ્વારા ચલાવવામાં આવે છે.
- આ નેટવર્કમાં IISc, વિવિધ IIT, IIIT, NIT, C-DAC અને NIELIT જેવી સંસ્થાઓ સામેલ છે.
- તાલીમમાં એરોમિકેનિક્સ, ડ્રોન ઇલેક્ટ્રોનિક્સ, નેવિગેશન કંટ્રોલ, કૃષિ અને મેપિંગ એપ્લિકેશન્સ તથા ડ્રોન વિરોધી ટેકનોલોજી જેવા પાંચ મુખ્ય વિષયો આવરી લેવાય છે.
- આ કાર્યક્રમ હેઠળ અત્યાર સુધીમાં 51,000 થી વધુ લોકો ને અલગ-અલગ સ્તરે સફળતાપૂર્વક તાલીમ આપવામાં આવી છે.