NHAI એ ફાસ્ટેગ પોર્ટેબિલિટી માટે વનટેગ સુવિધા શરૂ કરી

NHAI એ ફાસ્ટેગ પોર્ટેબિલિટી માટે વનટેગ સુવિધા શરૂ કરી

#GS-3 #અર્થતંત્ર #માળખાકીય સુવિધાઓ #વિજ્ઞાન અને ટેકનોલોજી #આઈસીટી (ICT) #વર્તમાન પ્રવાહો #રાષ્ટ્રીય

મુખ્ય મુદ્દા

  • NHAI એ FASTag યુઝર્સ માટે OneTag સુવિધા શરૂ કરી છે, જેનાથી કાચ પરનું સ્ટીકર બદલ્યા વગર જ બેંક બદલી શકાશે.
  • વાહન ચાલકોને ડિજિટલ પેમેન્ટના વધુ સારા વિકલ્પો આપવા માટે IHMCL અને NPCI એ સાથે મળીને આ સિસ્ટમ બનાવી છે.
  • એકવાર પોર્ટ કર્યા પછી બીજી વાર પોર્ટ કરવા માટે ગ્રાહકોએ ફરજિયાત ૬ મહિનાનો સમય રાહ જોવી પડશે.
  • પોર્ટિંગની પ્રક્રિયા પૂરી કરવા માટે હાલની બેંક દ્વારા મોકલવામાં આવતા ૬-આંકડાના વેરિફિકેશન કોડ ની જરૂર પડે છે.

શા માટે ચર્ચામાં છે?

  • National Highways Authority of India (NHAI) એ તાજેતરમાં OneTag નામની નવી સુવિધા શરૂ કરી છે.
  • આ સુવિધાથી વાહન ચાલકો પોતાના ફાસ્ટેગને બીજી બેંકમાં ટ્રાન્સફર કરી શકશે.
  • લોકો આ સેવાનો ઉપયોગ સીધા જ Rajmargyatra મોબાઈલ એપ દ્વારા કરી શકે છે.

વનટેગ સુવિધા વિશે

  • આ સિસ્ટમ મોબાઈલ નંબર પોર્ટેબિલિટી (MNP) જેવી જ છે, જેમાં આપણે મોબાઈલ નંબર બદલ્યા વગર કંપની બદલી શકીએ છીએ.
  • વાહન માલિકો પોતાની કારના કાચ પર ચોંટાડેલું ફાસ્ટેગ સ્ટીકર બદલ્યા વગર જ નવી બેંક પસંદ કરી શકશે.
  • આ નવી સિસ્ટમ IHMCL અને NPCI એ સાથે મળીને તૈયાર કરી છે.
  • તેનો મુખ્ય હેતુ વાહન ચાલકોને વધુ સારો વિકલ્પ આપવાનો છે.
  • હવે ગ્રાહકોએ નવું સ્ટીકર ખરીદવાની કે જૂનું રજીસ્ટ્રેશન રદ કરવાની કોઈ જરૂર નહીં પડે.

વનટેગ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે?

  • સૌથી પહેલાં વાહન માલિકે Rajmargyatra એપમાં લોગ-ઈન કરીને પોતાનો ગાડી નંબર નાખવાનો રહેશે, જેથી જાણી શકાય કે પોર્ટેબિલિટી થઈ શકે તેમ છે કે નહીં.
  • ત્યારબાદ અત્યારની બેંક ગ્રાહકની મંજૂરી લેવા માટે મોબાઈલ પર ૬-આંકડાનો વેરિફિકેશન કોડ અથવા OTP મોકલશે.
  • ગ્રાહક પોતાની મનપસંદ નવી બેંક પસંદ કરશે, તે પછી ડિજિટલ KYC કરીને પોતાનું વોલેટ લિંક કરશે.
  • હવે NPCI પોતાના ડેટાબેઝમાં ફેરફાર કરશે, આનાથી ફાસ્ટેગ આઈડી એ જ રહેશે પણ પૈસા કપાવાની મંજૂરી નવી બેંકને મળી જશે.
  • છેલ્લે જૂની બેંક ફાસ્ટેગનું વોલેટ બંધ કરી દેશે અને જો કોઈ બાકી રકમ બચી હશે તો તે સીધી ગ્રાહકના ખાતામાં પાછી જમા કરી દેશે.

વનટેગની મુખ્ય વિશેષતાઓ

  • ગાડીના કાચ પરથી જૂનું સ્ટીકર ઉખાડવાની જરૂર નથી, આનાથી નવું સ્ટીકર ખરીદવાનો ખર્ચ બચશે અને કાચ પણ ખરાબ નહીં થાય.
  • એકવાર પોર્ટ કર્યા પછી ફરીથી પોર્ટ કરવા માટે ૬ મહિનાનો સમય રાહ જોવી પડશે, આ નિયમ વારંવાર બેંક બદલવાની પ્રવૃત્તિને રોકવા માટે બનાવાયો છે.
  • ટોલ નાકા પર સ્કેનિંગની પદ્ધતિમાં કોઈ ફેરફાર નહીં થાય, સ્કેનર એ જ જૂની ચિપ વાંચશે પણ પૈસા નવી બેંકમાંથી કપાશે.
  • જૂનું બેલેન્સ અને સિક્યોરિટી ડિપોઝિટ આપોઆપ ટ્રાન્સફર નહીં થાય, જૂની બેંક હિસાબ કરીને આ પૈસા સીધા ગ્રાહકના બેંક ખાતામાં મોકલી આપશે.