
ભારતે કુશ લોંગ-રેન્જ સરફેસ-ટુ-એર મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું
#GS-3 #વિજ્ઞાન અને ટેકનોલોજી #સંરક્ષણ #વર્તમાન ઘટનાઓ #રાષ્ટ્રીય #લોંગ-રેન્જ સરફેસ-ટુ-એર મિસાઇલ #ડીઆરડીઓ
શા માટે ચર્ચામાં છે?
- ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) એ કુશ લોંગ-રેન્જ સરફેસ-ટુ-એર મિસાઇલ (LR-SAM) નું પહેલું સફળ ઉડાન પરીક્ષણ કર્યું છે.
- આ ટેસ્ટ ઓડિશા ના કિનારે આવેલા ડૉ. એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી કરવામાં આવ્યો હતો.
પ્રોજેક્ટ કુશ વિશે
- પ્રોજેક્ટ કુશ એ ભારતની પોતાની દેશી બનાવટની લાંબા અંતરની એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ છે.
- રશિયાની S-400 Triumf સિસ્ટમ જેવી જ ક્ષમતા ધરાવતી આ સિસ્ટમ દુશ્મના હવાઈ હુમલાને દૂરથી જ ઓળખીને તેને નષ્ટ કરી શકે છે.
વિકાસ કરનાર સંસ્થા
- DRDO એ સરકારી અને ખાનગી ક્ષેત્રની સંરક્ષણ કંપનીઓ સાથે મળીને આ સિસ્ટમ તૈયાર કરી છે.
- સંરક્ષણ મંત્રાલય ના નિરીક્ષણ હેઠળ ઓડિશા ના ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) પરથી આના પરીક્ષણ કરવામાં આવે છે.
ઉદ્દેશ્ય અને વિઝન
- આ મિશનનો મુખ્ય હેતુ દેશમાં Sudarshan Chakra વિઝન હેઠળ એક મજબૂત હવાઈ સુરક્ષા કવચ બનાવવાનો છે, જેથી વિદેશી મિસાઈલો પરની નિર્ભરતા ઘટે.
પ્રોજેક્ટ કુશની મુખ્ય વિશેષતાઓ
- આ સિસ્ટમનું M1 મોડેલ 150 km સુધીના અંતરે દુશ્મન લક્ષ્યને પાડી શકે છે.
- આ મિસાઇલનું M2 મોડેલ 250 km સુધીની રેન્જ ધરાવે છે.
- આનું M3 મોડેલ 350 km સુધીના સૌથી વધુ અંતરે હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે.
- આ મિસાઇલ સિસ્ટમ નીચા ઊડતા ક્રૂઝ મિસાઇલથી લઈને ઊંચાઈ પર ઊડતા જાસૂસી વિમાનો સુધીના તમામ હુમલા નિષ્ફળ બનાવી શકે છે.
- આમાં ભારતમાં જ બનેલા AESA રડાર, કમાન્ડ સેન્ટર, સોફ્ટવેર અને સચોટ મિસાઇલ સીકર સ્થાપિત કરાયા છે.
- તે દુશ્મના મિસાઇલ સાથે સીધી ટક્કર મારીને કે તેની નજીક જઈને તેને ધડાકા સાથે નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે.