ટીબી ના નાબૂદી માટે ભારત ને નવીન રણનીતિઓ ની જરૂર છે

ટીબી ના નાબૂદી માટે ભારત ને નવીન રણનીતિઓ ની જરૂર છે

#GS-2 #શાસન અને સામાજિક ન્યાય #આરોગ્ય #અર્થતંત્ર #વર્તમાન બનાવો #રાષ્ટ્રીય

શા માટે ચર્ચામાં છે?

  • ભારતીય આઈસીએમઆર ની PreVenTB Phase III clinical trial ના તાજેતર ના ડેટા મુજબ, VPM1002 અને Immuvac નામની બે સ્વદેશી રસીઓ એક્સ્ટ્રાપલ્મોનરી ટીબી (EPTB) સામે મજબૂત રક્ષણ આપે છે.

ટીબી શું છે?

  • ટીબી એ Mycobacterium tuberculosis નામના બેક્ટેરિયા થી થતો ખૂબ જ ચેપી રોગ છે.
  • જ્યારે કોઈ સંક્રમિત વ્યક્તિ ઉધરસ ખા છીંકે ત્યારે આ રોગ હવામાં ફેલાય છે.
  • શરીરની રોગપ્રતિકારક શક્તિ આ બેક્ટેરિયા ને વર્ષો સુધી સુપ્ત રાખી શકે છે, પરંતુ તે પછી સક્રિય રોગમાં બદલાઈ શકે છે.

ટીબી ના બે મુખ્ય પ્રકાર

  • પલ્મોનરી ટીબી (PTB): આ ટીબી નો સૌથી સામાન્ય પ્રકાર છે જે સીધો ફેફસાં પર હુમલો કરે છે અને હવામાં ઝડપથી ફેલાય છે.
  • એક્સ્ટ્રાપલ્મોનરી ટીબી (EPTB): આ એક છૂપો પ્રકાર છે જેમાં બેક્ટેરિયા ફેફસાં ની બહાર નીકળી ને લસિકા ગાંઠો, કરોડરજ્જુ કે મગજ જેવા અંગો ને નુકસાન કરે છે, જેને શોધવું ખૂબ અઘરું છે.

ટીબી ની વર્તમાન વૈશ્વિક અને રાષ્ટ્રીય સ્થિતિ

  • ટીબી એ દુનિયાના સૌથી ખતરનાક ચેપી રોગો માંનો એક છે જે દર વર્ષે લાખો લોકોનો ભોગ લે છે.
  • વિકાસશીલ દેશોમાં ટીબી ના દર્દીઓનું પ્રમાણ દર 1 લાખ વસ્તીએ 200 થી 300 દર્દીઓ જેટલું ઊંચું છે.
  • આ રોગ ને સંપૂર્ણ નાબૂદ કરવા માટે આ પ્રમાણ ઘટાડીને દર 1 લાખ વસ્તીએ માત્ર 10 થી 20 દર્દીઓ સુધી લાવવું પડશે.
  • શરૂઆતની BCG રસી આવ્યાને એક સદી વીતી ગયા છતાં પુખ્ત વયના લોકો માટે કોઈ સાર્વત્રિક અસરકારક રસી ઉપલબ્ધ નથી.

પડકારો

  • આરોગ્ય સંબંધી અદ્યતન તપાસ પદ્ધતિઓ અને પ્રિવેન્ટિવ થેરાપી દરેક જગ્યાએ સરખી રીતે ઉપલબ્ધ નથી.
  • કુપોષણનું ઊંચું પ્રમાણ લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી પાડે છે, જેના કારણે રસી ની અસર ઘટી જાય છે.
  • અગાઉના વૈશ્વિક પ્રયાસો માત્ર ફેફસાં પર ધ્યાન કેન્દ્રિત કરતા હતા અને રોગના અન્ય જટિલ માર્ગોની અવગણના કરતા હતા.
  • ભારતમાં શાળાએ જતા બાળકો, કિશોરો કે પુખ્તો માટે કોઈ ચોક્કસ ટીબી બૂસ્ટર રસીકરણ ની નીતિ નથી.

અત્યાર સુધીના પગલાં

  • રાષ્ટ્રીય ટીબી નાબૂદી કાર્યક્રમ (NTEP) દર્દીઓની નોંધણી કરે છે અને મફત દવાઓ વહેંચે છે.
  • ભારતે TrueNat નામની સ્વદેશી મોલેક્યુલર ટેસ્ટ વિકસાવીને કેસોની સમયસર તપાસ કરવાનું શરૂ કર્યું છે.
  • PreVenTB ટ્રાયલ દ્વારા એ સાબિત થયું કે VPM1002 રસી EPTB સામે 50.4% અને બાળકો માટે 64.6% સુરક્ષા આપે છે.
  • વૈશ્વિક સ્તરે WHO End TB Strategy દ્વારા ભંડોળ વધારવા અને તપાસની ખામીઓ દૂર કરવા પ્રયાસો થઈ રહ્યા છે.

આગળનો માર્ગ

  • ભારતે જોખમમાં હોય તેવા પરિવારો માટે એક જ ડોઝ વાળી VPM1002 અને Immuvac રસીઓ તાત્કાલિક મંજૂર કરવી જોઈએ.
  • રાષ્ટ્રીય રસીકરણ અભિયાન હેઠળ 6 થી 14 વર્ષના બાળકો માટે બૂસ્ટર ડોઝ ની વ્યવસ્થા કરવી જોઈએ.
  • કુપોષિત પરિવારોને પૂરતું પોષણ મળી રહે તે માટે નિકષય પોષણ યોજના નો વ્યાપ વધારવો જોઈએ.
  • રોગના પ્રારંભિક લક્ષણો વહેલા પકડવા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ.
  • વિવિધ વય જૂથોને ધ્યાનમાં રાખીને મલ્ટી-વેક્સિન સંયોજન માળખું તૈયાર કરવું જોઈએ.