
ભારતે દરિયાઈ સુરક્ષા માટે સીફેઅરર-ફર્સ્ટ પહેલ શરૂ કરી
#GS-3 #વર્તમાન ઘટનાઓ #રાષ્ટ્રીય #આંતરરાષ્ટ્રીય #GS-2 #ગવર્નન્સ અને સામાજિક ન્યાય #સંવેદનશીલ વર્ગો #અર્થતંત્ર #માળખાકીય સુવિધાઓ
શા માટે ચર્ચામાં છે?
- ઓમાનની ખાડી નજીક સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માં ભારતીય ક્રૂ ધરાવતા 2 મર્ચેન્ટ જહાજો (MT અલ બહિયા અને MT મોમ્બાસા) પર હુમલા થયા હતા. આ ઘટના બાદ બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા ખાસ ‘સીફેઅરર-ફર્સ્ટ’ પહેલ શરૂ કરવામાં આવી છે.
પહેલ વિશે માહિતી
- ‘સીફેઅરર-ફર્સ્ટ’ એ એક ઈમરજન્સી વ્યવસ્થા છે. પર્શિયન ગલ્ફ, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને ઓમાનની ખાડી જેવા પશ્ચિમ એશિયા ના જોખમી દરિયાઈ વિસ્તારોમાં કામ કરતા તમામ ભારતીય નાવિકોની સુરક્ષા, ટ્રેકિંગ અને મદદ માટે ભારત સરકારે આ સિસ્ટમ બનાવી છે, પછી ભલે તેમનું જહાજ કોઈ પણ દેશનું ફ્લેગ ધરાવતું હોય.
- આ યોજનાનું સંચાલન અને અમલીકરણ બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય (MoPSW) દ્વારા કરવામાં આવશે.
- આ પહેલનો મુખ્ય હેતુ યુદ્ધ કે તણાવગ્રસ્ત વિસ્તારમાં રહેલા દરેક ભારતીય નાવિકનો હિસાબ રાખવાનો, તેમના કાનૂની હકોનું રક્ષણ કરવાનો, 24x7 તબીબી મદદ પહોંચાડવાનો અને તેમની સંમતિ વગર જોખમી વિસ્તારમાં જહાજ લઈ જવા પર રોક લગાવવાનો છે.
મુખ્ય વિશેષતાઓ
- ફ્લેગ-ન્યુટ્રલ ઓપરેશનલ ડેશબોર્ડ: ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ (DGS) હવે એક લાઈવ ટ્રેકિંગ સિસ્ટમ ચલાવશે. આ સિસ્ટમ દ્વારા દરેક ભારતીય નાવિકનું લોકેશન, જહાજનું રિસ્ક લેવલ અને માલસામાનની સ્થિતિ સતત મોનિટર કરવામાં આવશે.
- ખાસ લાયઝન ઓફિસરની નિમણૂક: અસરગ્રસ્ત દરેક નાવિકના પરિવાર માટે એક અલગ સરકારી અધિકારી નીમવામાં આવશે. આ અધિકારી સારવાર, દેશમાં વાપસી, કાનૂની મદદ, પગાર ચૂકવણી અને સીફેઅરર્સ વેલફેર ફંડ માંથી સહાય મેળવવામાં પરિવારને મદદ કરશે.
- 24x7 મલ્ટી-ચેનલ સપોર્ટ સિસ્ટમ: મુશ્કેલીના સમયે મદદ માટે ટોલ-ફ્રી નંબર, આંતરરાષ્ટ્રીય હેલ્પલાઇન, વોટ્સએપ અને ઇમેલ દ્વારા 24x7 ઈમરજન્સી સેવા શરૂ કરવામાં આવી છે.
- માલિકો અને RPSL એજન્સીઓ માટે કડક નિયમો: જહાજના માલિકો અને રિક્રુટમેન્ટ એન્ડ પ્લેસમેન્ટ સર્વિસ લાયસન્સ (RPSL) એજન્સીઓને સ્પષ્ટ સૂચના અપાઈ છે કે કોઈ પણ ભારતીય નાવિકને મરજી વિરુદ્ધ જોખમી દરિયાઈ ક્ષેત્રમાં મોકલી શકાશે નહીં.
- જોખમ આધારિત નવી મુસાફરી મંજૂરી: પશ્ચિમ એશિયા ના તણાવગ્રસ્ત પાણીમાંથી પસાર થતાં પહેલાં સુરક્ષા સમીક્ષા કરવી, કેપ્ટનનું આંકલન લેવું અને નેવી તથા કોસ્ટલ ઓથોરિટી સાથે સંકલન કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
મહત્વ
- આ પહેલ નાવિકોને ‘આવશ્યક કર્મચારી’ તરીકે સ્વીકારે છે અને કટોકટીના સમયે તેમને કાનૂની, નાણાકીય અને માનવતાવાદી સુરક્ષા પૂરી પાડે છે.
- આ પગલું આંતરરાષ્ટ્રીય દરિયાઈ કાયદાઓને મજબૂત કરે છે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જેવા વૈશ્વિક ઉર્જા વેપાર માટે અત્યંત મહત્વના દરિયાઈ માર્ગોને સુરક્ષિત બનાવવામાં મદદ કરે છે.