
ભારતે આફ્રિકન સ્વાઇન ફીવર માટેની પ્રથમ સ્વદેશી રસી લોન્ચ કરી
#GS-3 #સાયન્સ અને ટેકનોલોજી #બાયોટેકનોલોજી #અર્થતંત્ર #કૃષિ #વર્તમાન ઘટનાઓ #રાષ્ટ્રીય #આફ્રિકન સ્વાઇન ફીવર
શા માટે ચર્ચામાં છે?
- કેન્દ્રીય કૃષિ મંત્રીએ ICAR સ્થાપના દિવસ નિમિત્તે આફ્રિકન સ્વાઇન ફીવર સામે લડવા માટેની ભારતની પ્રથમ સ્વદેશી રસી દેશને સમર્પિત કરી છે.
સ્વદેશી એએસએફ રસી વિશે
- આ ASFV જેનોટાઇપ II વાયરસ સામે ભૂંડોને રક્ષણ આપવા માટે ભારતમાં જ વિકસાવવામાં આવેલી પ્રથમ MA-104 સેલ લાઇન-આધારિત લાઇવ-એટેન્યુએટેડ રસી છે.
- આ રસી વાયરસમાંથી ચોક્કસ જનીન દૂર કરીને બનાવવામાં આવી છે, જેથી પશુઓને બીમાર કર્યા વિના તેમના શરીરમાં મજબૂત રોગપ્રતિકારક શક્તિ બનાવી શકાય.
વિકસાવનાર સંસ્થા
- આ રસી ભોપાલ ખાતે આવેલી ICAR-નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ હાઇ સિક્યોરિટી એનિમાલ ડિસીઝ (ICAR-NIHSAD) ના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવી છે.
રસીનો હેતુ
- આ રસીનો મુખ્ય હેતુ આફ્રિકન સ્વાઇન ફીવરના કારણે થતા લગભગ 100% જેટલા ઊંચા પશુ મૃત્યુદરને રોકવાનો છે.
- તેનાથી ચેપ ફેલાય ત્યારે ભૂંડોને મારી નાખવાની જરૂરિયાત ઊભી થશે નહીં.
- આનાથી ખાસ કરીને ઉત્તર-પૂર્વ ભારતના ગ્રામીણ અને આદિવાસી પશુપાલકોની રોજીરોટી બચાવી શકાશે.
- તે દેશની બાયોસિક્યોરિટી અને પશુ સ્વાસ્થ્ય વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે.
મુખ્ય વિશેષતાઓ
- આ રસી સરળતાથી ઉપલબ્ધ MA-104 સેલ લાઇન પર આધારિત છે, જેથી વિદેશી મોંઘા મોડેલ પર આધાર રાખવો પડતો નથી.
- આ રસી 8 અઠવાડિયા થી વધુ ઉંમરના સ્વસ્થ ભૂંડોને 1 mL ના માપમાં સ્નાયુમાં આપવામાં આવે છે, અને પ્રથમ ડોઝના 14 દિવસ પછી બૂસ્ટર ડોઝ આપવામાં આવે છે.
- સરળ ઉત્પાદન પદ્ધતિના કારણે તેને બનાવવા નો ખર્ચ ખૂબ ઘટી જાય છે, જેથી વિદેશી રસીની સરખામણીએ આ ભારતીય રસી ખૂબ જ સસ્તા દરે મોટા પાયે બનાવી શકાય છે.
- આ રસી સલામત છે કે નહીં અને વાસ્તવિક સ્થિતિમાં પૂરી સુરક્ષા આપે છે કે નહીં તેની પ્રયોગશાળા અને ખેતરો બંને જગ્યાએ કડક ચકાસણી કરવામાં આવી છે.
- આ રસી ખાસ કરીને ASFV જેનોટાઇપ II સામે લડવા માટે બનાવવામાં આવી છે, જે વર્ષ 2020 થી ભારતના વિવિધ રાજ્યોમાં પશુઓમાં રોગ ફેલાવવા માટે જવાબદાર છે.
મહત્વ
- આ રસી રોગચાળો અટકાવશે, જેનાથી ઉત્તર-પૂર્વ ભારત જેવા વિસ્તારોના નાના પશુપાલકો અને આદિવાસી પશુપાલકોને થતું મોટું આર્થિક નુકસાન અટકી જશે.
- આ દેશી ટેકનોલોજીની સફળતા દર્શાવે છે અને ભારતને એશિયા તથા આફ્રિકાના દેશોમાં સસ્તી પશુ રસી નિકાસકાર તરીકે ઉભરવામાં મદદ કરશે.