ભારતે ક્લાઇમેટ ફાઇનાન્સ પર સંવાદ માટે કરી માંગ

ભારતે ક્લાઇમેટ ફાઇનાન્સ પર સંવાદ માટે કરી માંગ

#જીએસ-૩ #અર્થવ્યવસ્થા #પર્યાવરણ #આબોહવા પરિવર્તન #ટકાઉ વિકાસ #વર્તમાન પ્રવાહો #રાષ્ટ્રીય #આંતરરાષ્ટ્રીય

શા માટે ચર્ચામાં છે?

  • જર્મનીના બોન શહેરમાં મળેલી યુએન ક્લાઇમેટ બેઠકમાર્ ભારતે આંતરરાષ્ટ્રીય ફંડ ઘટવા સામે ચિંતા વ્યક્ત કરી છે.
  • ભારતે જણાવ્યું છે કે અનુકૂલન માટેના ફંડની ઘટતી રકમ પૂરી કરવા તાત્કાલિક પગલાં ભરવા જરૂરી છે.

ક્લાઇમેટ ફાઇનાન્સ વિશે

  • ક્લાઇમેટ ફાઇનાન્સ એટલે કે વાતાવરણના બદલાવ સામે લડવા માટે મળતું સ્થાનિક અને વૈશ્વિક નાણાકીય ભંડોળ.
  • આ નાણાંનો હેતુ ગ્રીનહાઉસ ગેસ ઘટાડવા અને બદલાવ સામે ટકી રહેવાના પ્રોજેક્ટ્સને મદદ કરવાનો છે.

વૈશ્વિક ક્લાઇમેટ ફાઇનાન્સના આંકડા

  • યુનાઇટેડ નેશન્સના અંદાજ મુજબ વિકાસશીલ દેશો માટે અનુકૂલન ફંડની જરૂરિયાત હાલના ફંડ કરતા 10 થી 18 ગણી વધુ છે.
  • વિકસિત દેશો દ્વારા આપવામાં આવતી વાસ્તવિક સહાયમાં ઘટાડો થયો છે.
  • વર્ષ 2030 સુધીમાં વિકાસશીલ દેશોને તેમની યોજનાઓ લાગુ કરવા માટે $5 ટ્રિલિયનથી $6 ટ્રિલિયન** ની જરૂર પડશે.
  • પોસ્ટ-2025 યુગ માટે NCQG લક્ષ્યાંક હેઠળ વર્ષ 2035 સુધીમાં દર વર્ષે ઓછામાં ઓછા $300 અબજ** આપવાની વાત છે, જે વિકાસશીલ દેશો માટે ઓછા છે.

મજબૂત ક્લાઇમેટ ફાઇનાન્સની તાકીદની જરૂરિયાત

  • વિકસિત દેશોએ ભૂતકાળમાં વધુ પ્રદૂષણ ફેલાવીને વિકાસ કર્યો છે, જેથી તેમને ગ્રીન સંક્રમણ માટે નાણાં આપવાની નૈતિક ફરજ છે.
  • ગ્રાન્ટ મળવાથી ગરીબ દેશોએ ભારે વ્યાજવાળી લોન લેવી પડતી નથી.
  • કોલસા આધારિત વીજળી બંધ કરીને સ્વચ્છ ઊર્જા વધારવા માટે મોટા પાયે મૂડી રોકાણ જરૂરી છે.
  • ખેતી અને ઉદ્યોગોને કુદરતી આફતો સામે બચાવવા માટે વિશેષ ભંડોળની જરૂર છે.

અત્યાર સુધી લેવાયેલા પગલાં

  • પેરીસ કરારમાં કલમ 9.1 દ્વારાવિકસિત દેશો માટે વિકાસશીલ દેશોને નાણાકીય સહાય આપવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું.
  • બોન ખાતે 150 થી વધુ દેશો ના પ્રતિનિધિઓએ વચનોને કાનૂની સ્વરૂપ આપવા ચર્ચા કરી.
  • બ્રાઝિલની COP30 પ્રેસિડેન્સી દ્વારા વૈશ્વિક લક્ષ્યો હાંસલ કરવા ગ્લોબલ ક્લાઇમેટ એક્શન એજન્ડા શરૂ કરાયો.
  • ભારતે જી-77 અને ચીન, એલએમડીસી અને બેઝિક જૂથ સાથે મળીને પોતાનો પક્ષ મજબૂત કર્યો.

પડકારો

  • ધનવાન દેશો તેમની નાણાકીય જવાબદારીઓ અંગે કાયમી ચર્ચા અટકાવવાનો સતત પ્રયાસ કરે છે.
  • વિકસિત દેશો પોતાના કાયદાઓનો ઉપયોગ કરીને વિકાસશીલ દેશોની નિકાસ પર દંડ ફટારે છે.
  • ધનિક દેશો પૂરતા નાણાં આપ્યા વગર ફક્ત કડક ઉત્સર્જન લક્ષ્યો થોપવાનો પ્રયાસ કરે છે.
  • આંતરરાષ્ટ્રીય સંઘર્ષોને કારણે લાંબા ગાળાના આબોહવા ફંડમાંથી ધ્યાન હટી જાય છે.
  • ઘણા દેશો યુએનની બહાર જઈને નવા નિયમો બનાવવાનો પ્રયત્ન કરે છે.

આગળનો માર્ગ

  • વિકાસશીલ દેશોએ સાથે મળીને યુએનએફસીસીસી બેઠકોમાં કલમ 9.1 ને પ્રાથમિકતા અપાવવી જોઈએ.
  • સ્થાનિક પ્રોજેક્ટ્સ માટે ચોક્કસ ધોરણો નક્કી કરવા ગ્લોબલ ગોલ ઓન એડપ્ટેશન ના 59 સૂચકો ને અંતિમ રૂપ આપવું.
  • કાર્બોન બોર્ડર ટેક્સ સામે કન્વેન્શનની કલમ 3.5 નો ઉપયોગ કરીને પડકારવું.
  • ગ્રીન ક્લાઇમેટ ફંડની અરજી પ્રક્રિયાને સરળ બનાવવી.
  • સ્પષ્ટ અને પારદર્શક ગ્રાન્ટ આધારિત નાણાકીય ટ્રાન્સફર સુનિશ્ચિત કરવું.

નિષ્કર્ષ

  • બોન સંમેલન એ યાદ અપાવે છે કે પર્યાવરણીય વચનો અને વાસ્તવિક ફંડ વચ્ચેનું અંતર પૂરવું જરૂરી છે.
  • એકપક્ષીય વેપાર અવરોધો સામે જી-77 અને બેઝિક જૂથ સાથે રહીને ભારતે ક્લાઇમેટ જસ્ટિસના સિદ્ધાંતને મજબૂત કર્યો છે.