
I-2SEA સબમરીન કેબલ સિસ્ટમનું અનાવરણ
#GS-3 #સાયન્સ અને ટેકનોલોજી #ICT #અર્થતંત્ર #માળખાકીય સુવિધાઓ #વર્તમાન બનાવો #આંતરરાષ્ટ્રીય #I-2SEA કેબલ
શા માટે ચર્ચામાં છે?
- Microsoft, Singtel, Tata Communications અને Lightstorm ધરાવતા ટેકનોલોજી કન્સોર્ટિયમે I-2SEA સબમરીન કેબલ સિસ્ટમ બનાવવા માટે કરાર કર્યા છે.
- આ પ્રોજેક્ટ ભારત અને દક્ષિણ-પૂર્વ એશિયા વચ્ચે AI, ક્લાઉડ કોમ્પ્યુટિંગ અને મોટા ડેટા વપરાશની વધતી માંગને પહોંચી વળવા શરૂ કરાયો છે.
કેબલ સિસ્ટમ વિશે
- ઈન્ડિયા-સાઉથઈસ્ટ એશિયા (I-2SEA) સિસ્ટમ એ સમુદ્રના તળિયે પાથરવામાં આવતું નવી પેઢીનું હાઈ-સ્પીડ ફાઈબર-ઓપ્ટિક નેટવર્ક છે.
- સબમરીન કેબલ દરિયાઈ માર્ગે વિશ્વભરના ઈન્ટરનેટ અને ટેલિકોમ ડેટા ટ્રાફિકને એક દેશથી બીજા દેશ પહોંચાડે છે.
- આ કેબલ સામાન્ય વેબસાઈટ બ્રાઉઝિંગ માટે નથી, પરંતુ AI ટ્રેનિંગ, GPU ક્લસ્ટર અને મોટો ક્લાઉડ ડેટા પ્રોસેસ કરવા માટે ખાસ બનાવવામાં આવ્યો છે.
- આ દરિયાઈ કેબલની કુલ લંબાઈ અંદાજે 3,600 કિલોમીટર જેટલી હશે.
રૂટ અને લેન્ડિંગ સ્ટેશનો
- દક્ષિણ-પૂર્વ એશિયામાં આ કેબલ ક્લાઉડ હબ સિંગાપોર ને મલેશિયાના ડેટા કોરિડોર કુઆલાલંપુર સાથે જોડશે.
- ભારતમાં આ કેબલ પૂર્વ કિનારે બે જગ્યાએ લેન્ડ થશે: મછલીપટ્ટનમ અને દક્ષિણ ચેન્નાઈ.
- મછલીપટ્ટનમ લેન્ડિંગ સ્ટેશનથી હૈદરાબાદ ના મોટા AI ડેટા સેન્ટરો સુધી સૌથી ટૂંકો દરિયાઈ રસ્તો મળશે.
- દક્ષિણ ચેન્નાઈ ખાતેનું નવું સ્ટેશન જૂના અને વધારે ભીડભાડ વાળા દરિયાઈ માર્ગોને બાયપાસ કરવામાં મદદ કરશે.
- આ સિસ્ટમ આગળ જતાં જમીન માર્ગે મછલીપટ્ટનમ થી મુંબઈ અને દેશના 80 થી વધુ ડેટા સેન્ટરો સાથે જોડાશે.
મુખ્ય ઉદ્દેશ્યો અને હેતુ
- મુખ્ય હેતુ AI મોડેલ ચલાવતી કંપનીઓ માટે હાઈ-સ્પીડ અને ઓછા વિલંબ વાળા નેટવર્ક કનેક્શન પૂરું પાડવાનો છે.
- આ સિસ્ટમ ખાસ કરીને હાઈપરસ્કેલર્સ, GPU સેવા આપતી કંપનીઓ અને AI ટ્રેનિંગ ચલાવતા વ્યવસાયોને મદદ કરશે.
- આ કેબલ સિંગાપોર-મલેશિયા-હૈદરાબાદ ડેટા માર્ગ પર સૌથી ઝડપી કનેક્ટિવિટી આપશે.
આ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે?
- હાઈ-સ્પીડ ડેટા દરિયાના તળિયે રહેલા 3,600 કિમી ના કેબલ દ્વારા મુસાફરી કરશે.
- દરિયાઈ કિનારે પહોંચ્યા પછી ડેટા Lightstorm દ્વારા ચલાવવામાં આવતા લેન્ડિંગ સ્ટેશનો પર પ્રોસેસ થશે.
- ત્યારબાદ આ દરિયાઈ કેબલ દેશભરમાં પથરાયેલા Lightstorm ના 30,000 કિમી ના ફાઈબર નેટવર્ક સાથે સીધો જોડાઈ જશે.
- કંપનીઓ SmartNet AI Fabric અને Polarin પ્લેટફોર્મ વડે પોતાના ડેટા નેટવર્કનું રીયલ-ટાઇમ મોનિટરિંગ કરી શકશે.
મુખ્ય વિશેષતાઓ અને ટેકનિકલ વિગતો
- આ નેટવર્કમાં કોઈ પણ કંપની વાપરી શકે તેવા કેરિયર-ન્યૂટ્રલ લેન્ડિંગ સ્ટેશન અને ઓપન આર્કિટેક્ચર છે.
- મલક્કા સ્ટ્રેટ અને બંગાળની ખાડી માં જહાજોથી નુકસાન ન થાય તે માટે કેબલને સમુદ્રના તળિયે 3 મીટર ઊંડો દાટવામાં આવશે.
- આ પ્રોજેક્ટ વૈશ્વિક ટેક કંપનીઓ અને પ્રાદેશિક નેટવર્ક ઓપરેટરો વચ્ચેના સંયુક્ત કરાર હેઠળ ચલાવવામાં આવી રહ્યો છે.
- જાપાનીઝ કંપની NEC કોર્પોરેશન આ સિસ્ટમ માટે મુખ્ય હાર્ડવેર સપ્લાયર તરીકે કામ કરશે.
- દરિયામાં કેબલ પાથરવાનું અને તળિયે ખોદકામ કરવાનું કામ ASEAN Cableship Pte Ltd (ACPL) કરશે.
મહત્વ
- આ સબમરીન કેબલ સિસ્ટમ 2029 ના ચોથા ક્વાર્ટર (Q4) સુધીમાં સંપૂર્ણ રીતે શરૂ થઈ જશે.
- તે ભારત અને દક્ષિણ-પૂર્વ એશિયા ના દેશો વચ્ચેના ડિજિટલ સંબંધો અને માળખાકીય સુવિધાઓને મજબૂત કરશે.
- આ પ્રોજેક્ટ બંને પ્રદેશોમાં AI ઈકોસિસ્ટમ, ક્લાઉડ કોમ્પ્યુટિંગ અને ડિજિટલ અર્થતંત્રના વિકાસને ઝડપી બનાવશે.