
સરકારે ઈન્ડેક્સ ઓફ કોર ઈન્ડસ્ટ્રીઝનું આધાર વર્ષ બદલ્યું
#GS-3 #અર્થતંત્ર #માળખાકીય સુવિધા #વર્તમાન ઘટનાઓ #રાષ્ટ્રીય #ઈન્ડેક્સ ઓફ કોર ઈન્ડસ્ટ્રીઝ #ઈન્ડેક્સ ઓફ ઈન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન
શા માટે ચર્ચામાં છે?
- કેન્દ્ર સરકારે ઈન્ડેક્સ ઓફ કોર ઈન્ડસ્ટ્રીઝ (ICI) ની નવી ઈન્ડેક્સ શ્રેણી બહાર પાડી છે. આ શ્રેણીમાં જૂના 2011-12 ના આધાર વર્ષને બદલીને નવું આધાર વર્ષ 2022-23 નક્કી કરવામાં આવ્યું છે.
ઈન્ડેક્સ ઓફ કોર ઈન્ડસ્ટ્રીઝ વિશે
- ઈન્ડેક્સ ઓફ કોર ઈન્ડસ્ટ્રીઝ (ICI) એ દર મહિને બહાર પાડવામાં આવતો ઈન્ડેક્સ છે. તે દેશના મુખ્ય માળખાકીય ક્ષેત્રોના ઉત્પાદનનું સ્તર માપે છે.
- આ ઈન્ડેક્સ Index of Industrial Production (IIP) ના અગાઉથી સંકેત આપે છે, કારણ કે આ મુખ્ય ક્ષેત્રો IIP માં મોટો હિસ્સો ધરાવે છે.
- વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ના DPIIT હેઠળ આવેલી આર્થિક સલાહકારની કચેરી દર મહિને આ ઈન્ડેક્સ તૈયાર કરીને બહાર પાડે છે.
- આ સુધારો લાવવાનો મુખ્ય હેતુ ઉત્પાદનના આંકડાને આજની આર્થિક સ્થિતિ, વપરાશની પેટર્ન અને GDP જેવા નવા આંકડાઓ સાથે સરખાવીને સાચો ચિતાર મેળવવાનો છે.
અપડેટ થયેલી શ્રેણીમાં મુખ્ય ફેરફારો
- દેશની નવી ઉત્પાદન ક્ષમતા સાચી રીતે માપી શકાય તે માટે આધાર વર્ષ 2011-12 થી બદલીને 2022-23=100 કરવામાં આવ્યું છે.
- આ ઈન્ડેક્સમાં હવે 8 ના બદલે 9 મુખ્ય ઉદ્યોગો નો સમાવેશ થાય છે. નવા ઉમેરાયેલા આયર્ન ઓર (લોહ અયસ્ક) ને 4.905% વજન આપવામાં આવ્યું છે.
- સ્ટીલના ઉત્પાદનમાં હવે નેટ આંકડાને બદલે ગ્રોસ ઉત્પાદન આંકડા નો ઉપયોગ થશે, જેથી IIP ની ગણતરી સાથે મેળ બેસી શકે.
- કોલસાના આંકડામાં બેવડી ગણતરી રોકવા માટે હવે માત્ર કાચો કોલસો (raw coal) જ ધ્યાને લેવાશે અને વોશ કરેલો કોલસો બાદ કરી દેવાયો છે.
- ઉદ્યોગોનું વજન ફરીથી નક્કી કરાયું છે. હવે વીજળી (Electricity) નો હિસ્સો સૌથી વધીને 30.932% થઈ ગયો છે, જે પહેલા 19.85% હતો.
- રિફાઇનરી પ્રોડક્ટ્સ નો હિસ્સો ઘટીને 22.572% થયો છે, જે અગાઉ 28.04% હતો.
- કોલસા નો હિસ્સો ઘટીને 5.596% થયો છે અને કુદરતી ગેસ નો હિસ્સો ઘટીને 3.841% થયો છે.
- ખાતર (Fertilizers) નો હિસ્સો સામાન્ય વધીને 2.731% થયો છે, જે પહેલા 2.63% હતો.
આ સુધારાનું મહત્વ
- આધાર વર્ષ 2022-23 કરવાથી દેશના ઔદ્યોગિક ઉત્પાદનનું સાચું અને સચોટ ચિત્ર સ્પષ્ટ થાય છે.
- આ ઈન્ડેક્સને IIP, GDP અને WPI સાથે સરખો કરવાથી સરકારને નાણાકીય નીતિઓ અને નિર્ણયો લેવામાં મોટી મદદ મળશે.