ફ્રેન્કેનસ્ટેઇન સ્ટેટની વિભાવના અને તેની અસરો

ફ્રેન્કેનસ્ટેઇન સ્ટેટની વિભાવના અને તેની અસરો

#GS-2 #GS-3 #આંતરરાષ્ટ્રીય સંબંધો #આંતરિક સુરક્ષા #વર્તમાન પ્રવાહો #રાષ્ટ્રીય #આતંકવાદ

સંદર્ભ

  • ભારતે UNHRC ના 62nd Session માં પાકિસ્તાનની સખત આલોચના કરી છે.
  • ભારતે પાકિસ્તાનને ફ્રેન્કેનસ્ટેઇન સ્ટેટ કહ્યું છે કારણ કે તે આતંકવાદને રાજકીય હથિયાર તરીકે વાપરે છે.

તે શું છે?

  • ફ્રેન્કેનસ્ટેઇન સ્ટેટ શબ્દ મેરી શેલીની નવલકથા ફ્રેન્કેનસ્ટેઇન પરથી લેવામાં આવ્યો છે, જેમાં સર્જક પોતાના જ રાક્ષસ પર કાબૂ ગુમાવી બેસે છે.

મુખ્ય વિશેષતાઓ

  • આવા રાજ્યો વિદેશ નીતિ માટે ઉગ્રવાદી જૂથોનો પ્રોક્સી તરીકે ઉપયોગ કરે છે.
  • આ પાળેલા જૂથો સમય જતાં પોતાના જ દેશ સામે થઈ જાય છે અને અશાંતિ ફેલાવે છે.
  • આવા દેશો દુનિયાની નજરમાં પીડિત હોવાનું નાટક કરે છે પણ અંદરખાને આતંકવાદને પોષે છે.
  • જ્યારે આ જૂથો આત્મનિર્ભર બની જાય છે, ત્યારે રાજ્ય તેમનો કાબૂ ગુમાવી બેસે છે.
  • આતંકવાદી જોડાણોને કારણે આ દેશોને વૈશ્વિક સ્તરે વિરોધ અને પ્રતિબંધોનો સામનો કરવો પડે છે.

અસરો

  • કટ્ટરવાદી જૂથો દેશની આંતરિક સુરક્ષા અને સ્થિરતા માટે મોટો ખતરો બને છે.
  • સીમા પારનો આતંકવાદ પડોશી દેશો સાથેના સંબંધો બગાડે છે અને સંઘર્ષ વધારે છે.
  • આતંકવાદને ટેકો આપતા દેશો વિશ્વભરમાં પોતાની વિશ્વસનીયતા ગુમાવી દે છે.
  • લાંબો સમય ચાલતી હિંસા અને આતંકવાદ સામાન્ય લોકોને મુશ્કેલીમાં મૂકે છે.