
સીમાંકન પર EAC-PM ની ભલામણો
#GS-2 #ભારતીય રાજવ્યવસ્થા અને બંધારણ #બંધારણીય સંસ્થાઓ #સંસદ #વર્તમાન પ્રવાહો #રાષ્ટ્રીય #અર્થવ્યવસ્થા
શા માટે ચર્ચામાં છે?
- તાજેતરમાં, Economic Advisory Council to the Prime Minister (EAC-PM) દ્વારા ભારતના આગામી સંસદીય delimitation (સીમાંકન) વિશે એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે.
EAC-PM ની મુખ્ય ભલામણો
- રિપોર્ટમાં વસ્તીના આધારે નહીં પરંતુ multi-factor criteria for a targeted splitting of seats દ્વારા બેઠકો વહેંચવાની ભલામણ કરવામાં આવી છે, જેથી મોટા રાજ્યોની લોકસભા બેઠકોનું પ્રમાણ જળવાઈ રહે.
- આ અભ્યાસ માટે સંશોધકોએ 2009-2024 ના ચૂંટણી ડેટાનો ઉપયોગ કરીને મતદાન, મતવિસ્તારનું કદ અને પાંચ સામાજિક પરિબળો વચ્ચેનો સંબંધ તપાસ્યો છે.
- આ પાંચ પરિબળોમાં શહેરી હિસ્સો, SC હિસ્સો, ST હિસ્સો, ભાષાકીય ધ્રુવીકરણ અને ભાષાકીય વિવિધતાનો સમાવેશ થાય છે.
- EAC-PM સૂચવે છે કે સીમાંકન પંચે માત્ર કદને બદલે બેઠકો વિભાજીત કરવા માટે વસ્તી અને ભાષાકીય પ્રોફાઇલને આધાર બનાવવો જોઈએ.
- ચોકસાઈ વધારવા માટે સીમાંકનની પ્રક્રિયા fresh booth rationalisation cycle, 2027 Census ના ડેટા અને જાતિ-આધારિત ચૂંટણી આંકડાઓ સાથે જોડી દેવી જોઈએ.
સીમાંકન વિશે
- સીમાંકન એટલે લોકસભા અને રાજ્ય વિધાનસભા બેઠકોની ભૌગોલિક સીમાઓ નક્કી કરવી, જેથી દરેક બેઠક પર સરખા મતદારો હોય.
- બંધારણના Article 82 મુજબ સંસદે દરેક વસ્તી ગણતરી પછી સીમાંકન કાયદો બનાવવો પડે છે.
- Article 170 રાજ્યની વિધાનસભા બેઠકોના પુનર્ગઠન માટે સમાન જોગવાઈ કરે છે.
- Delimitation Commission એ કેન્દ્ર સરકાર દ્વારા રચાતી સ્વતંત્ર સંસ્થા છે જેમાં 3 members હોય છે, જેમાં Supreme Court Judge વડા તરીકે, Chief Election Commissioner અને સંબંધિત રાજ્યોના ચૂંટણી કમિશનર સભ્ય હોય છે.
- આ પંચના આદેશો કાનૂની બળ ધરાવે છે અને તેને કોઈપણ અદાલતમાં પડકારી શકાતા નથી.
- માર્ચ 2026 સુધીમાં આ પંચ કુલ four times બનાવવામાં આવ્યું છે, જે 1952, 1963, 1973 અને 2002 માં રચાયા હતા.
સીમાંકન પર પ્રતિબંધ
- 42nd Amendment Act, 1976 દ્વારા વસ્તી નિયંત્રણ કરનાર રાજ્યોને નુકસાન ન થાય તે માટે લોકસભાની બેઠકોની સંખ્યા 1971 Census ની વસ્તી પર સ્થિર કરવામાં આવી હતી.
- 84th Amendment Act, 2001 દ્વારા આ પ્રતિબંધ 2026 પછીની પહેલી વસ્તી ગણતરી સુધી લંબાવવામાં આવ્યો છે.
- વર્ષ 2002 ના પંચે 2001 Census ના આધારે રાજ્યોની અંદરની સીમાઓ બદલી હતી, પરંતુ રાજ્યો વચ્ચે બેઠકોની ફાળવણી હજુ પણ 1971 ના ડેટા મુજબ જ ચાલે છે.