
BRICS દેશોની ડ્રગ્સ વિરોધી એજન્સીઓએ ગુવાહાટી ઘોષણાપત્ર અપનાવ્યું
#GS-2 #GS-3 #શાસન અને સામાજિક ન્યાય #વર્તમાન બનાવો #આંતરરાષ્ટ્રીય #સાઇબર સુરક્ષા #બ્રિક્સ #ગુવાહાટી ઘોષણાપત્ર #નાર્કોટિક્સ કંટ્રોલ
શા માટે ચર્ચામાં છે?
- ભારતના 2026 ના BRICS પ્રમુખપદ હેઠળ સભ્ય દેશોની ડ્રગ્સ વિરોધી એજન્સીઓના વડાઓએ ગુવાહાટી ઘોષણાપત્ર સ્વીકાર્યું છે.
ગુવાહાટી ઘોષણાપત્ર શું છે?
- ગુવાહાટી ઘોષણાપત્ર એ વિસ્તૃત BRICS દેશોની ડ્રગ્સ વિરોધી એજન્સીઓ વચ્ચે થયેલો એક બહુપક્ષીય સુરક્ષા કરાર છે.
- તે નશીલા પદાર્થોનો આંતરરાષ્ટ્રીય વેપાર, સંગઠિત ગુનાખોરી અને કાળા નાણાંને ધોળા કરવાના માર્ગો બંધ કરવા માટે એક આધુનિક સંયુક્ત માળખું બનાવે છે.
ઘોષણાપત્રના હેતુઓ
- આ કરારનો મુખ્ય હેતુ સરહદોના બંધન વગર કાયદાનું પાલન કરાવતી એજન્સીઓનું એક ઝડપી અને વિશ્વસનીય નેટવર્ક બનાવવાનો છે.
- તે ટેકનોલોજીની મદદથી ડ્રગ્સ પકડવાની સાથે સમાજમાં ડ્રગ્સની માંગ ઘટાડવાના ચોક્કસ ઉપાયો પર ધ્યાન આપે છે.
ઘોષણાપત્રના મુખ્ય પરિણામો
- સભ્ય દેશો ડ્રગ્સ બનાવવા વપરાતા કેમિકલ્સ પર નજર રાખશે અને ગેરકાયદે લેબ બંધ કરવા ગુપ્ત માહિતી શેર કરશે.
- બધા દેશો ભેગા મળીને ક્રિપ્ટોકરન્સી થકી થતા અનામિક વ્યવહારો ટ્રેક કરશે અને ડાર્કનેટ પર ચાલતા ડ્રગ્સના ઓનલાઇન બજારો બંધ કરાવશે.
- તસ્કરીના રસ્તાઓ અંગે તાજી માહિતી આપલે કરાશે જેથી તરત જ સરહદ પાર કાયદાકીય કાર્યવાહી કરી શકાય.
- ભારતે BRICS વર્ચ્યુઅલ વર્કિંગ ગ્રુપ નામે એક ડિજિટલ પ્લેટફોર્મનું સૂચન કર્યું છે જે સતત માહિતીની આપલે અને તાલીમમાં મદદ કરશે.
- કડક કાર્યવાહીની સાથે નશા મુક્તિ, સારવાર અને યુવાનોમાં જાગૃતિ ફેલાવવા જેવા જાહેર આરોગ્યના પગલાં પર પણ ભાર મુકાયો છે.
વ્યૂહાત્મક મહત્વ
- આ કરાર ભારતની ઝીરો-ટોલરન્સ નીતિને ટેકો આપે છે અને તેના 2026-2029 ના Narcotics Control વિઝન ને મજબૂત કરે છે.
- આ કરાર જૂના અને નવા જોડાયેલા તમામ BRICS દેશોને એક જ સુરક્ષા માળખા હેઠળ સાથે લાવે છે.
- દરિયાઈ માર્ગો પર સંયુક્ત નજર રાખવાથી મોટા ડ્રગ્સ કાર્ટેલની તસ્કરી અટકાવી શકાશે અને આંતરરાષ્ટ્રીય વેપાર સુરક્ષિત બનશે.