
ભારતમાં વિહિકલ-ટુ-વિહિકલ (V2V) કમ્યુનિકેશન ટેકનોલોજી
#GS-3 #વિજ્ઞાન અને ટેકનોલોજી #આઈસીટી #અર્થતંત્ર #માળખાકીય સુવિધા #વર્તમાન બનાવો #રાષ્ટ્રીય #વીટુવી ટેકનોલોજી #માર્ગ સુરક્ષા
શા માટે ચર્ચામાં છે?
- માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) એ સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સ, 1989 માં સુધારો કરવા માટે એક ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે.
વિહિકલ-ટુ-વિહિકલ (V2V) ટેકનોલોજી શું છે?
- વિહિકલ-ટુ-વિહિકલ (V2V) એક વાયરલેસ કમ્યુનિકેશન સિસ્ટમ છે. તે નજીકના વાહનોને પોતાની ઝડપ, સ્થાન, દિશા અને બ્રેકની માહિતી એકબીજા સાથે શેર કરવાની સુવિધા આપે છે.
- સામાન્ય સેન્સર સામે ન દેખાતી વસ્તુઓ જોઈ શકતા નથી, પરંતુ V2V ટેકનોલોજી ડ્રાઇવરને અગાઉથી ચેતવણી આપીને અકસ્માત અટકાવવામાં મદદ કરે છે.
ભારતમાં શરૂ કરવા માટેની પ્રસ્તાવિત સમયસીમા
- આ ટેકનોલોજીના નિયમો નક્કી કરવા માટે સરકારે નવું AIS-230 (ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ) તૈયાર કર્યું છે.
- 1 ઓક્ટોબર, 2027 થી જે વાહનોમાં V2V હાર્ડવેર હશે, તેમણે સ્વેચ્છાએ AIS-230 નિયમોનું પાલન કરવાનું રહેશે.
- 1 ઓક્ટોબર, 2028 થી ઉત્પાદિત થતા તમામ નવા L, M અને N શ્રેણી ના વાહનો માટે V2V સિસ્ટમ ફરજિયાત બનશે.
- આ સિસ્ટમ 5.875 GHz થી 5.925 GHz ના સ્પેક્ટ્રમ બેન્ડ પર Cellular Vehicle-to-Everything (C-V2X) નો ઉપયોગ કરે છે, જેને ટેલિકોમ વિભાગ (DoT) એ લાયસન્સ ફીમાંથી મુક્તિ આપી છે.
V2V ટેકનોલોજીનો મુખ્ય ઉદ્દેશ્ય
- આ સિસ્ટમનો મુખ્ય હેતુ ભારતમાં માર્ગ અકસ્માતો અને મૃત્યુ ઘટાડવાનો છે. તે એડવાન્સ્ડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS) સાથે મળીને કામ કરશે.
V2V ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે?
- વાહનમાં ફેક્ટરીમાંથી જ ઓન-બોર્ડ યુનિટ્સ (OBUs) લગાવેલા હોય છે. તે સતત GPS સ્થાન, ઝડપ અને સુરક્ષા ચેતવણીઓના મેસેજ મોકલે છે.
- નજીકના વાહનો સેલ ટાવર કે ઇન્ટરનેટ સર્વર વગર સીધા જ એકબીજા સાથે સંપર્ક કરે છે.
- વાહનમાં રહેલું કોમ્પ્યુટર મિલીસેકન્ડમાં અકસ્માતના જોખમની ગણતરી કરે છે અને ડ્રાઇવરને અવાજ, ડિસ્પ્લે કે વાઇબ્રેશન દ્વારા ચેતવે છે.
AIS-230 ધોરણની મુખ્ય વિશેષતાઓ
- તે લાયસન્સ-મુક્ત C-V2X રેડિયો ચેનલોનો ઉપયોગ કરે છે, જે 5.9 GHz બેન્ડ (5.875 GHz થી 5.925 GHz) પર કામ કરે છે.
- આ ધોરણમાં રીસીવરની ક્ષમતા, GNSS લોકેશન ચોકસાઈ, બેટરી સુરક્ષા અને ઇલેક્ટ્રોમેગ્નેટિક પ્રોટેક્શન માટે કડક નિયમો છે.
- આ સિસ્ટમ 360-ડિગ્રી કવરેજ આપે છે. તે તીવ્ર વળાંક, અંધારા રસ્તા કે ધુમ્મસમાં પણ અસરકારક રીતે કામ કરે છે.
- હેકિંગ અને ખોટા મેસેજ અટકાવવા માટે આ સિસ્ટમમાં સાયબર સુરક્ષાના એનક્રિપ્ટેડ કોડ રાખવામાં આવ્યા છે.
V2V ટેકનોલોજીના મુખ્ય ઉપયોગો
- ઇમરજન્સી ઇલેક્ટ્રોનિક બ્રેક લાઇટ (EEBL) આગળ ચાલતા વાહને અચાનક બ્રેક મારતાં જ પાછળના વાહનોને ચેતવણી આપે છે, જેથી એકસાથે અનેક વાહનો અથડાતા બચે છે.
- ફોરવર્ડ કોલાઇઝન વોર્નિંગ (FCW) આગળ ટ્રાફિક ધીમો થતાં જ અકસ્માત ટાળવા માટે ડ્રાઇવરને એલર્ટ કરે છે.
- બ્લાઇન્ડ સ્પોટ એન્ડ લેન ચેન્જ વોર્નિંગ ઓવરટેક કરતી વખતે કાચમાં ન દેખાતા વાહનો વિશે ડ્રાઇવરને જાણ કરે છે.
- રોંગ-વે ડ્રાઇવિંગ એલર્ટ વન-વે અથવા હાઇવે પર ખોટી દિશામાં આવતા વાહનોને ઓળખી લે છે.
- ઇમરજન્સી વ્હીકલ એપ્રોચિંગ એલર્ટ પાછળથી આવતી એમ્બ્યુલન્સ, ફાયર એન્જિન કે પોલીસ વાહનની અગાઉથી જાણ કરે છે જેથી રસ્તો ખાલી કરી શકાય.