
પ્રોફેસર અન્નપૂર્ણી સુબ્રમણ્યમને COSPAR વિક્રમ સારાભાઈ મેડલ 2026 એનાયત થયો
#GS-3 #વિજ્ઞાન અને ટેકનોલોજી #અંતરિક્ષ #વર્તમાન ઘટનાઓ #રાષ્ટ્રીય #COSPAR #વિક્રમ સારાભાઈ મેડલ #ISRO #ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ #AstroSat #અન્નપૂર્ણી સુબ્રમણ્યમ
શા માટે ચર્ચામાં છે?
- બેંગલુરુની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ (IIA) ના ડિરેક્ટર પ્રોફેસર અન્નપૂર્ણી સુબ્રમણ્યમ ને વર્ષ 2026 નો પ્રતિષ્ઠિત COSPAR વિક્રમ સારાભાઈ મેડલ એનાયત કરવામાં આવ્યો છે.
COSPAR વિક્રમ સારાભાઈ મેડલ 2026 વિશે
- આ એક અગ્રણી આંતરરાષ્ટ્રીય એવોર્ડ છે, જે ખાસ કરીને વિકાસશીલ દેશોમાં સ્પેસ સાયન્સ ક્ષમતાઓ વધારવા માટે સારું સંશોધન કરનાર વૈજ્ઞાનિકોને આપવામાં આવે છે.
- આ એવોર્ડ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) અને કમિટી ઓન સ્પેસ રિસર્ચ (COSPAR) દ્વારા સંયુક્ત રીતે આપવામાં આવે છે.
- આ મેડલ દર બે વર્ષે યોજાતી COSPAR Scientific Assembly દરમિયાન એનાયત કરવામાં આવે છે.
- ભારતીય સ્પેસ પ્રોગ્રામના પિતા ડૉ. વિક્રમ સારાભાઈ ની સ્મૃતિમાં સ્પેસ રિસર્ચ અને ખગોળશાસ્ત્રમાં મોટું યોગદાન આપનાર વ્યક્તિઓને આ સન્માન આપવામાં આવે છે.
એવોર્ડની મુખ્ય વિશેષતાઓ
- COSPAR અને ISRO એ સાથે મળીને 1990 માં ડૉ. વિક્રમ સારાભાઈ ની યાદમાં આ સન્માનની શરૂઆત કરી હતી.
- ઉમેદવારોની પસંદગી એસેમ્બલીના એક વર્ષ પહેલા પૂરા થયેલા છેલ્લા પાંચ વર્ષ ના રિસર્ચ કામ પરથી થાય છે.
- દુનિયાભરના વૈજ્ઞાનિકો આ એવોર્ડ મેળવી શકે છે, શરત એ કે તેમનું કામ વિકાસશીલ દેશોની સ્પેસ ક્ષમતા વધારવામાં મદદરૂપ હોવું જોઈએ.
- પ્રોફેસર સુબ્રમણ્યમ ને તારાઓ, ગેલેક્સીના વિકાસ અને AstroSat ઉપગ્રહના UVIT ટેલિસ્કોપમાં કરેલી મહત્વની કામગીરી માટે આ એવોર્ડ મળ્યો છે.
- આ પહેલા U. R. Rao ને 1996 માં, ગુરબક્ષ સિંહ લાખીના ને 2014 માં અને અનિલ ભારદ્વાજ ને 2024 માં આ મેડલ મળ્યો હતો.
મહત્વ
- આ એવોર્ડ AstroSat અને Thirty Meter Telescope જેવા પ્રોજેક્ટ્સ દ્વારા સ્પેસ સાયન્સ ક્ષેત્રે ભારતની વધતી પકડ દર્શાવે છે.
- પ્રોફેસર સુબ્રમણ્યમ આ મેડલ જીતનારા પ્રથમ ભારતીય મહિલા અને વિશ્વના ત્રીજા મહિલા વૈજ્ઞાનિક બન્યા છે, જે વિજ્ઞાનમાં મહિલાઓના નેતૃત્વને પ્રોત્સાહન આપે છે.