
પ્રધાનમંત્રી વિકસિત ગ્રામ સ્વરાજ યોજના (PM VGSY) ને મંજૂરી મળી
#GS-2 #શાસન અને સામાજિક ન્યાય #સ્થાનિક સ્વરાજ્ય #વર્તમાન બનાવો #રાષ્ટ્રીય #ભારતીય રાજ્યવ્યવસ્થા અને બંધારણ #પંચાયતી રાજ
મુખ્ય મુદ્દા
- કેન્દ્રીય કેબિનેટે વર્ષ 2026-27 થી 2030-31 માટે ₹7,395.55 કરોડ ના બજેટ સાથે PM VGSY યોજનાને મંજૂરી આપી છે.
- આ યોજનામાં કેન્દ્ર સરકાર ₹4,869.48 કરોડ અને રાજ્ય સરકારો ₹2,526.07 કરોડ નો હિસ્સો આપશે.
- આ યોજના 16મા નાણાં પંચ દ્વારા ફાળવવામાં આવેલા ₹4.35 લાખ કરોડ ના ફંડનો સાચો ઉપયોગ સુનિશ્ચિત કરશે.
- યોજના હેઠળ 2.55 લાખ પંચાયતોના 32 લાખ પ્રતિનિધિઓને તાલીમ મળશે, જેમાં છઠ્ઠી અનુસૂચિ ના આદિવાસી વિસ્તારો પણ સામેલ છે.
- વહીવટમાં પારદર્શિતા લાવવા માટે eGramSwaraj, AuditOnline અને 17 ભાષાઓમાં કામ કરતું PANCHAM AI પ્લેટફોર્મ વપરાશે.
શા માટે ચર્ચામાં છે?
- કેન્દ્રીય કેબિનેટે વડાપ્રધાનની અધ્યક્ષતામાં પ્રધાનમંત્રી વિકસિત ગ્રામ સ્વરાજ યોજના (PM VGSY) ને મંજૂરી આપી દીધી છે.
- સરકારે આ યોજના માટે વર્ષ 2026-27 થી 2030-31 સુધીના પાંચ વર્ષ માટે કુલ ₹7,395.55 કરોડ નું બજેટ નક્કી કર્યું છે.
PM VGSY યોજના વિશે
- આ યોજના કેન્દ્ર પુરસ્કૃત યોજના છે. એનો મુખ્ય હેતુ દેશના ગ્રામીણ વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજ્યની વ્યવસ્થા સુધારવાનો છે.
- ગામડાંના યોગ્ય આયોજન, ડિજિટલ મોનિટરિંગ અને પારદર્શક વહીવટ માટે ગ્રામ પંચાયતોને મુખ્ય કેન્દ્ર બનાવવામાં આવશે.
- આ આખી યોજનાનું સંચાલન ભારત સરકારનું પંચાયતી રાજ મંત્રાલય કરશે.
- તેનો હેતુ ગ્રામ પંચાયતોને સક્ષમ, આત્મનિર્ભર અને જવાબદાર સંસ્થા બનાવવાનો છે.
- આ યોજના 16મા નાણાં પંચ હેઠળ મળનાર ₹4.35 લાખ કરોડ ની ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરશે.
PM VGSY યોજનાના મુખ્ય પાસાઓ
- કુલ ₹7,395.55 કરોડ માંથી કેન્દ્ર સરકાર ₹4,869.48 કરોડ અને રાજ્ય સરકારો ₹2,526.07 કરોડ આપશે.
- આ યોજનાથી 2.55 લાખ પંચાયતોના લગભગ 32 લાખ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કર્મચારીઓને સીધો ફાયદો થશે.
- યોજના હેઠળ ચલાવવામાં આવતા જાગૃતિ કાર્યક્રમોથી દરેક તબક્કે ઓછામાં ઓછા 1 કરોડ નાગરિકો સુધી માહિતી પહોંચાડાશે.
- આ યોજના આખા દેશમાં લાગુ થશે. જ્યાં સામાન્ય પંચાયતો નથી તેવા છઠ્ઠી અનુસૂચિ અને બિન-ભાગ IX ના આદિવાસી વિસ્તારો પણ આમાં આવરી લેવાશે.
- ગામડાંના વિકાસ માટે eGramSwaraj પોર્ટલ પર દર વર્ષે 2.55 લાખ પંચાયત વિકાસ યોજનાઓ તૈયાર કરવામાં આવશે.
- નાણાકીય ગડબડ રોકવા માટે AuditOnline પ્લેટફોર્મ દ્વારા દર વર્ષે 2.55 લાખ ઓનલાઇન ઓડિટ પ્લાન બનાવવામાં આવશે.
- લોકોને સરકારી યોજનાઓ સરળતાથી સમજાય તે માટે 17 ભારતીય ભાષાઓમાં કામ કરતું PANCHAM નામનું AI પ્લેટફોર્મ શરૂ કરાશે.
- ગામડાં પોતાની રીતે સ્થાનિક વેરા અને ફી ઉઘરાવી શકે તે માટે પંચાયતોને સક્ષમ બનાવી આર્થિક રીતે પગભર કરવામાં આવશે.