
મૂનશોટ એઆઈ એ કિમી કે3 ઓપન-સોર્સ એઆઈ મોડેલ લોન્ચ કર્યું
#GS-3 #સાયન્સ અને ટેકનોલોજી #એઆઈ (કૃત્રિમ બુદ્ધિમત્તા) #વર્તમાન બનાવો #આંતરરાષ્ટ્રીય
શા માટે ચર્ચામાં છે?
- ચીનની એઆઈ સ્ટાર્ટઅપ કંપની Moonshot AI એ Kimi K3 નામનું નવું એઆઈ મોડેલ લોન્ચ કર્યું છે. તે 3-ટ્રિલિયન પેરામીટર કેટેગરીમાં દુનિયાનું સૌથી પહેલું ઓપન સોર્સ મોડેલ છે.
કિમી કે3 એઆઈ મોડેલ વિશે
- Kimi K3 એ મલ્ટીમોડલ અને ઓપન-વેઇટ ક્ષમતા ધરાવતું મોટું લેંગ્વેજ મોડેલ છે. તે અટપટા સોફ્ટવેર એન્જિનિયરિંગ, કોડિંગ, વિઝ્યુઅલ ગણતરીઓ અને બિઝનેસના કામો માટે તૈયાર કરાયું છે.
- આ મોડેલમાં કુલ 8 ટ્રિલિયન પેરામીટર્સ છે, જે અત્યાર સુધી જાહેર થયેલું દુનિયાનું સૌથી મોટું ઓપન સોસ એઆઈ મોડેલ છે.
- બેઇજિંગ સ્થિત Moonshot AI કંપનીએ તેને બનાવ્યું છે. આ સ્ટાર્ટઅપને Alibaba, Tencent અને Meituan જેવી મોટી ટેક કંપનીઓનો ટેકો મળ્યો છે.
આ મોડેલ કેવી રીતે કામ કરે છે?
- આમાં Sparse Latent Mixture-of-Experts (MoE) ટેકનોલોજી વાપરવામાં આવી છે. તેમાં કુલ 896 એક્સપર્ટ્સ છે, પણ જરૂર મુજબ એક સમયે માત્ર 16 એક્સપર્ટ્સ જ સક્રિય થાય છે જેથી કોમ્પ્યુટર પ્રોસેસિંગની સ્પીડ જળવાઈ રહે.
- તેમાં Kimi Delta Attention (KDA) નામની ખાસ ડિઝાઇન અપનાવાઈ છે. આનાથી મોટો ડેટા એકસાથે પ્રોસેસ કરતી વખતે પણ સ્પીડ કે ક્ષમતા ઘટતી નથી.
- આ મોડેલમાં Attention Residuals (AttnRes) નો ઉપયોગ થયો છે. તે લાંબા કોડિંગ અને જટિલ ગણતરીઓ કરતી વખતે ડેટાને નેટવર્કના જુદા જુદા સ્તરોમાં સરસ રીતે ટ્રાન્સફર કરે છે.
મુખ્ય વિશેષતાઓ
- આ મોડેલ એક સાથે 1 મિલિયન ટોકન યાદ રાખી શકે છે. આનો અર્થ એ થયો કે આખેઆખી સોફ્ટવેર ફાઈલ, કાનૂની દસ્તાવેજો કે ટેકનિકલ બુક એક જ વારમાં વાંચી શકે છે.
- તે માણસની મદદ વગર લાંબા કોડ લખવા અને અઘરા સોફ્ટવેર બનાવવાનું કામ કરી શકે છે. તે GPU કોડિંગ સુધારવા, કમ્પાઇલર બનાવવા અને માઇક્રોચિપ ડિઝાઇન કરવા જેવા કામ કરી શકે છે.
- તે સોફ્ટવેર કોડિંગની સાથે ઈમેજ અને સ્પેસ સમજવાની ક્ષમતા પણ ધરાવે છે. આથી ગેમિંગ, વેબસાઇટ ડિઝાઇન અને Computer-Aided Design (CAD) જેવા કામ આપમેળે કરી શકે છે.
- Moonshot AI એ આ મોડેલના તમામ કોડ Hugging Face પ્લેટફોર્મ પર વિનામૂલ્યે મૂકી દીધા છે. દુનિયાભરના સંશોધકો હવે તેનો મુક્તપણે ઉપયોગ અને અભ્યાસ કરી શકશે.
મહત્વ
- Kimi K3 દર્શાવે છે કે ચીનની ટેક કંપનીઓ OpenAI અને Anthropic જેવી અમેરિકી કંપનીઓને સીધી ટક્કર આપી શકે છે. આનાથી એઆઈ ક્ષેત્રે ચીન અને અમેરિકા વચ્ચેનું અંતર ઘટ્યું છે.
- પોતાના 2.8-ટ્રિલિયન પેરામીટર વાળા MoE મોડેલને ઓપન સોર્સ કરીને તેણે એઆઈ ક્ષેત્રે નવો રસ્તો ખોલ્યો છે. આનાથી એઆઈ સંશોધન સસ્તું થશે અને નવી શોધો ઝડપથી થશે.