
મનીષા ભાાનવાલા વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા
#GS-3 #વર્તમાન બનાવો #રાષ્ટ્રીય #રમતગમત #રમતગમતમાં મહિલાઓ #સિદ્ધિઓ
મુખ્ય મુદ્દા
- કઝાકિસ્તાનના અસ્તાના ખાતે યોજાયેલી સીનિયર વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ ના 59 કિગ્રા વર્ગમાં મનીષા ભાાનવાલા ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા છે.
- વર્ષ 2010 માં સુશીલ કુમારે જીતેલા ગોલ્ડ પછી સીનિયર રેસલિંગમાં વર્લ્ડ ટાઇટલ જીતનાર મનીષા ભારત દેશના બીજા ખેલાડી છે.
- આ ટુર્નામેન્ટમાં ભારતની મહિલા ટીમે કુલ 4 મેડલ (1 ગોલ્ડ, 2 સિલ્વર, 1 બ્રોન્ઝ) જીતીને પોતાનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.
- ભારત તરફથી નીલમ સિરોહી (50 કિગ્રા) અને કાજલ ઢોચક (76 કિગ્રા) એ સિલ્વર મેડલ, જ્યારે તનુ શર્મા (72 કિગ્રા) એ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે.
વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ
- ભારતની મહિલા કુસ્તીબાજ મનીષા ભાાનવાલા એ સીનિયર વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ માં ગોલ્ડ મેડલ જીતીને નવો ઇતિહાસ રચ્યો છે. તેઓ આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા છે.
- તેમણે અસ્તાના, કઝાકિસ્તાન માં યોજાયેલી ફાઇનલમાં USA ની એબિગેઇલ એલિઝાબેથ નેટ ને 59 કિગ્રા વર્ગમાં 8-6 થી હરાવી હતી.
- વર્ષ 2010 માં સુભિલ કુમારે 66 કિગ્રા વર્ગમાં ગોલ્ડ જીત્યો હતો. ત્યાર પછી સીનિયર વર્લ્ડ રેસલિંગમાં ગોલ્ડ જીતનાર મનીષા માત્ર બીજા ભારતીય કુસ્તીબાજ બન્યા છે.
સ્પર્ધા શ્રેણી અને રેકોર્ડ પ્રદર્શન
- જે 59 કિગ્રા કેટેગરીમાં મનીષાએ ગોલ્ડ જીત્યો છે તે બિન-ઓલિમ્પિક વજન વર્ગ છે, છતાં ભારતીય મહિલા કુસ્તી માટે આ મોટી સિદ્ધિ ગણાય છે.
- આ વખતે વર્લ્ડ ચેમ્પિયનશિપ માં ભારતીય મહિલા રેસલર્સે પોતાનું અત્યાર સુધીનું સૌથી સારું પ્રદર્શન કર્યું છે. ભારતે કુલ ચાર મેડલ જીત્યા છે, જેમાં એક ગોલ્ડ, બે સિલ્વર અને એક બ્રોન્ઝ સામેલ છે.
અન્ય મેડલ વિજેતાઓ અને અગાઉના રેકોર્ડ
- ઓલિમ્પિક કેટેગરીમાં નીલમ સિરોહી એ 50 કિગ્રા અને કાજલ ઢોચકે 76 કિગ્રા વર્ગમાં ભારતે સિલ્વર મેડલ અપાવ્યા છે.
- જ્યારે તનુ શર્મા એ 72 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો.
- આ અગાઉ વર્ષ 2021 માં અંશુ મલિકે 57 કિગ્રા વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો અને તેઓ ફાઇનલમાં પહોંચનાર એકમાત્ર ભારતીય મહિલા કુસ્તીબાજ હતા.
- આ સિવાય વિનેશ ફોગાટ અને અંતિમ પંઘાલ અગાઉ આ વૈશ્વિક સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી ચૂક્યા છે.
વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ વિશે
- આ વૈશ્વિક ચેમ્પિયનશિપનું આયોજન કુસ્તી રમતની આંતરરાષ્ટ્રીય સંસ્થા યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ (UWW) દ્વારા કરવામાં આવે છે.
- આ સ્પર્ધામાં ત્રણ મુખ્ય વિભાગો માં મેચ રમાડવામાં આવે છે: પુરુષ ફ્રીસ્ટાઇલ, મહિલા ફ્રીસ્ટાઇલ અને ગ્રીકો-રોમન રેસલિંગ.