
ડ્રાઇવિંગ લાઇસન્સ માટે કેરળ શરૂ કરશે હેઝાર્ડ પર્સેપ્શન ટેસ્ટ
#GS-2 #શાસન અને સામાજિક ન્યાય #સુશાસન #ઇ-ગવર્નન્સ #વર્તમાન પ્રવાહો #રાષ્ટ્રીય #GS-3 #અર્થતંત્ર #ઇન્ફ્રાસ્ટ્રક્ચર #માર્ગ સલામતી
મુખ્ય મુદ્દા
- કેરળ ડિસેમ્બર 2026 થી ડ્રાઇવિંગ લાઇસન્સ માટે Hazard Perception Test (HPT) ફરજિયાત કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બનશે.
- આ ટેસ્ટ Central Motor Vehicles Rules માં રહેલી જોગવાઈઓ મુજબ ડ્રાઈવરની જોખમ ઓળખવાની કુશળતા ચકાસવા માટે લેવામાં આવશે.
- લર્નર્સ લાઇસન્સ મેળવ્યાના 30 દિવસ ની અંદર ઉમેદવારે ગ્રાઉન્ડ ટેસ્ટ આપતા પહેલા આ કસોટી પાસ કરવી પડશે.
- આ કસોટીમાં 10 વિડીયો ક્લિપ બતાવાશે અને પાસ થવા માટે ઉમેદવારે 100 માંથી 60 ગુણ મેળવવા ફરજિયાત રહેશે.
શા માટે ચર્ચામાં છે?
- કેરળ દેશનું પ્રથમ રાજ્ય બનશે જ્યાં ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે કોમ્પ્યુટર આધારિત Hazard Perception Test (HPT) આપવી ફરજિયાત બનશે. આ વ્યવસ્થા ડિસેમ્બર 2026 થી શરૂ થશે.
હેઝાર્ડ પર્સેપ્શન ટેસ્ટ શું છે?
- આ એક કોમ્પ્યુટર ટેસ્ટ છે જેમાં સ્ક્રીન પર ટ્રાફિકની સ્થિતિ દર્શાવવામાં આવે છે. અરજદાર રસ્તા પર આવતા જોખમો સમયસર ઓળખી શકે છે કે નહીં તેની આમાં ચકાસણી થાય છે.
- આ પ્રકારની કસોટી માટેનો નિયમ પહેલેથી જ Central Motor Vehicles Rules માં સામેલ છે.
ટેસ્ટનો મુખ્ય હેતુ
- આ ટેસ્ટનો હેતુ ડ્રાઇવિંગ ટેસ્ટને માત્ર ટ્રાફિક નિયમો અને ગાડી ચલાવવા પૂરતી મર્યાદિત ન રાખતા, રસ્તા પરના જોખમોને અગાઉથી ઓળખીને સાચો નિર્ણય લેવાની ક્ષમતા કેળવવાનો છે.
મુખ્ય વિશેષતાઓ
- કાચું લાઇસન્સ (લર્નર્સ ટેસ્ટ) પાસ કર્યા પછી ઉમેદવારે 30 દિવસ ની અંદર આ ટેસ્ટ પાસ કરવી પડશે. આ ટેસ્ટ પાસ કર્યા બાદ જ ગ્રાઉન્ડ અને રોડ ટેસ્ટ આપી શકાશે.
- આ ટેસ્ટમાં 10 વિડીયો ક્લિપ બતાવવામાં આવશે, જેમાં દરેક વિડીયો એક મિનિટનો હશે. દરેક વિડીયોમાં ઓછામાં ઓછા બે સંભવિત જોખમો દર્શાવાશે.
- સ્ક્રીન પર જોખમ દેખાય કે તરત જ ઉમેદવારે બટન દબાવવાનું રહેશે. જો બટન દબાવવામાં મોડું થાય અથવા જોખમ ન ઓળખાય તો માર્ક્સ કપાઈ જશે.
- દરેક સાચા જવાબ માટે 10 માર્ક્સ મળશે. ટેસ્ટ પાસ કરવા માટે ઉમેદવારે કુલ 100 માંથી ઓછામાં ઓછા 60 માર્ક્સ મેળવવા જરૂરી છે.
મહત્વ
- આ ટેસ્ટથી માર્ગ સલામતી વધશે. ડ્રાઈવર રસ્તા પરની મુશ્કેલ પરિસ્થિતિ પહેલેથી સમજી શકશે, જેનાથી અકસ્માતો ઘટાડી શકાશે.
- તે લાઇસન્સ આપવાની પ્રક્રિયાને વધુ મજબૂત બનાવે છે. લર્નર્સ અને પ્રાયોગિક ડ્રાઇવિંગ ટેસ્ટની સાથે હવે ઉમેદવારની માનસિક સતર્કતાની પણ ચકાસણી થશે.
- કેરળનું આ પગલું સમગ્ર દેશ માટે એક ઉદાહરણ પૂરું પાડી શકે છે, જેથી અન્ય રાજ્યો પણ ટેકનોલોજી આધારિત ડ્રાઈવિંગ ટેસ્ટ અપનાવી શકે.