ગ્લોબલ ટાઇગર ડે 2026 અને ભારતમાં વાઘ સંરક્ષણની પ્રગતિ

ગ્લોબલ ટાઇગર ડે 2026 અને ભારતમાં વાઘ સંરક્ષણની પ્રગતિ

#GS-3 #પર્યાવરણ #જૈવવિવિધતા #વન્યજીવ #વર્તમાન બનાવો #રાષ્ટ્રીય #ગ્લોબલ ટાઇગર ડે #પ્રોજેક્ટ ટાઇગર #એનટીસીએ (NTCA)

શા માટે ચર્ચામાં છે?

  • ભારતે 29 જુલાઈ 2026 ના રોજ ગ્લોબલ ટાઇગર ડે ની ઉજવણી કરી હતી. આ પ્રસંગે સરકારે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને જાહેર ભાગીદારી દ્વારા વાઘ સંરક્ષણ મજબૂત કરવાની જાહેરાત કરી.

ગ્લોબલ ટાઇગર ડે નો ઇતિહાસ અને મહત્વ

  • વર્ષ 2010 માં રશિયા ના સેન્ટ પીટર્સબર્ગ સિટિ માં યોજાયેલી સમિટમાં 13 ટાઇગર રેન્જ દેશો એ ભેગા મળીને TX2 લક્ષ્યાંક નક્કી કર્યો હતો.
  • આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ વાઘના કુદરતી નિવાસસ્થાનો બચાવવાનો, શિકાર અટકાવવાનો અને માનવ-વાઘ વચ્ચેના સંઘર્ષને ઘટાડવાનો છે.
  • આંતરરાષ્ટ્રીય સંસ્થા IUCN એ વર્ષ 2026 માટે કોએક્ઝિસ્ટન્સ ઇન એક્શન: સ્કેલિંગ સોલ્યુશન્સ ફોર પીપલ એન્ડ ટાઇગર્સ થીમ જાહેર કરી છે.

વર્ષ 2026 ના ગ્લોબલ ટાઇગર ડે ની મુખ્ય બાબતો

  • IUCN ના ખાસ કાર્યક્રમ ITHCP દ્વારા એશિયાના દેશોમાં વાઘના રહેઠાણો સુધારવા અને સ્થાનિક લોકોના સહયોગથી સંરક્ષણ આપવાનું કામ ચાલે છે.
  • રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ પ્રાધિકરણ (NTCA) એ વર્ષ 2026 માં સત્તાવાર સફારી અને હોટેલ બુકિંગ માટે એક નવું પોર્ટલ ચાલુ કર્યું છે.

ભારતમાં વાઘ સંરક્ષણ માટેની મુખ્ય પહેલો

  • વાઘની વસ્તી વધારવા માટે ભારત સરકારે વર્ષ 1973 માં પ્રોજેક્ટ ટાઇગર નામનો મહત્વનો કાર્યક્રમ શરૂ કર્યો હતો.
  • હાલમાં ભારતમાં વાઘની કુલ સંખ્યા 3,682 સુધી પહોંચી ગઈ છે અને દેશમાં કુલ 58 ટાઇગર રિઝર્વ આવેલા છે.
  • વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, 1972 હેઠળ NTCA નામની વૈધાનિક સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે.
  • ભારતમાં દર 4 વર્ષે M-STrIPES સોફ્ટવેર, કેમેરા ટ્રેપ અને GIS ટેકનોલોજીની મદદથી વાઘની ગણતરી કરવામાં આવે છે.
  • સાત મોટી બિલાડી પ્રજાતિઓના રક્ષણ માટે ભારતે આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સ (IBCA) ની શરૂઆત કરી છે.