વૈશ્વિક બિઝનેસ ક્લાઇમેટ સર્વે 2026

વૈશ્વિક બિઝનેસ ક્લાઇમેટ સર્વે 2026

#GS-3 #અર્થતંત્ર #વૃદ્ધિ #માળખાકીય સુવિધાઓ #GS-2 #વર્તમાન પ્રવાહો #આંતરરાષ્ટ્રીય #રાષ્ટ્રીય #ગ્લોબલ બિઝનેસ ક્લાઇમેટ સર્વે 2026

મુખ્ય મુદ્દા

  • ગ્લોબલ બિઝનેસ ક્લાઇમેટ સર્વે 2026 માં દુનિયાના 41 દેશો વચ્ચે ભારતે વ્યાપારિક અનુકૂળતામાં સમગ્ર વિશ્વમાં પહેલો ક્રમ મેળવ્યો છે.
  • આયર્લેન્ડ અને વિયેતનામની સાથે ભારતે સતત ચાર વર્ષ થી વિશ્વના ટોચના ત્રણ દેશોમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.
  • આ સર્વેમાં ભાગ લેનારી સ્વીડનની કંપનીઓમાંથી 73% કંપનીઓ એ ભારતમાં વેપાર કરવાના વાતાવરણને ખૂબ જ સારું ગણાવ્યું છે.
  • વૈશ્વિક સ્તરે રાજકીય તણાવ હોવા છતાં, સ્વીડનની 64% કંપનીઓ નફામાં રહી છે અને 44% કંપનીઓ આગામી વર્ષમાં પોતાનું રોકાણ વધારવા માંગે છે.

શા માટે ચર્ચામાં છે?

  • ગ્લોબલ બિઝનેસ ક્લાઇમેટ સર્વે 2026 માં દુનિયાના 41 મુખ્ય દેશો માંથી ભારતે બિઝનેસ વાતાવરણમાં પહેલો ક્રમ મેળવ્યો છે.
  • આ રિપોર્ટ સ્વીડિશ ચેમ્બર ઓફ કોમર્સ ઇન ઇન્ડિયા (SCCI) અને બિઝનેસ સ્વીડન દ્વારા સંયુક્ત રીતે બહાર પાડવામાં આવ્યો છે.

સર્વે વિશે માહિતી

  • આ એક મહત્વનો વાર્ષિક રિપોર્ટ છે, જે દુનિયાભરમાં કામ કરતી સ્વીડનની બહુરાષ્ટ્રીય કંપનીઓની કામગીરી, નફો અને તેમના ભવિષ્યના આયોજનની વિગતો આપે છે.
  • આ રિપોર્ટ તૈયાર કરવાનું કામ બિઝનેસ સ્વીડન અને સ્વીડિશ ચેમ્બર ઓફ કોમર્સ (SCI / SCCI) સાથે મળીને કરે છે.
  • આ સર્વેની શરૂઆત વર્ષ 2020 માં થઈ હતી.
  • વર્ષ 2026 નો આ સર્વે અત્યાર સુધીનો સૌથી મોટો સર્વે છે, જેમાં પશ્ચિમ યુરોપ, એશિયા-પેસિફિક, મધ્ય પૂર્વ અને અમેરિકાના 41 મુખ્ય દેશો ને આવરી લેવાયા છે.
  • આ સર્વેનો મુખ્ય હેતુ વિદેશમાં કામ કરતી સ્વીડિશ કંપનીઓ માટે આર્થિક સ્થિતિ, સરકારી નિયમો, વેપાર કરવાની સરળતા અને રોકાણની શક્યતાઓનો અભ્યાસ કરવાનો છે.

વર્ષ 2026 ના રિપોર્ટના મુખ્ય તારણો

  • મજબૂત આર્થિક વિકાસ, રાજકીય સ્થિરતા અને રોકાણકારોના વિશ્વાસના કારણે ભારત, આયર્લેન્ડ અને વિયેતનામ વૈશ્વિક સ્તરે ટોચના ત્રણ દેશો બન્યા છે.
  • વેપાર માટે અનુકૂળ વાતાવરણની બાબતમાં ભારત સમગ્ર વિશ્વમાં પહેલા ક્રમે આવ્યું છે અને ભારત સતત ચાર વર્ષ થી વૈશ્વિક સ્તરે ટોચના ત્રણ દેશોમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યું છે.
  • આ સર્વેમાં સામેલ થયેલી સ્વીડનની કંપનીઓમાંથી લગભગ 73% કંપનીઓ એ ભારતના વ્યાપારિક વાતાવરણને સારું અથવા ઘણું સારું ગણાવ્યું છે.
  • ફિલિપાઇન્સ અને પોલેન્ડની સાથે ભારતે પણ ભવિષ્યમાં સૌથી વધુ કમાણી અને વિકાસની આશા દર્શાવી છે.
  • પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી રાજકીય કટોકટી વચ્ચે પણ સ્વીડનની 64% કંપનીઓ એ નફો મેળવ્યો છે અને 80% કંપનીઓ એ હકારાત્મક વલણ રાખ્યું છે.
  • સ્વીડનની લગભગ 44% કંપનીઓ આગામી 12 મહિનામાં પોતાનું રોકાણ વધારવાનું વિચારી રહી છે, જેમાં યુરોપ અને અમેરિકા કરતાં એશિયા-પેસિફિક વિસ્તારને વધુ પ્રાધાન્ય મળી રહ્યું છે.
  • રિપોર્ટ અનુસાર, ખર્ચ પર નિયંત્રણ રાખવું, વેચાણ વધારવું અને સ્થાનિક સપ્લાય ચેઈન સાથે જોડાવું એ વિદેશી કંપનીઓ માટે નફો મેળવવાની સૌથી સફળ ચાવી છે.