
ઇ-સંજીવની ટેલિમેડિસિન સેવાએ 50 કરોડથી વધુ પરામર્શ પૂરા કર્યા
#જીએસ-2 #ગવર્નન્સ અને સોશિયલ જસ્ટિસ #આરોગ્ય #મહત્વની યોજનાઓ #સરકારી નીતિઓ અને હસ્તક્ષેપ #વર્તમાન બનાવો #રાષ્ટ્રીય
મુખ્ય મુદ્દા
- ભારતના ઇ-સંજીવની પ્લેટફોર્મે નવેમ્બર 2019 માં શરૂ થયા પછી 50 કરોડ થી વધુ તબીબી પરામર્શ સફળતાપૂર્વક પૂરા કર્યા છે.
- આ યોજના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ની છે અને તેને MeitY હેઠળની C-DAC મોહાલી સંસ્થાએ બનાવી છે.
- આ સેવા બે રીતે ચાલે છે: આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે હેલ્થ વર્કર મારફતે અને eSanjeevaniOPD દ્વારા દર્દી પોતે સીધા ઘરેથી ડોક્ટરનો સંપર્ક કરી શકે છે.
- આ ડિજિટલ પ્લેટફોર્મ AI ટેકનોલોજી થી સજ્જ છે અને કટોકટીની સ્થિતિ માટે ERSS-112 ઈમરજન્સી નંબર સાથે જોડાયેલું છે.
શા માટે ચર્ચામાં છે?
- ભારતના સરકારી ટેલિમેડિસિન પ્લેટફોર્મ ઇ-સંજીવની એ નવેમ્બર 2019 માં શરૂ થયા પછી અત્યાર સુધીમાં 50 કરોડ થી વધુ તબીબી સલાહ પૂરી પાડીને મોટી સિદ્ધિ મેળવી છે.
- આ ડિજિટલ સેવાથી દેશના દૂરના ગામડાઓ અને ગ્રામીણ વિસ્તારો સુધી આરોગ્ય સુવિધાઓ સરળતાથી પહોંચી શકી છે.
મુખ્ય અપડેટ્સ અને તાજેતરના સુધારા
- આ સિસ્ટમમાં હવે AI-આધારિત ક્લિનિકલ ડિસિઝન સપોર્ટ સિસ્ટમ જોડવામાં આવી છે, જે ડોક્ટરોને યોગ્ય નિદાન કરવામાં મદદ કરે છે.
- આ સેવાને ઈમરજન્સી મદદ માટે ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ-112 (ERSS-112) સાથે પણ સાંકળી લેવામાં આવી છે.
ઇ-સંજીવની વિશે
- આ મફત સરકારી સેવા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 2019 માં શરૂ કરવામાં આવી હતી, જેનાથી દર્દીઓ ઓનલાઇન ડોક્ટરની સલાહ લઈ શકે છે.
- આ ડિજિટલ પ્લેટફોર્મ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળ આવતી મોહાલી સ્થિત સી-ડેક (C-DAC) સંસ્થાએ તૈયાર કર્યું છે.
કામગીરી મોડલ
- પ્રથમ મોડલમાં આયુષ્માન આરોગ્ય મંદિર ના હેલ્થ વર્કર્સ ગામડાના દર્દીઓને મોટી હોસ્પિટલના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો સાથે ઓનલાઇન જોડી આપે છે.
- બીજા મોડલ eSanjeevaniOPD દ્વારા દર્દી પોતે જ પોતાના સ્માર્ટફોન કે કોમ્પ્યુટરની મદદથી ઘરે બેઠા ડોક્ટર સાથે વાતચીત કરી શકે છે.
મહત્વ
- આ સેવા ડિજિટલ ઇન્ડિયા, આયુષ્માન ભારત અને આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM) ને મજબૂત બનાવે છે અને ગરીબ પરિવાર સુધી સસ્તી સારવાર પહોંચાડે છે.
- ટેલિમેડિસિન ટેકનોલોજીને લીધે અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોને પણ સમયસર યોગ્ય ડોક્ટરી સારવાર મળી રહે છે.