
AI પૅલેટાઇઝિંગ: ઔદ્યોગિક લોજિસ્ટિક્સ અને ઓટોમેશનમાં નવો બદલાવ
#GS-3 #વિજ્ઞાન અને ટેકનોલોજી #આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) #રોબોટિક્સ #અર્થતંત્ર #માળખાકીય સુવિધાઓ
શા માટે ચર્ચામાં છે?
- ફ્યુચર માર્કેટ ઈન્સાઈટ્સ (FMI) ના રિપોર્ટ મુજબ વિશ્વભરમાં AI પૅલેટાઇઝિંગ માર્કેટ ઝડપથી વધી રહ્યું છે. આ માર્કેટ 2026 ના $1.8 બિલિયન થી વધીને 2036 સુધીમાં $9 બિલિયન સુધી પહોંચી જશે, જેનો વાર્ષિક વિકાસ દર 17.5% રહેશે.
AI પૅલેટાઇઝિંગ શું છે?
- AI પૅલેટાઇઝિંગ અને ડીપૅલેટાઇઝિંગ એ ફેક્ટરીઓ માટેની એક આધુનિક ટેકનોલોજી છે. તેમાં રોબોટિક આર્મ્સ, કોમ્પ્યુટર વિઝન અને મશીન લર્નિંગ નો ઉપયોગ કરીને માલ-સામાનને પૅલેટ પર ગોઠવવામાં કે ઉતારવામાં આવે છે.
- જૂના સમયના ફેક્ટરી રોબોટ ફક્ત એક સરખા બોક્સ ઉપાડી શકતા હતા. તેની સામે નવી AI સિસ્ટમ અલગ-અલગ સાઈઝના, વાંકાચૂંકા કે સહેજ તૂટેલા બોક્સને પણ માણસની મદદ વગર આપોઆપ સમજીને સેટ કરી લે છે.
તે કેવી રીતે કામ કરે છે?
- કેમેરા અને 3D કોમ્પ્યુટર વિઝન આવતા દરેક બોક્સને તરત જ સ્કેન કરે છે. બોક્સ ગમે તેમ મુકેલું હોય તો પણ આ સિસ્ટમ તેની સાઈઝ, ખૂણો અને મજબૂતી તરત જ માપી લે છે.
- આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ના અલ્ગોરિધમ બોક્સને ક્યાંથી પકડવું તે નક્કી કરે છે. તે એવી રીતે થપ્પો ગોઠવવાનો પ્લાન બનાવે છે જેથી ઓછા સમયમાં વધુ બોક્સ સચવાઈ રહે અને થપ્પો પડી ન જાય.
- મજબૂત મલ્ટિ-એક્સિસ રોબોટિક આર્મ્સ સામગ્રીને પકડીને યોગ્ય જગ્યાએ ગોઠવે છે. કેમેરા અને સેન્સરના મેસેજ પ્રમાણે રોબોટ પોતાની સ્પીડ અને પકડવાની તાકાતમાં ફેરફાર કરે છે.
મુખ્ય વિશેષતાઓ
- આ સિસ્ટમ એક જ પૅલેટ પર અલગ-અલગ વજન, સાઈઝ અને આકારની હજારો પ્રોડક્ટ્સને સહેલાઈથી એકસાથે ગોઠવી શકે છે.
- રોબોટ બોક્સ ઉપાડે તે પહેલાં કેમેરા ચકાસી લે છે કે બોક્સ ક્યાંયથી તૂટેલું કે દબાયેલું તો નથી ને. આનાથી નબળા બોક્સ નીચે મુકાતા નથી અને આખો થપ્પો ખાલી થતો બચી જાય છે.
- જ્યારે ફેક્ટરીમાં નવા પ્રકારનું બોક્સ કે પેકિંગ આવે ત્યારે સોફ્ટવેરમાં ફરીથી પ્રોગ્રામિંગ કરવું પડતું નથી. AI પોતે જ નવા બોક્સને જોઈને શીખી લે છે.
- રોજિંદા કામના ડેટા પરથી મશીન લર્નિંગ સતત નવું શીખતું રહે છે. સમય જતાં આ સિસ્ટમ બોક્સ ઉપાડવાની ઝડપ વધારે છે અને ભૂલો ઝડપથી સુધારી લે છે.
મુખ્ય ઔદ્યોગિક ઉપયોગો
- ઈ-કોમર્સ અને મોટી 3PL લોજિસ્ટિક્સ કંપનીઓ પોતાના વેરહાઉસમાં અલગ-અલગ સામાનનું સોર્ટિંગ કરવા અને કન્ટેનર ખાલી કરવા માટે આ ટેકનોલોજી વાપરે છે.
- ખાણી-પીણી ઉદ્યોગમાં બોટલ, કેન અને પેકિંગ બોક્સને પ્રોડક્શન લાઇનના છેડેથી ઝડપથી અને સુરક્ષિત રીતે ગોઠવવા માટે આનો ઉપયોગ થાય છે.
- FMCG એટલે કે રોજિંદા વપરાશની વસ્તુઓ બનાવતી ફેક્ટરીઓ પોતાના વિશાળ વિતરણ નેટવર્કમાં અલગ-અલગ માલને એકસાથે પેક કરવા માટે આ સિસ્ટમ વાપરે છે.
- દવાઓ અને રસાયણિક બનાવટો બનાવતી કંપનીઓ નાજુક અને જોખમી સામાનને સુરક્ષિત રીતે ખસેડવા માટે આ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.
પડકારો
- જૂના વેરહાઉસ જ્યાં પહેલાથી જૂની કન્વેયર બેલ્ટ અને WMS (વેરહાઉસ મેનેજમેન્ટ સિસ્ટમ) ચાલે છે, ત્યાં આ નવી AI સિસ્ટમ જોડવી ઘણી અઘરી અને ખર્ચાળ છે.
- આ સિસ્ટમમાં વપરાતા કેમેરા, 3D વિઝન સિસ્ટમ, રોબોટિક આર્મ્સ અને સોફ્ટવેર ખૂબ મોંઘા હોવાથી શરૂઆતમાં મોટું રોકાણ કરવું પડે છે.
- જો રોબોટના હાથમાંથી ક્યારેક બોક્સ પડી જાય અને સિસ્ટમ એ ભૂલ આપોઆપ ન સુધારી શકે, તો આખી ફેક્ટરીની પ્રોડક્શન લાઈન અટકી જાય છે.