ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ

ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ

#GS-1 #ઇતિહાસ #આધુનિક ભારત #સ્વાતંત્ર્ય સંગ્રામ #GS-2 #શાસન અને સામાજિક ન્યાય #સંવેદનશીલ વર્ગો #આદિવાસી વિદ્રોહ #બિરસા મુંડા #ઉલગુલાન #છોટાનાગપુર ટેનન્સી એક્ટ 1908

મુખ્ય મુદ્દા

  • ભારત સરકાર ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે 15 નવેમ્બર ના દિવસને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવે છે.
  • બિરસા મુંડાએ અંગ્રેજોના જમીન કાયદા અને શોષણ સામે 1899 માં ઉલગુલાન નામના મહાવિદ્રોહની શરૂઆત કરી હતી.
  • તેમણે આદિવાસી સમાજમાં સુધારા લાવવા અને એક જ દેવ સિંગબોંગાની પૂજા કરવા બિરસાહિત પંથ ની સ્થાપના કરી હતી.
  • તેમના વિદ્રોહના કારણે અંગ્રેજોએ આદિવાસીઓની જમીનનું રક્ષણ કરતો Chotanagpur Tenancy Act, 1908 કાયદો બનાવવો પડ્યો હતો.

શા માટે ચર્ચામાં છે?

  • ઝારખંડના ખુંટી જિલ્લામાં આવેલા ઉલીહાતુ ગામથી રાષ્ટ્રીય જનજાતીય ગૌરવ યાત્રા શરૂ કરવામાં આવી છે.
  • આ કાર્યક્રમ ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ અને જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે યોજાયો છે.

ભગવાન બિરસા મુંડા કોણ હતા?

  • તેઓ મુંડા આદિવાસી સમાજના એક મહાન ક્રાંતિકારી, ધાર્મિક સુધારક અને લોકનાયક હતા.
  • તેમના અનુયાયીઓ તેમને શ્રદ્ધાથી ભગવાન અને ધરતી આબા એટલે કે ધરતીના પિતા કહીને બોલાવતા હતા.
  • તેમણે 19મી સદીના અંતમાં અંગ્રેજ શાસન સામે મોટું જમીન અને આદિવાસી આંદોલન ચલાવ્યું હતું.

પૃષ્ઠભૂમિ અને પ્રારંભિક જીવન

  • બિરસા મુંડાનો જન્મ 15 નવેમ્બર 1875 ના રોજ ઝારખંડના ખુંટી જિલ્લાના ઉલીહાતુ ગામમાં થયો હતો.
  • તેમના પિતાનું નામ સુગના મુંડા અને માતાનું નામ કરમી હાતુ હતું, જેઓ એક ગરીબ ખેતમજૂર પરિવારમાંથી આવતા હતા.
  • તેમણે ચાઇબાસાની જર્મન મિશન સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો અને થોડા સમય માટે બિરસા ડેવિડ નામ અપનાવ્યું હતું.
  • પાછળથી તેમણે મિશનરી પ્રભાવ છોડી દીધો અને આદિવાસી સંસ્કૃતિ તથા આઝાદી માટે કામ શરૂ કર્યું.
  • તેમણે વૈષ્ણવ વિચારો અને આદિવાસી પરંપરાઓ ભેગી કરીને બિરસાહિત પંથ ની સ્થાપના કરી.
  • આ પંથમાં તેમણે એક જ ભગવાન સિંગબોંગાની પૂજા કરવા, દારૂ અને અંધશ્રદ્ધા છોડવા અને આદિવાસી સંસ્કૃતિ પર ગર્વ કરવા સમજાવ્યું.

પ્રભાવ ક્ષેત્ર

  • તેમની પ્રવૃત્તિઓ મુખ્યત્વે છોટાનાગપુર વિસ્તાર જેવા કે રાંચી, ખુંટી, ચાઇબાસા અને સિંઘભૂમમાં ફેલાયેલી હતી.

મુંડા વિદ્રોહ અથવા ઉલગુલાન

  • અંગ્રેજોએ આદિવાસીઓની પરંપરાગત જમીન વ્યવસ્થા ખુંટકાટ્ટી બગાડી નાખી, જેથી આદિવાસીઓમાં ભારે રોષ ફેલાયો.
  • બહારના જમીનદારો એટલે કે દિકુ અને ઠેકેદારો વધારે ભાડું લેતા અને આદિવાસીઓ પાસે વેઠ કરાવતા હતા.
  • 1895 થી 1897 સુધી જેલમાં રહ્યા પછી, બિરસાએ ઉલગુલાન નામના મોટા મહાવિદ્રોહની શરૂઆત કરી.
  • તેમણે આદિવાસીઓને એકઠા કરીને અંગ્રેજો સામે પોતાના સ્વશાસનની માંગ કરી.
  • ડિસેમ્બર 1899 થી મુંડા, ઓરાંવ અને ખડિયા જનજાતિના લોકોએ અંગ્રેજી થાણાં પર છાપામાર હુમલા શરૂ કર્યા.
  • જાન્યુઆરી 1900 માં ખુંટી અને ડોમ્બારી ટેકરી પાસે અંગ્રેજ સેના સાથે મોટી લડાઈઓ થઈ.

આઝાદીની ચળવળમાં યોગદાન

  • તેમણે છોટાનાગપુરના આદિવાસીઓને એકજૂથ કરીને અંગ્રેજો અને શોષણ કરનારાઓ સામે મજબૂત અવાજ ઉઠાવ્યો.
  • આ વિદ્રોહના કારણે અંગ્રેજ સરકારે નમતું જોખવું પડ્યું અને Chotanagpur Tenancy Act, 1908 કાયદો બનાવવો પડ્યો.
  • આ કાયદાથી આદિવાસીઓની જમીન છીનવવાની બંધ થઈ અને તેમની જૂની ખુંટકાટ્ટી પદ્ધતિને કાનૂની રક્ષણ મળ્યું.

છેલ્લા દિવસો અને વારસો

  • અંગ્રેજ પોલીસ દ્વારા બિરસા મુંડાને 3 ફેબ્રુઆરી 1900 ના રોજ સિંઘભૂમના જામકોપાઈ જંગલમાંથી પકડી લેવામાં આવ્યા.
  • માત્ર 24 વર્ષની નાની ઉંમરે 9 જૂન 1900 ના રોજ રાંચી જેલમાં તેમનું અચાનક અકાળે અવસાન થયું.
  • સરકારે તેમનું મોત કોલેરાથી થયું હોવાનું કહ્યું, પણ જેલમાં અત્યાચાર થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.