
સ્કાયકાસ્ટ સિસ્ટમ: ભારતની પ્રથમ સંકલિત વાતાવરણીય રિમોટ સેન્સિંગ સુવિધા
#GS-3 #વિજ્ઞાન અને ટેકનોલોજી #વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભારતીયઓની સિદ્ધિઓ #ઇન્ફ્રાસ્ટ્રક્ચર #પર્યાવરણ #વર્તમાન બનાવો #રાષ્ટ્રીય
શા માટે ચર્ચામાં છે?
- ભારતે તાજેતરમાં નવી દિલ્હી ખાતે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક (IGI) પર દેશની પ્રથમ સ્કાયકાસ્ટ સિસ્ટમ શરૂ કરી છે.
- સરકાર આગામી સુવિધા જેવર એરપોર્ટ પર બનાવવાનું વિચારે છે અને પછી દેશના અન્ય એરપોર્ટ પર તેનો વિસ્તાર કરશે.
વૈશ્વિક સ્થાન અને હેતુ
- આ શરૂઆત સાથે ભારત ૧૯મો દેશ બન્યો છે જેણે આ સંકલિત વાતાવરણીય રિમોટ સેન્સિંગ સિસ્ટમ અપનાવી છે.
- સ્કાયકાસ્ટ પાયલોટ અને એર ટ્રાફિક ઓપરેટરોને વાસ્તવિક સમયની વાતાવરણીય માહિતી પૂરી પાડે છે.
- તેનાથી ધુમ્મસ, તોફાન અને ખરાબ હવામાનને કારણે વિમાન મોડા પડવાની કે રદ થવાની સમસ્યા ઘટે છે.
ટેકનોલોજી અને વૈજ્ઞાનિક પાયો
- આ સિસ્ટમ ૩ કિમી ઊંચાઈ સુધીના વાતાવરણ પર નજર રાખવા માટે રેડાર વિન્ડ પ્રોફાઈલર, સોડાર, માઈક્રોવેવ રેડિયોમીટર, ગ્રાઉન્ડ-બેઝ્ડ ફોગ એરોસોલ સ્પેક્ટ્રોમીટર (GFAS) અને CL61 લિદાર સિલોમીટર જેવા સાધનોનો ઉપયોગ કરે છે.
- આ પ્રણાલી IITM અને IMD દ્વારા ૨૦૧૫ માં IGI એરપોર્ટ પર શરૂ કરાયેલા વિન્ટર ફોગ પ્રયોગ (WiFEX) પર આધારિત છે.
વ્યાપક ઉપયોગ અને મિશન મોસમ
- મિશન મોસમ ના ભાગરૂપે, સ્કાયકાસ્ટ વિમાની સુરક્ષા વધારે છે અને AI-સક્ષમ આગાહી નો ઉપયોગ કરે છે.
- વિમાનમથકો ઉપરાંત, આ સિસ્ટમ શહેરી હવામાનની આગાહી, પ્રદૂષણ સંચાલન અને આપત્તિ વ્યવસ્થાપનમાં મદદ કરે છે.