કુનો નેશનલ પાર્કમાં ચિત્તા સંરક્ષણમાં સેટેલાઇટ ટ્રેકિંગની મર્યાદાઓ

કુનો નેશનલ પાર્કમાં ચિત્તા સંરક્ષણમાં સેટેલાઇટ ટ્રેકિંગની મર્યાદાઓ

#જીએસ-3 #પર્યાવરણ #વન્યજીવ #વિજ્ઞાન અને ટેકનોલોજી #રાષ્ટ્રીય #પ્રોજેક્ટ ચિત્તા #કુનો નેશનલ પાર્ક #રેપિડ ફાયર કરંટ અફેર્સ #પ્રિલિમ્સ માટે ક્વિક ફેક્ટ્સ

મુખ્ય મુદ્દા

  • કુનો નેશનલ પાર્ક ખાતે 19 મહિના ના ચિત્તા KNG22 ના મૃત્યુએ પ્રોજેક્ટ ચિત્તા હેઠળ ટ્રેકિંગ સિસ્ટમની મર્યાદાઓ ઉજાગર કરી છે.
  • વનવિભાગની ટીમો દર 6 કલાકે લોકેશન આપે તેવા GPS કોલરનો ઉપયોગ કરે છે, પરંતુ સિગ્નલ કટ થતાં આ સમય 12 થી 18 કલાક સુધી લંબાઈ જાય છે.
  • ચિત્તાઓ રોજ 6 થી 8 કિમી અને ક્યારેક 12 થી 15 કિમી કે તેથી વધુ અંતર કાપે છે, જેનાથી તેઓ VHF રેડિયો રિસીવરની રેન્જ બહાર જતા રહે છે.
  • ઘાટા જંગલો અને ઊંડી ખીણો GPS સિગ્નલમાં અડચણ ઊભી કરે છે, જેથી સેટેલાઇટ કોલરથી સતત રિયલ-ટાઇમ મોનિટરિંગ શક્ય બનતું નથી.

શા માટે ચર્ચામાં છે?

  • મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્ક ની સીમા બહાર ઈજાઓ થવાથી KNG22 નામના 19 મહિના ના ચિત્તાનું મોત થયું છે.
  • આ ઘટનાને કારણે સેટેલાઇટ કોલર વડે વન્યજીવોનું ટ્રેકિંગ કરવાની તકનીકી અને ભૌગોલિક મર્યાદાઓ સામે આવી છે.

ચિત્તા ટ્રેકિંગની ટેકનોલોજી

  • કુનો નેશનલ પાર્ક માં મોનિટરિંગ ટીમો લગભગ 15 ચિત્તાઓ પર નજર રાખવા માટે GPS સેટેલાઇટ કોલર અને VHF રેડિયો ટેલિમેટ્રીનો એકસાથે ઉપયોગ કરે છે.
  • સેટેલાઇટ કોલર દૂરના અને દુર્ગમ વિસ્તારોમાંથી લોકેશન મેળવવામાં મદદ કરે છે, જ્યારે વનકર્મીઓ VHF રિસીવર વડે નજીકના વિસ્તારમાં ચિત્તાનું ચોક્કસ સ્થળ શોધી કાઢે છે.

લોકેશન અપડેટનો સમય અને તકનીકી પડકારો

  • બેકઅપ અને બેટરીનું આયુષ્ય જાળવી રાખવા માટે સેટેલાઇટ કોલરને સામાન્ય રીતે દર 6 કલાકે લોકેશન મોકલવા માટે પ્રોગ્રામ કરવામાં આવે છે.
  • જો ક્યારેક સિગ્નલ મિસ થઈ જાય તો લોકેશન મેળવવામાં 12 થી 18 કલાક નો સમય લાગી જાય છે. આ બતાવે છે કે સેટેલાઇટ કોલર સતત રિયલ-ટાઇમ લોકેશન આપી શકતા નથી.
  • ઘાટા જંગલો, ખડકાળ જમીન, ગુફાઓ, ઊંડી ખીણો અને નબળા સેટેલાઇટ સિગ્નલના કારણે GPS ડેટા મળવામાં મુશ્કેલી પડે છે. સિગ્નલ ન મળે તેનો અર્થ એવો નથી કે કોલર બગડી ગયો છે.
  • ચિત્તા રોજ સામાન્ય રીતે 6 થી 8 કિમી ચાલે છે અને ક્યારેક 12 થી 15 કિમી કે તેથી વધુ અંતર કાપી લે છે. તેથી જ્યારે તેઓ VHF ની મર્યાદા બહાર જાય ત્યારે જૂના લોકેશનના આધારે તેમને શોધવા ખૂબ મુશ્કેલ બની જાય છે.