નાફેડ દ્વારા ડિજિટલ હરાજી પ્લેટફોર્મ NAFEX.in લોન્ચ કરવામાં આવ્યું

નાફેડ દ્વારા ડિજિટલ હરાજી પ્લેટફોર્મ NAFEX.in લોન્ચ કરવામાં આવ્યું

#GS-2 #GS-3 #ગવર્નન્સ અને સામાજિક ન્યાય #અર્થતંત્ર #કૃષિ #ઇન્ફ્રાસ્ટ્રક્ચર #ઇ-ગવર્નન્સ #વર્તમાન બનાવો #રાષ્ટ્રીય

શા માટે ચર્ચામાં છે?

  • કેન્દ્રીય ગૃહમંત્રી નવી દિલ્હીમાં નાફેડ ના નવા ડિજિટલ હરાજી પ્લેટફોર્મ NAFEX.in નું લોન્ચિંગ કરશે.
  • આ પોર્ટલનો મુખ્ય હેતુ ખેતીની હરાજીને આધુનિક બનાવવાનો અને સહકારી માર્કેટિંગમાં પારદર્શિતા વધારવાનો છે.

NAFEX.in વિશે

  • આ NAFEX.in પ્લેટફોર્મ એ National Agricultural Cooperative Marketing Federation of India (NAFED) દ્વારા વિકસાવવામાં આવેલું ડિજિટલ કૃષિ હરાજી પ્લેટફોર્મ છે.
  • તે ખેત પેદાશો અને સહકારી ઉત્પાદનોની હરાજી માટે ઓનલાઈન અને પારદર્શક વ્યવસ્થા પૂરી પાડે છે.

પોર્ટલનો હેતુ

  • કૃષિ હરાજીમાં પારદર્શિતા, કાર્યક્ષમતા અને જવાબદારી વધારવાનો આનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
  • તે સહકારી માર્કેટિંગને મજબૂત બનાવે છે અને ખેડૂતો તથા વેપારીઓ માટે સરળ ડિજિટલ વેપાર વ્યવસ્થા ઊભી કરે છે.

NAFEX.in ના મુખ્ય કાર્યો

  • આ પોર્ટલ કૃષિ ચીજવસ્તુઓ માટે ઓનલાઈન હરાજી કરે છે, જેનાથી મેન્યુઅલ કામકાજ ઘટે છે અને પારદર્શિતા વધે છે.
  • તે સ્પર્ધાત્મક બોલી લગાવવાની મંજૂરી આપે છે, જેથી યોગ્ય બજાર ભાવ નક્કી થઈ શકે.
  • આ એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર ખેડૂતો, સહકારી મંડળીઓ, વેપારીઓ, પ્રોસેસરો અને મોટા ખરીદદારો બધા જ જોડાય છે.
  • તેનાથી કાગળની કામકાજ ઘટે છે, સોદા ઝડપથી થાય છે અને રેકોર્ડ રાખવાનું સરળ બને છે.

મહત્વ

  • આ પોર્ટોલના કારણે વચેટિયાઓની ભૂમિકા ઘટે છે અને ખેડૂતો તથા ખરીદદારો બંનેને સીધો ફાયદો થાય છે.
  • નાફેડ નું આ પગલું સહકારી સંસ્થાઓમાં ટેકનોલોજી લાવીને Sahkar Se Samriddhi ના વિઝનને સાકાર કરે છે.