
MSME દિવસ 2026 અને ઉદ્યામી ભારત
#જીએસ-3 #અર્થતંત્ર #infrastructure #રોજગારી #શાસન અને સામાજિક ન્યાય #સારી શાસન વ્યવસ્થા #ઇ-ગવર્નન્સ #વર્તમાન બનાવો #રાષ્ટ્રીય #ગુજરાત
શા માટે ચર્ચામાં છે?
- ભારતના ઉપરાષ્ટ્રપતિ 27 જૂન 2026 ના રોજ નવી દિલ્હી માં ડો આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે MSME દિવસ 2026-ઉદ્યામી ભારત કાર્યક્રમનું અધ્યક્ષપદ સંભાળશે.
- આર્થિક વિકાસ, નવી રોજગારી, નિકાસ અને સમાવેશી વિકાસમાં MSME ના યોગદાનને બિરદાવવા માટે દર વર્ષે 27 જૂન ના રોજ MSME દિવસ ઉજવવામાં આવે છે.
- વર્ષ 2026 નો મુખ્ય ઉદ્દેશ્ય એક મજબૂત, ટેકનોલોજી આધારિત અને ભવિષ્ય માટે તૈયાર હોય તેવું MSME માળખું ઊભું કરવાનો છે.
મુખ્ય સિદ્ધિઓ
- નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન (NSIC) ને શેડ્યૂલ 'બી' માંથી અપગ્રેડ કરીને શેડ્યૂલ 'એ' કેટેગરીની સરકારી કંપની બનાવવામાં આવી છે.
- આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લા ની પોન્ડુરુ ખાદીને સત્તાવાર રીતે GI ટેગ મળી ગયો છે.
- નાના ઉદ્યોગોની વેબસાઇટ્સ અને પોર્ટલ પર હવે BHASHINI અને NIC ની મદદથી બંધારણની 22 અનુસૂચિત ભાષાઓમાં સેવાઓ ઉપલબ્ધ છે.
- આ પોર્ટલ પર કૃત્રિમ બુદ્ધમત્તા (AI) ની મદદથી અવાજ દ્વારા ફરિયાદ નિવારણ અને દસ્તાવેજોના ભાષાંતરની સગવડ પણ આપવામાં આવી છે.
- KVIC દ્વારા ગ્રામીણ કારીગરો અને ખાદી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે તુકુન, રંગતાલ, બેલા, વાન્યા અને ઉમંગ જેવી પર્યાવરણ અનુકૂળ ચીજવસ્તુઓ રજૂ કરવામાં આવશે.
મુખ્ય પહેલો
- PMEGP 2.0 Portal દ્વારા લોન લેવાની આખી પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે અને રીઅલ-ટાઇમ લોન મંજૂરી માટે તેને Jan Samarth Portal સાથે જોડવામાં આવ્યું છે.
- SAMADHAAN 2.0 Portal દ્વારા નાના ઉદ્યોગો કેન્દ્ર સરકારના ખાતાઓ અને વિભાગો પાસેથી પોતાના બાકી નાણાંની રજૂઆત કરી શકે છે અને તેનું ટ્રેકિંગ કરી શકે છે.
- PMS Portal એ એક ડિજિટલ પ્લેટફોર્મ છે જે સૂક્ષ્મ અને નાના ઉદ્યોગોને વેપાર મેળાઓ અને પ્રદર્શનો સાથે જોડે છે.
- MSME Global Mart 2.0 એ ડિજિટલ વેપાર માટેનું એક નવું પ્લેટફોર્મ છે જે ONDC વ્યવસ્થા સાથે જોડાયેલું છે.
- MSME Testing Portal દ્વારા સેમ્પલ બુકિંગ, ફી ચૂકવણી અને ટેસ્ટ રિપોર્ટ ડાઉનલોડ કરવાની બધી પ્રક્રિયા ઓનલાઇન થઈ ગઈ છે.
- MSME Champions Scheme હેઠળ યોજાનાર MSME Idea Hackathon 6.0 દ્વારા માન્ય સંસ્થાઓ દ્વારા પ્રાયોગિક વિચારો માટે પ્રત્યેક વિચાર પર ₹15 લાખ સુધીની આર્થિક સહાય આપવામાં આવશે.