ભારતે સ્વદેશી 'પ્રલય' ક્વાસી-બેલિસ્ટિક મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું

ભારતે સ્વદેશી 'પ્રલય' ક્વાસી-બેલિસ્ટિક મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું

#GS-3 #વિજ્ઞાન અને ટેકનોલોજી #સંરક્ષણ #પ્રલય મિસાઈલ #DRDO #BDL

મુખ્ય મુદ્દા

  • DRDO એ ઓડિશા ના ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ દ્વીપ પરથી 'પ્રલય' મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું છે.
  • RCI હૈદરાબાદ દ્વારા વિકસાવવામાં આવેલી આ મિસાઈલ 150 થી 500 કિમી ના અંતર સુધી 500 થી 1,000 કિગ્રા વિસ્ફોટકો લઈ જઈ શકે છે.
  • તેમાં સોલિડ ફ્યુઅલ અને RLG-INS નેવિગેશન સિસ્ટમ છે, જેનાથી ખૂબ જ ઓછા સમયમાં સચોટ પ્રહાર કરી શકાય છે.
  • હવામાં રસ્તો બદલી શકતી હોવાના કારણે દુશ્મનના એર ડિફેન્સ સિસ્ટમ માટે આ મિસાઈલને રોકવી લગભગ અશક્ય છે.
  • આ મિસાઈલથી LAC અને LoC પર ભારતીય સેનાની ક્ષમતા વધશે અને પિનાકા રોકેટ તથા મોટી મિસાઈલો વચ્ચેની કડી મજબૂત થશે.

શા માટે ચર્ચામાં છે?

  • DRDO એ જમીનથી જમીન પર પ્રહાર કરતી સ્વદેશી 'પ્રલય' મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું છે.
  • આ પરિક્ષણ ઓડિશા ના કિનારે આવેલા ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ દ્વીપ પરથી કરવામાં આવ્યું હતું.

'પ્રલય' મિસાઈલ વિશે માહિતી

  • આ ટૂંકા અંતરની મિસાઈલ છે, જે દુશ્મનના મહત્વના લશ્કરી સ્થળો પર સચોટ હુમલો કરવા માટે બનાવવામાં આવી છે.
  • હૈદરાબાદની RCI લેબોરેટરીએ DRDO ની અન્ય લેબ સાથે મળીને તેને બનાવી છે. તેમાં પૃથ્વી ડિફેન્સ વ્હીકલ અને પ્રહાર મિસાઈલની ટેક્નોલોજીનો ઉપયોગ થયો છે.
  • તેનું ઉત્પાદન ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL) દ્વારા કરવામાં આવી રહ્યું છે.
  • આ મિસાઈલનો મુખ્ય હેતુ ભારતીય સેના ને એવો શક્તિશાળી વિકલ્પ આપવાનો છે જેનાથી દુશ્મના રડાર અને સૈન્ય મથકોને તુરંત નષ્ટ કરી શકાય.

મિસાઈલની મુખ્ય વિશેષતાઓ

  • આ મિસાઈલ 150 થી 500 કિમી સુધી પ્રહાર કરી શકે છે અને 500 થી 1,000 કિગ્રા વજનના હથિયારો લઈ જઈ શકે છે.
  • તેમાં સોલિડ ફ્યુઅલ એન્જિન છે અને તે ટ્રક પરથી સીધી લોન્ચ કરી શકાતી હોવાથી તેને ગમે ત્યાં ઝડપથી તૈનાત કરી શકાય છે.
  • આ મિસાઈલ હવામાં પોતાનો રસ્તો બદલી શકે છે અને નીચી ઊંચાઈ પર ઊડે છે, તેથી દુશ્મનનું રડાર તેને પકડી શકતું નથી.
  • તેમાં RLG-INS નામના નેવિગેશન કંટ્રોલ અને સેટેલાઈટ ગાઈડન્સ સિસ્ટમનો ઉપયોગ થયો છે, જે તેને બિલકુલ સચોટ નિશાન સાધવામાં મદદ કરે છે.
  • તે દુશ્મનના અલગ-અલગ પ્રકારના મથકો અને બંકરોને તોડવા માટે અલગ-અલગ પ્રકારના વિસ્ફોટકો લઈ જઈ શકે છે.

સંરક્ષણ ક્ષેત્રે આનું મહત્વ

  • આ મિસાઈલ આવ્યા પછી પિનાકા રોકેટ અને લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઈલો વચ્ચેનું અંતર ભરાઈ ગયું છે.
  • આનાથી ચીન સાથેની LAC અને પાકિસ્તાન સાથેની LoC પર ભારતની લશ્કરી તાકાત અને સુરક્ષા વધુ મજબૂત બની છે.