ભારત પ્રથમ વખત FATF ના ઉપ-પ્રમુખ પદ સંભાળશે

ભારત પ્રથમ વખત FATF ના ઉપ-પ્રમુખ પદ સંભાળશે

#GS-2 #વર્તમાન પ્રવાહો #રાષ્ટ્રીય #આંતરરાષ્ટ્રીય #અર્થતંત્ર #બેન્કિંગ

શા માટે ચર્ચામાં છે?

  • ભારત ઇતિહાસમાં પહેલી વાર Financial Action Task Force ના ઉપ-પ્રમુખ બનશે.
  • સંસ્કૃતિ મંત્રાલયના સચિવ Vivek Aggarwal આ મહત્વની જવાબદારી સંભાળશે.
  • તેમનો કાર્યકાળ જુલાઈ 2026 થી જૂન 2027 સુધીનો રહેશે.

મહત્વ અને ભૂમિકા

  • ઉપ-પ્રમુખ સંસ્થાના કામકાજમાં પ્રમુખને મદદ કરે છે અને માર્ગદર્શન આપે છે.
  • FATF Presidency નો સમયગાળો બે વર્ષ નો હોય છે.
  • આ નિમણૂક વૈશ્વિક સ્તરે ભારતની વધતી શાખ અને આતંકવાદી ભંડોળ સામેની લડાઈની મોટી જીત છે.
  • આ જવાબદારી મળવાથી ભવિષ્યમાં ભારતના FATF President બનવાના રસ્તા વધુ મજબૂત થશે.

Financial Action Task Force વિશે

  • આ વૈશ્વિક સંસ્થાની સ્થાપના 1989 માં પેરિસ ખાતે મળેલી G-7 summit ની પહેલથી થઈ હતી.
  • શરૂઆતમાં આ સંસ્થા ફક્ત money laundering અટકાવવા કામ કરતી હતી, પણ પછી 2001 માં આતંકવાદી ભંડોળ અને 2012 માં સામૂહિક વિનાશના શસ્ત્રોના ફેલાવા વિરુદ્ધના નિયમો પણ જોડ્યા.
  • આ સંસ્થામાં કુલ 40 members છે અને દુનિયાભરના 200 jurisdictions તેના નિયમો પાળે છે.
  • આ સંસ્થાની બેઠક વર્ષમાં ત્રણ વખત મળે છે અને નિયમ ન પાડનાર દેશો પર નજર રાખે છે.
  • નિયમ ન માનનાર દેશોને grey list અથવા black list માં મૂકીને સખત દેખરેખ હેઠળ રાખવામાં આવે છે.
  • India વર્ષ 2006 માં ઓબ્ઝર્વર બન્યું હતું અને જૂન 2010 માં તેનો 34th member બન્યો.
  • ભારતે Prevention of Money Laundering Act 2002 અને Unlawful Activities (Prevention) Act 1967 જેવા કાયદાઓ દ્વારા આ નિયમો મજબૂતીથી લાગુ કર્યા છે.