વર્ષ 2026 નો ફૂડ પ્લેનેટ પ્રાઇઝ APCNF ને એનાયત થયો

વર્ષ 2026 નો ફૂડ પ્લેનેટ પ્રાઇઝ APCNF ને એનાયત થયો

#GS-3 #અર્થવ્યવસ્થા #કૃષિ #પર્યાવરણ #ટકાઉ વિકાસ #વર્તમાન પ્રવાહો #રાષ્ટ્રીય #ગુજરાત

શા માટે ચર્ચામાં છે?

  • આંધ્રપ્રદેશની Andhra Pradesh Community Managed Natural Farming (APCNF) યોજનાને સ્વીડનના બાસ્ટાડ શહેરમાં વર્ષ 2026 નો ફૂડ પ્લેનેટ પ્રાઇઝ મળ્યો છે.

ફૂડ પ્લેનેટ પ્રાઇઝ 2026 વિશે

  • આ વૈશ્વિક ખાદ્ય પ્રણાલીઓ ને બદલવા માટે નો દુનિયા નો સૌથી મોટો પર્યાવરણ એવોર્ડ છે.
  • સ્વીડનની કર્ટબર્ગફોર્સ ફાઉન્ડેશન એ આ એવોર્ડ શરૂ કર્યો છે જેથી નવી અને સખી યોજનાઓને આગળ વધારી શકાય.

સંસ્થા અને વહીવટ

  • સ્વીડનની કર્ટબર્ગફોર્સ ફાઉન્ડેશન આ પુરસ્કાર ની સ્થાપના કરનાર મુખ્ય સંસ્થા છે.
  • જ્યુરી માં વૈજ્ઞાનિકો અને જમીની સ્તરે કામ કરતા લોકો નો 50-50 ટકા સરખો ભાગ હોય છે.

વર્ષ 2026 નો વિજેતા

  • છ ખંડની 1,000 થી વધુ અરજીઓ પાછળ રાખીને ભારતની APCNF યોજના એ આ મોટો એવોર્ડ જીત્યો છે.
  • રાજ્યના કૃષિ વિભાગ હેઠળ Rythu Sadhikara Samstha દ્વારા 2016 માં શરૂ થયેલી આ યોજના આજે 18 લાખ ખેડૂત પરિવારો અને 3,40,000 મહિલા સ્વસહાય જૂથો સુધી પહોંચી ગઈ છે.

એવોર્ડ માળખાની મુખ્ય વિશેષતાઓ

  • દરેક અરજી ને તપાસવા માટે 400 સ્પોટ નું એક ખાસ ગ્રીડ માળખું વપરાય છે.
  • ટૂંકી યાદીમાં આવેલા પ્રોજેક્ટ્સની વૈજ્ઞાનિકો અને અધિકારીઓ દ્વારા સખત ગુપ્ત ચકાસણી થાય છે.
  • ફાઉન્ડેશન તરફથી પત્રકારો અને ફોટોગ્રાફરો જમીની હકીકત જાણવા માટે અચાનક સ્થળ મુલાકાત લે છે.
  • વિજેતા ને 15 લાખ ડોલર અને ખાસ ફાઇનલિસ્ટો ને 1,50,000 ડોલર ની આર્થિક સહાય મળે છે.