એસ્ટોનિયા ભારત સાથે વેપાર અને સંરક્ષણ ક્ષેત્રે સંબંધો મજબૂત કરવા ઈચ્છે છે

એસ્ટોનિયા ભારત સાથે વેપાર અને સંરક્ષણ ક્ષેત્રે સંબંધો મજબૂત કરવા ઈચ્છે છે

#GS-2 #વર્તમાન પ્રવાહો #અંતરરાષ્ટ્રીય #અર્થતંત્ર #ઇન્ફ્રાસ્ટ્રક્ચર

શા માટે ચર્ચામાં છે?

  • એસ્ટોનિયા સરકારના અધિકારીઓ અને ટેકનોલોજી ક્ષેત્રના અગ્રણીઓએ ભારત સાથે સંરક્ષણ, સાયબર સુરક્ષા, વેપાર અને કૃત્રિમ બુદ્ધમત્તા (AI) જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સહયોગ વધારવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

ભારત અને એસ્ટોનિયાના સંબંધો

  • ભારતે સૌપ્રથમ 1921 માં એસ્ટોનિયાને માન્યતા આપી હતી જ્યારે તે લીગ ઓફ નેશન્સ માં જોડાયું હતું.
  • સોવિયત યુનિયન ના વિઘટન પછી, ભારતે સપ્ટેમ્બર 1991 માં સ્વતંત્ર એસ્ટોનિયા પ્રજાસત્તાકને ફરીથી માન્યતા આપી હતી.
  • બંને દેશોએ 2024 માં પ્રથમ ભારત-એસ્ટોનિયા સાયબર સંવાદ યોજ્યો હતો, જેમાં ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ભારતના વિશાળ પાયા અને ડિજિટલ શાસનમાં એસ્ટોનિયા ની અગ્રેસર ભૂમિકાને સ્વીકારવામાં આવી હતી.
  • 2025 માં ભારત અને એસ્ટોનિયા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર સામાનમાં 139.3 મિલિયન યુરો અને સેવાઓમાં 66.4 મિલિયન યુરો સુધી પહોંચ્યો હતો.
  • ડિસેમ્બર 2025 સુધીમાં, 2000-2025 ના સમયગાળા દરમિયાન એસ્ટોનિયામાં ભારતીય FDI 13.6 મિલિયન યુરો હતું, જ્યારે ભારતમાં એસ્ટોનિયાનું FDI 4.15 મિલિયન યુરો હતું.

એસ્ટોનિયાનું ભૌગોલિક સ્થાન

  • એસ્ટોનિયા ઉત્તર-પૂર્વ યુરોપ માં આવેલો દેશ છે અને તે લાતવિયા તથા લિથુઆનિયા ની સાથે ત્રણ બાલ્ટિક રાજ્યો માં સૌથી ઉત્તરમાં આવેલો દેશ છે.
  • તેની પૂર્વમાં રશિયા અને દક્ષિણમાં લાતવિયા સાથે જમીન સીમાઓ જોડાયેલી છે.
  • આ દેશ ઉત્તરમાં ફિનલેન્ડના અખાત, પશ્ચિમમાં બાલ્ટિક સમુદ્ર અને પૂર્વમાં પીપુસ સરોવર થી ઘેરાયેલો છે, તેમજ ફિનલેન્ડ અને સ્વીડન સાથે દરિયાઈ સરહદો ધરાવે છે.

ટાપુઓ, ભૂપૃષ્ઠ અને વસ્તી વિષયક માહિતી

  • એસ્ટોનિયા ના પ્રદેશમાં લગભગ 1,500 જેટલા નાના-મોટાા ટાપુઓ આવેલા છે, જેમાં મુખ્ય ભૂમિના પશ્ચિમ કિનારે આવેલા સારેમા અને હિયુમા સૌથી મોટા બે ટાપુઓ છે.
  • દેશમાં સૌથી ઊંચું સ્થળ સુર મુનામાગી (318મી) છે અને તેની મુખ્ય નદીઓમાં નારવા, પર્નુ, પેડજા અને કાસારી નો સમાવેશ થાય છે.
  • આ દેશની રાજધાની તાલિન છે અને ત્યાં સંસદીય પ્રજાસત્તાક વ્યવસ્થા ચાલે છે.

ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને વ્યૂહાત્મક જોડાણ

  • ડેનમાર્ક, સ્વીડન અને રશિયન સામ્રાજ્યના શાસન પછી, એસ્ટોનિયાએ 1918 માં સ્વતંત્રતા મેળવી હતી, પરંતુ 1940 માં તેને બળજબરીથી યુએસએસઆર (USSR) માં ભેળવી દેવામાં આવ્યું હતું.
  • સોવિયત યુનિયનના પતન દરમિયાન 1991 માં તે સફળતાપૂર્વક સ્વતંત્ર બન્યું હતું.
  • લોકશાહી અને મુક્ત બજાર અર્થતંત્ર અપનાવ્યા બાદ, આ દેશ યુરોપિયન યુનિયન, યુરોઝન, નાટો (NATO) અને નોર્ડિક-બાલ્ટિક એટ (NB8) જેવી મુખ્ય પશ્ચિમી સંસ્થાઓમાં જોડાયો છે.