
મંગળ ગ્રહથી આવેલા દુર્લભ 'તેઘાઝા 001' ઉલ્કાપિંડનો અભ્યાસ
#GS-3 #સાયન્સ અને ટેકનોલોજી #અવકાશ #તેઘાઝા 001 ઉલ્કાપિંડ #માર્સ રેકિનેસાન્સ ઓર્બિટર #નાસા
મુખ્ય મુદ્દા
- વૈજ્ઞાનિકોએ ખાતરી કરી છે કે ગુલાબી રંગનો 800 ગ્રામ નો તેઘાઝા 001 ઉલ્કાપિંડ સીધો મંગળ પરથી પૃથ્વી પર આવ્યો છે.
- આ પથ્થર મંગળના નોએચિયન યુગ દરમિયાન 4.1 અબજ વર્ષ પહેલા બનેલો છે.
- શોધકર્તાઓને આ પથ્થર 2022 માં સહારાના રણમાં માલીના તેઘાઝા માંથી મળ્યો હતો.
- ઉલ્કાપિંડની અંદરથી મળેલા પુરાવા સાબિત કરે છે કે અબજો વર્ષ પહેલા મંગળની જમીનમાં પાણી વહેતું હતું.
શા માટે ચર્ચામાં છે?
- નાસાના સહયોગથી થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે તેઘાઝા 001 નામનો ગુલાબી ઉલ્કાપિંડ સીધો મંગળ ગ્રહ પરથી આવ્યો છે.
- આ ઉલ્કાપિંડનું વજન 800 ગ્રામ છે અને તે 2022 માં સહારાના રણમાંથી મળ્યો હતો.
- વૈજ્ઞાનિક તપાસ દર્શાવે છે કે આ પથ્થર મંગળ પર 4.1 અબજ વર્ષ પહેલા બન્યો હતો.
તેઘાઝા 001 ઉલ્કાપિંડ વિશે
- આ 800 ગ્રામ નો ગુલાબી પથ્થર મંગળ ગ્રહની શરૂઆતની સપાટીનો એક કિંમતી અને સુરક્ષિત ભાગ છે.
- પૃથ્વી પર અત્યાર સુધી મંગળના માત્ર 435 જેટલા જ ઉલ્કાપિંડ મળ્યા છે, જેમાં આનો સમાવેશ થાય છે.
- મંગળના જૂના ઇતિહાસને સમજવા માટે વૈજ્ઞાનિકો આ પથ્થરને ખુબ જ મહત્વનો માને છે.
ઉલ્કાપિંડની ઉત્પત્તિ
- આ પથ્થર 4.1 અબજ વર્ષ પહેલા મંગળના નોએચિયન યુગ માં ગરમ લાવા ઠંડો પડવાથી બન્યો હતો.
- નાસાના માર્સ રેકિનેસાન્સ ઓર્બિટર (MRO) ના ડેટા સાથે સરખાવતા મંગળના દક્ષિણ વિસ્તારમાં 13 જગ્યાઓ એવી મળી છે જ્યાંથી આ પથ્થર આવ્યો હોઈ શકે.
- કોઈ મોટો ઉલ્કાપિંડ કે ધૂમકેતુ મંગળ સાથે અથડાતા આ પથ્થર અવકાશમાં ફેંકાયો અને છેવટે પૃથ્વી પર પડ્યો.
શોધનું સ્થળ
- આ પથ્થર 2022 માં સહારાના રણમાં આવેલા માલીના તેઘાઝા વિસ્તારમાંથી મળ્યો હતો.
- યુનિવર્સિટી ઓફ ન્યૂ મેક્સિકો માં ઓક્સિજન આઇસોટોપ ટેસ્ટ કરીને આ પથ્થર મંગળનો જ છે તેની ખાતરી કરવામાં આવી.
મુખ્ય લાક્ષણિકતાઓ
- આ પથ્થરનો ગુલાબી રંગ અને તેમાં રહેલા જ્વાળામુખીના ખનિજો મંગળની સપાટીનો વિકાસ કેવી રીતે થયો તે દર્શાવે છે.
- પથ્થરની અંદર ઝિર્કોન નામના કણો મળ્યા છે, જેનાથી વૈજ્ઞાનિકોને તેની સાચી ઉંમર નક્કી કરવામાં મદદ મળી.
- વૈજ્ઞાનિકોએ પથ્થરને નુકસાન પહોંચાડ્યા વગર રૂબિડિયમ-સ્ટ્રોન્ટિયમ ડેટિંગ પદ્ધતિથી તેના નાના કણોનો અભ્યાસ કર્યો.
- આ પથ્થર બતાવે છે કે 4.1 અબજ વર્ષ પહેલા મંગળની જમીન અંદર પાણી વહેતું હતું.
- આ સેમ્પલથી મંગળના જૂના વાતાવરણ અને તેની જમીન વચ્ચેના સંબંધો વિશે નવી માહિતી મળે છે.
મહત્વ
- આ શોધ સાબિત કરે છે કે પ્રાચીન સમયમાં મંગળ પર પાણી હતું, જેથી ત્યાં સૂક્ષ્મ જીવો હોવાની શક્યતા તપાસવામાં મદદ મળશે.
- પૃથ્વી પર જ મંગળનો પથ્થર મળી જવાથી હવે રોકેટ મોકલીને સેમ્પલ લાવવાની રાહ જોવી નહીં પડે અને લેબોરેટરીમાં સીધો અભ્યાસ થઈ શકશે.