
યુકે એ CBAM માળખા હેઠળ ભારતની કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ સ્કીમને માન્યતા આપી
#GS-3 #પર્યાવરણ #હવામાન પરિવર્તન #સતત વિકાસ #અર્થતંત્ર #કાર્બન ટ્રેડિંગ #CCTS #CBAM
મુખ્ય મુદ્દા
- યુકે (UK) એ ભારતની કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ સ્કીમ (CCTS) ને CBAM હેઠળ સત્તાવાર માન્યતા આપી છે.
- સરકારે ઊર્જા સંરક્ષણ (સુધારા) કાયદા, 2022 હેઠળ જૂન 2023 માં યોજના જાહેર કરી હતી અને જુલાઈ 2024 માં તેના નિયમો અમલી બનાવ્યા.
- સારું પ્રદર્શન કરતી કંપનીઓને 1 ટન CO2e ની બચત બદલ 1 કાર્બન ક્રેડિટ સર્ટિફિકેટ (CCC) આપવામાં આવે છે.
- BEE દ્વારા સંચાલિત આ યોજના જૂની PAT યોજના નું સ્થાન લઈને Scope 1 અને Scope 2 ઉત્સર્જન નિયંત્રિત કરશે.
શા માટે ચર્ચામાં છે?
- યુનાઇટેડ કિંગડમ (UK) એ ભારતની કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ સ્કીમ (CCTS) ને તેના કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ (CBAM) હેઠળ માન્યતા આપી છે.
કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ સ્કીમ વિશે
- CCTS એ ભારતીય કાર્બન બજાર તૈયાર કરવા માટે બનાવેલી એક રાષ્ટ્રીય સિસ્ટમ છે.
- તે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનની કિંમત નક્કી કરે છે અને ખરીદી-વેચાણ થઈ શકે તેવા કાર્બન ક્રેડિટ સર્ટિફિકેટ (CCCs) આપે છે.
- સરકારે ઊર્જા સંરક્ષણ (સુધારા) કાયદા, 2022 હેઠળ જૂન 2023 માં આ સ્કીમ જાહેર કરી હતી.
- ત્યારબાદ જુલાઈ 2024 માં આ યોજના માટેના ખાસ નિયમો લાગુ કરવામાં આવ્યા હતા.
- આ યોજનાનો મુખ્ય હેતુ પેરિસ કરાર હેઠળ ભારતના NDCs લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાનો અને ઉદ્યોગોમાં પ્રદૂષણ ઘટાડવાનો છે.
મુખ્ય લક્ષણો
- આ યોજના બે રીતે કામ કરે છે: મોટા ઉદ્યોગો માટે ફરજિયાત નિયમો અને અન્ય સંસ્થાઓ માટે મરજિયાત પ્રોજેક્ટ રજીસ્ટર કરવાનો વિકલ્પ.
- આ આખી વ્યવસ્થાનું સંચાલન NSCICM કરે છે, જેમાં ઊર્જા મંત્રાલય અને MoEFCC મુખ્ય ભૂમિકામાં છે.
- બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) આ યોજનાના મુખ્ય વહીવટકર્તા તરીકે કામ કરે છે.
- આ નવી સ્કીમ જૂની PAT યોજના નું સ્થાન લેશે અને તેને પોતાની અંદર સમાવી લેશે.
- હવેથી ઉદ્યોગોએ માત્ર વીજળી બચાવવા પર નહીં, પરંતુ કાર્બન ઉત્સર્જન ઘટાડવા પર ધ્યાન આપવું પડશે.
- જે ઉદ્યોગ પોતાના નક્કી કરેલા લક્ષ્યાંક કરતાં ઓછું પ્રદૂષણ કરશે તેને કાર્બન ક્રેડિટ સર્ટિફિકેટ (CCCs) મળશે, જ્યાં એક સર્ટિફિકેટ 1 ટન CO2e બરાબર ગણાશે.
- નક્કી કરેલ લક્ષ્યાંક પૂરો ન કરી શકનાર ઉદ્યોગે બજારમાંથી સર્ટિફિકેટ ખરીદવા પડશે.
- તેમાં સીધા ઉત્સર્જન (Scope 1) અને વીજળી વપરાશના લીધે થતા અપ્રત્યક્ષ ઉત્સર્જન (Scope 2) બંને ગણવામાં આવશે.
- શરૂઆતના તબક્કામાં CO2 અને PFCs વાયુઓના ઉત્સર્જનને ઘટાડવા પર ધ્યાન આપવામાં આવશે.
મહત્વ
- આ નિર્ણયથી ભારતના સ્ટીલ અને એલ્યુમિનિયમ જેવા સામાન પર વિદેશમાં વધારાનો કાર્બન ટેક્સ ભરવો નહીં પડે.
- કાર્બનનું મૂલ્ય નક્કી થવાથી કંપનીઓ નવી સુધારેલી ટેકનોલોજી અને પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનમાં રોકાણ કરશે.