
ટેરિયર સાયબર ક્વેસ્ટ 2026: ભારતીય સેનાનો રાષ્ટ્રીય ડિફેન્સ હેકાથોન
#GS-3 #સાયન્સ અને ટેકનોલોજી #સાયબર સુરક્ષા #સંરક્ષણ #GS-2 #વર્તમાન ઘટનાઓ #રાષ્ટ્રીય #ટેરિટોરિયલ આર્મી #સાયબરપીસ
મુખ્ય મુદ્દા
- ભારતીય સેના ની ટેરિટોરિયલ આર્મી એ સાયબરપીસ સાથે મળીને ટેરિયર સાયબર ક્વેસ્ટ 2026 (TCQ 3.0) ની 3જી આવૃત્તિ શરૂ કરી છે.
- TCQ 3.0 માં 3 ટ્રેક શામેલ છે, જેમાં નવી દિલ્હી ખાતે યોજાનાર 36 કલાક નો લાઈવ બગ હંટિંગ ગ્રાન્ડ ફિનાલે પણ સમાવિષ્ટ છે.
- આ પહેલનો હેતુ સાયબર સુરક્ષા માટે સ્વદેશી ટેકનોલોજી બનાવવાનો અને AI સાયબર હુમલાઓ સામે દેશના નેટવર્કને સુરક્ષિત કરવાનો છે.
શા માટે ચર્ચામાં છે?
- ભારતીય સેના ની ટેરિટોરિયલ આર્મી એ સાયબરપીસ નામની સંસ્થા સાથે મળીને ટેરિયર સાયબર ક્વેસ્ટ 2026 (TCQ 3.0) ની 3જી આવૃત્તિ ની શરૂઆત કરી છે.
ટેરિયર સાયબર ક્વેસ્ટ 2026 વિશે
- ટેરિયર સાયબર ક્વેસ્ટ 2026 (TCQ 3.0) દેશનો એક મોટો રાષ્ટ્રીય ડિફેન્સ હેકાથોન અને સાયબર ચેલેન્જ છે. તે આપણી સેના ને દેશના હેકર્સ, સોફ્ટવેર ડેવલપર્સ અને એઆઈ નિષ્ણાતો સાથે જોડે છે.
- આ કાર્યક્રમનું સંચાલન ભારતીય સેના ની ટેરિટોરિયલ આર્મી (TA) દ્વારા કરવામાં આવી રહ્યું છે.
- દેશમાં સાયબર ક્ષેત્રે દેશી ટેકનોલોજી વિકસાવવી અને ભારતની સુરક્ષા પ્રણાલીને મજબૂત બનાવવી એ આ ચેલન્જનો મુખ્ય હેતુ છે.
ટેરિયર સાયબર ક્વેસ્ટ 2026 ની મુખ્ય વિશેષતાઓ
- ટ્રેક 1 માં બગ હંટિંગ પર ધ્યાન આપવામાં આવશે. ઓનલાઇન ક્વોલિફાયર પછી નવી દિલ્હી ખાતે 36 કલાક નો લાઈવ હેકાથોન યોજાશે જેમાં રાષ્ટ્રીય માળખામાં રહેલી સુરક્ષા ખામીઓ શોધવામાં આવશે.
- ટ્રેક 2 નું નામ AI કવચ છે જે મશીન લર્નિંગ સિક્યુરિટી પર આધારિત છે. આમાં AI/ML ની મદદથી સાયબર હુમલાઓ અગાઉથી ઓળખવા અને બચાવ કરવાની સિસ્ટમ બનાવવામાં આવશે.
- ટ્રેક 3 એ ક્રિએટર્સ ચેલેન્જ છે. આ વિભાગ ડિજિટલ સામગ્રી બનાવનારા લોકો માટે છે જેથી ફેક ન્યૂઝ, ડીપફેક અને સાયબર ઠગાઈ સામે લડવાની વ્યૂહરચના બનાવી શકાય.
- આ સ્પર્ધા તબક્કાવાર મૂલ્યાંકન પદ્ધતિથી ચાલશે. સમગ્ર દેશમાંથી રજીસ્ટ્રેશન થશે, ત્યારબાદ ઓનલાઈન પસંદગી થઈને છેલ્લે નવી દિલ્હી માં ગ્રાન્ડ ફિનાલે યોજાશે.
- આ પ્રોજેક્ટથી નાગરિકો અને સૈન્ય વચ્ચે ટેકનિકલ તાલમેળ વધશે. આમાં સંશોધન સંસ્થાઓ, સ્ટાર્ટઅપ્સ અને સેનાના નિષ્ણાતો એકસાથે કામ કરશે.
હેકાથોનનું મહત્વ
- આ પહેલથી સાયબર સુરક્ષા માટે સ્વદેશી સાધનો તૈયાર થશે. આનાથી વિદેશી સોફ્ટવેર પર આપણી નિર્ભરતા ઘટશે.
- તે AI આધારિત સાયબર હુમલા અને ખોટી અફવાઓ સામે લડવામાં મદદ કરશે. પરિણામે દેશ ડિજિટલ ક્ષેત્રે આવતા નવા ખતરાઓ સામે વધુ સક્ષમ બનશે.